હનીમુનમાં પતિએ કરી આવી હરકત, કે જેથી પત્નીએ આપી છૂટાછેડાની અરજી.

પહેલાના સમયમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવતા હતા, પરંતુ આજના સમયમાં લગ્નને એક સામાન્ય એવી પ્રક્રિયા જ ગણવામાં આવે છે અથવા એક કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે અને તેના કારણે જ કોઈ પણ સમયે પતિ પત્ની વચ્ચે છૂટાછેડા જેવા કિસ્સા સામે આવી રહ્યા છે. સંયુક્ત અરબ અમીરાત (UAE) માં એક નવપરણિત મહિલાએ પોતાના પતિની એક ટેવથી દુ:ખી થઇને છૂટાછેડાની અરજી કરી દીધી છે. ખલીજ ટાઈમ્સના રીપોર્ટ મુજબ, હનીમુન ઉપર ગયેલી મહિલાએ યુએઈમાં પોતાના કંજૂસ પતિ સાથે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી છે.

મહિલાએ અબુ ધાની ડીપાર્ટમેન્ટ ઓફ ફેમીલી અફેયર્સ (પર્સનલ સ્ટેટ્સ) માં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. તેના લગ્નના હજુ ૩ અઠવાડિયા જ થયા છે. મહિલાને તરત જ અહેસાસ થઇ ગયો કે તેનો ઈરાનીયન પતિ કેટલો કંજૂસ છે.

મહિલાના જણાવ્યા મુજબ, તેના પતિએ લગ્ન પછી એક પણ દીરહમ(યુએઈનું ચલણ) ખર્ચ કર્યું નથી. જેને કારણે જ તેની સાથે છૂટાછેડા લેવા માટે મજબુર થવું પડ્યું.

મહિલાએ કોર્ટને જણાવ્યું કે તેનો પતિ તેનાથી ૧૩ વર્ષ નાનો છે. મહિલાએ આગળ જણાવ્યું, લગ્નના આગલા દિવસથી જ તેણે મારી પાસે વીજળી અને ગૃહસ્થીનો ખર્ચ ઉપાડવા માટે કહી દીધું.

મહિલાના પતિએ ત્યાર પછી તમામ દસ્તાવેજો ખોવાઈ ગયાનું બહાનું કરીને ઘણા કરાર પોતાના નામ ઉપર કરાવવાની માંગણી કરી.

મહિલાએ આખા ઘરનું ફર્નીચર પણ પોતાના પૈસાથી ખરીદ્યું હતું. એટલું કરવા છતાં પણ, તેણે લગ્નને જ ધ્યાન બહાર કરવા લાગ્યો જેથી તેની સાથે મહિલાનું જીવન કષ્ટદાયક બની ગયું હતું.

છેવટે મહિલા સામે છૂટાછેડા સિવાય કોઈ બીજો વિકલ્પ ન રહ્યો. મહિલાએ લગ્નના કરારમાં મળેલા તમામ અધિકારોને છોડવાની વાત કહી છે. જેથી તેને છૂટાછેડા જલ્દીથી મળી શકે.

આવું કેટલીક વાર બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિ માટે વિચારતા કંઇક હોઈએ છીએ અને એ ખરેખર હોય છે કંઇક એટલે કે ‘ખોદા પહાડ ઓર નિકલા ચૂહા’ ત્યારે વિચારનાર વ્યક્તિનું દિલ તૂટી જય છે. અને એને અફસોસ થતો રહે છે કે એણે કેટલી મોટી ભૂલ કરી દીધી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.