ગુજરાત ની સૌથી પ્રખ્યાત ખુબ જ હેલ્થી અને ટેસ્ટી ડીશ એટલે હાંડવો ક્લિક કરી ને જાણો બનાવવા ની રીત

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં બનાવીશું ગુજરાતી હાંડવો. ગુજરાતી હાંડવો આજે આપણે ઓથેન્ટિક વે થી કૂકરમાં બનાવીયે છીએ, કેવી રીતે બનાવવાનો તે આજે અમે તમને બતાવવાના છીએ. આ બનાવવું ખુબજ સરળ છે.

સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

4 કપ હાંડવા નો લોટ(એ બનાવવા માટે ની રીત વિડીયો નમ્બર 2 માં છે)

1/2 કપ ગોળ

1/2 કપ મરચા

250 ગ્રામ દૂધી

3-4 કપ તેલ

2 મોટી ચમચી મરચું (સ્વાદ અનુસાર)

1 નાની ચમચી હળદળ

મીઠું સ્વાદ અનુસાર

2 મોટી ચમચી રાઈ

1 નાની ચમચી જીરું

2 સૂકા લાલ મરચા

1 મોટી ચમચી તલ

3/4 નાની ચમચી સોડા

10-15 મીઠો લીમડો

રીત

હાંડવો બનાવવા માટે બને ત્યાં સુધી હોમ મેડ લોટનો જ ઉપયોગ કરવાનો છે.(વિડીયો 2 માં રીત છે) 4 કપ લોટ લઈને તેને ફર્મન્ટેસન કરવા મૂકી દેવાનું છે. હાંડવાના કૂકરની સાથે જે મોડ આવે છે તેમાં માટી ભરી દેવાની. અને ત્યારબાદ મરચા અને ગોળ ને મિક્ષર માં ક્રશ કરી નાખવાના છે. જો તમે ખાટો હાંડવો બનાવવા માંગતા હોય તો ગોળ એડ ના કરતા. હાંડવાના ખીરાને હલાવી તેમાં દૂધીને છોલીને અને તેને છીણીને તેમાં નાખી દેવું છે. ત્યારબાદ ક્રશ કરેલ મરચા અને ગોળ એડ કરી નાખશુ. તેને મિક્ષ કરી નાખશુ.

જે ખીરું (ખીરું બનાવવા ની રીત વિડીયો 3 માં છે) છે તેમાં જે બાકીના મસાલા છે તેને એડ કરશુ, મરચું, હળદળ, મીઠું નાખ્યા બાદ બધાને મિક્ષ કરી નાખવાનું છે. ખીરાને મીડીયમ ઠીક ખીરું રાખવાનું છે. હવે હાંડવાના કૂકરને તેલ થી ગ્રીસ કરી લેવાનું છે. તેમાં સોડા એડ કરશું.

ત્યારબાદ એક કઢાઈમાં તેલ લઈને ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા એડ કરી દેવા. ગેસ બંધ કરીને થોડા તલ એડ કરી નાખવું. જે માટી છે તેને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે.

ખીરુંમાં જે અર્ધો વઘાર કરેલ છે તેમાં એડ કરી નાખું અને તેને સારી રીતે તેને હલાવી નાખશું. ત્યારબાદ તેને હાંડવાના કુકટમાં એડ કરી નાખવાનું છે. અને તેની ઉપર લીમડો નાખી દેવાનું છે. જે અર્ધો વઘાર રાખ્યું છે તે એની ઉપર નાખી દેવાનું છે. અને તેને ચમચી દ્વારા સરખું કરી નાખવો છે જેથી વઘાર બધી જગ્યાએ ફેલાય જાય. તેની ઉપર થોડા લાલ મરચું એડ કરશુ(જો તમારે નાખવો હોય તો)અને તેની ઉપર થોડા સેકેલા તલ એડ કરશુ. આનું ઢાંકણું બંધ કરી ને તેને જે માટી ગરમ કરવા મૂકી છે તેની ઉપર મૂકી દેશું.

તેને 30 મિનિટ સુધી ચડવા દઈશું.(15 મિનિટ સુધી તેને મીડીયમ ગેસ પર રાખવાનું છે બાકીની 15 મિનિટ ધીમા ગેસ ઉપર રાખવાનો છે) 30 મિનિટ બાદ તેને ચેક કરી લેવું અને તેને તવેતો નાખી ને તેને ચેક કરવાનું છે કે તે બરાબર બન્યો છે કે નહિ જયારે તવેતો ને ને અંદર નાખી જોવાનું છે જો તવેથામાં લોટ ચોંટ્યો હોય તો તેને પાછું 5 મિનિટ માટે ગરમ કરવા મૂકી દેવું. તેને પાછું ચેક કરી જયારે તવેતો નાખ્યા બાદ સારું હોય ત્યારે ગેસ બંધ કરી નાખવું. અને ત્યારબાદ ઢાંકણું બંધ કરી તેને 30 મિનિટ માટે સીજવા દેઈશું. 30 મિનિટ બાદ હાંડવો સીજીને તૈયાર છે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

વિડિઓ 1

વિડિઓ 2 લોટ બનાવવા ની રીત

વિડિઓ 3 ખીરું બનાવવા ની રીત