આ કારણોથી જન્મે છે વિકલાંગ બાળકો, ભૂલથી પણ ગર્ભવતી મહિલાઓ ન કરો આ 5 કામ

દરેક મહિલા માટે સૌથી વધારે સૌભાગ્યની વાત કોઈ હોય તો એ છે માં બનવું. માતા-પિતા બનવુંએ દરેક વિવાહિત જોડાના જીવનનું સૌથી મોટું સુખ હોય છે. પોતાના બાળકના જન્મ માટે દરેકમાં એને 9 મહિના પોતાના પેટમાં રાખે છે. અને જયારે બાળક જન્મ લે છે તો એ પોતાના બાળક વિષે પૂછે છે કે શું તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે ને, એને કોઈ તકલીફ તો નથી ને. જો જવાબ ‘હા’ મળે તો એમની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહેતું. પણ જયારે એમને પોતાના બાળકમાં કોઈ ખોડ-ખાપણ જોવા મળે તો એમની તકલીફનો કોઈ અંદાજો પણ નથી લગાવી શકતું. દરેક મહિલા જયારે માં બને છે ત્યારે પોતાને સંપૂર્ણ અનુભવે છે. જો તમે એવું નથી ઇચ્છતા કે તમારું બાળક વિકલાંગ હોય, તો દરેક ગર્ભવતી મહિલાએ આ કામ કરવાથી બચવું જોઈએ. તો તમારું બાળક સ્વસ્થ રહેશે અને તમારું મન પણ ખુશ રહેશે.

તમે પણ નથી ઇચ્છતા વિકલાંગ બાળક :

ગર્ભ ધારણ પછી ગર્ભવતી મહિલાઓના શરીરમાં ઘણા પરિવર્તન આવે છે. તેમજ આ પરિવર્તનને કારણે એમનું શરીર ઘણું નબળું પડી જાય છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓએ પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તેમજ જો તમે તમારા ઘરની ગર્ભવતી મહિલાનું ખાસ ધ્યાન રાખશો, તો જ એમનું આવનાર બાળક સ્વસ્થ અને ઘરમાં ખુશીઓ લાવવાવાળું જન્મ લેશે. તેવામાં બાળકમાં જરા પણ ખોડ-ખાપણને કારણે આખું ઘર ઉદાસ થઈ જાય છે, અને માંના દિલમાં ઊંડો ઘા લાગે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કઈ વાતોનું ધ્યાન રાખવાથી તમારું બાળક સ્વસ્થ પેદા થશે અને દરેક ગર્ભવતી મહિલા એક સ્વસ્થ બાળકને જન્મ આપશે.

1. તમે બધા એ તો જાણો જ છો કે ગર્ભવતી મહિલાઓના શરીરમાં દુ:ખાવો હંમેશા રહે છે. માટે તેઓ ઘણા પ્રકારની દવાઓ પણ લે છે. એટલા માટે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પેઈન કિલર ટેબ્લેટ ખાવાથી એમને ઘણું નુકશાન પહોંચે છે. જેનાથી ગર્ભમાં વિકાસ પામી રહેલા બાળકને નુકશાન થાય છે. માટે ડોક્ટરની સલાહ વગર એમને કોઈ પણ દવા ન આપવી.

2. બીજી વાત એ છે કે ગર્ભમાં બાળકના આવ્યાના ત્રણ મહિના પછી કોઈપણ ગર્ભવતી મહિલાએ કોઈ પણ ભારે સામાન ઉંચકવો જોઈએ નહીં. આમ કરવાથી બાળક પર પ્રભાવ પડે છે, તેમજ તમારા બાળકનું કોઈ અંગ નબળું પણ પડી શકે છે. માટે આ વાતનું તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ.

3. ગર્ભવતી મહિલાઓ ધ્યાન રાખે કે પ્રેગ્નેન્સી દરમ્યાન તમારે મુસાફરી કરવાથી બચવું જોઈએ. કારણ કે ઘોંઘાટથી બાળકના કાન પર અસર પડે છે, અને આ વાતનું ધ્યાન ન રાખવાથી બાળકનો જન્મ થયા પછી બહેરાશ અને ગૂંગાપણાનો ભય વધારે રહે છે.

4. ઘરના તમામ સભ્યોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પ્રેગ્નેન્સી દરમ્યાન એ મહિલા સાથે હંમેશા વ્યવહાર નરમ જ રાખવો. કારણ કે એમની સામે હિંસાત્મક રૂપ લેવાથી ગર્ભમાં બાળકના વિકાસમાં સમસ્યા ઉભી થાય છે. આમ કરવાથી બાળકની અંદર વિકલાંગતાનો ભય ઘણો વધી જાય છે, અને ગર્ભવતી મહિલા પણ તણાવમાં આવી જાય છે.

5. આ એક વાતનું ધ્યાન ગર્ભવતી મહિલાએ હંમેશા રાખવું જોઈએ કે, એમનું પેટ કોઈ પણ વસ્તુથી દબાય નહીં. કારણ કે એની અસર સીધી બાળક પર પડે છે. સ્વસ્થ બાળકના જન્મ માટે ગર્ભવતી મહિલાએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ.