આજે હનુમાન અષ્ટમીએ કરો આ ખાસ ઉપાય, બનશે બગડેલ કામ, ખુલી જશે નસીબ

મહાબલી હનુમાનજીને કળિયુગમાં સૌના દુઃખ દૂર કરવા વાળા દેવતા માનવામાં આવે છે. હનુમાનજી કળિયુગમાં એકમાત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે. જે ભક્ત પોતાના મનથી એમને યાદ કરે છે, હનુમાનજી એમની પુકાર જરૂર સાંભળે છે અને એમના બધા કષ્ટ દૂર કરે છે. તમને જણાવી દઈએ કે પોષ મહિનાના કૃષ્ણ પક્ષના રોજ અષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે આ મંગળ પર્વ 29 ડિસેમ્બર 2018 ના દિવસે શનિવારે એટલે કે આજે છે.

એવું માનવામાં આવે છે કે જો આજના દિવસે કોઈ ખાસ ઉપાય કરીને મહાબલી હનુમાનજીને પ્રસન્ન કરવામાં આવે તો વ્યક્તિના બધા કામ બની જાય છે. આ ઉપાયોને કરવાથી મહાબલી હનુમાનજીની કૃપા દૃષ્ટિ હંમેશા વ્યક્તિ પર બની રહે છે. અને એમના જીવનના બધા કષ્ટ દૂર થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી હનુમાન અષ્ટમીના મંગળ પર્વ પર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે એવા થોડા ઉપાય જણાવવાના છીએ. જેમની મદદથી તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

આવો જાણીએ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા ઉપાય કરવા :

જો તમે હનુમાન અષ્ટમીના મંગલ પર્વ પર મહાબલી હનુમાજીને ચોળો (ફકીરનો ચોળો-લાંબું મોટું જામા જેવું પહેરણ) અર્પિત કરો છો, તો એનાંથી એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ ચોળો અર્પિત કરતા સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. તમે હનુમાનજીને ચોળો અર્પિત કરતા પહેલા સ્નાન કરો અને સાફ વસ્ત્રને ધારણ કરો. તમે ફક્ત લાલ રંગનું ધોતિયું ધારણ કરો. આ ઉત્તમ માનવામાં આવ્યું છે. ચોળો અર્પિત કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. સાથે જ ચોળો અર્પિત કરતા સમયે એક દીવો હનુમાનજી સમક્ષ સળગાવી દિવામાં ચમેલીના તેલનો ઉપયોગ કરો.

ચોળો અર્પિત કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવો અને કેવડાનું અત્તર હનુમાનજીની મૂર્તિના બંને ખભા પર થોડું થોડું છાંટો. હવે એક સાબૂત નાગરવેલનું પાન (કયાંયથી ફાટેલું તૂટેલું ન હોય એવું) લો અને એના પર થોડો ગોળ અને ચણા મૂકી હનુમાનજીને ભોગ ચઢાવો. ભોગ ચઢાવ્યા પછી એ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે જણાવેલા મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 5 વખત કરવાનો છે.

राम रामेति रामेति रमे रामे मनोरमे।

सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

તમે આ બધું કર્યા પછી હનુમાનજીને ચઢાવેલા ગુલાબના ફૂલની માળા માંથી એક ફૂલ તોડી લો, અને એને લાલ કપડાંમાં લપેટીને પોતાના ધન મુકવાના સ્થાન અથવા પછી તિજોરીમાં મૂકી દો. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારા જીવનમાં ઘન સાથે સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન નહિ થાય.

તમે હનુમાન અષ્ટમીની સાંજે કોઈ નજીકના હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની મૂર્તિ સામે સરસવના તેલનો એક દીવો અને શુદ્ધ દેશી ઘી નો દેવો પ્રગટાવો. ત્યારબાદ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે, આ ઉપાય ઘણો કારગર માનવામાં આવે છે.

જો તમે તમારા જીવનની બધી પરેશાનીઓ માંથી છુટકારો મેળવવા માંગો છો, તો એના માટે શનિવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી વડના ઝાડનું એક પાંદડું તોડી લો, અને એને ચોખ્ખા પાણીથી ધોઈ લો. હવે આ પાંદડાને થોડીવાર હનુમાનજીની મૂર્તિ સામે મૂકી દો. ત્યારબાદ આ પાંદડા પર કેસરથી શ્રીરામ લખો અને તમારા જીવનમાં જે પણ સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તે દૂર થઇ જશે.