હનુમાન ચાલીસા ની 5 ચમત્કારી ચોપાઈઓ, કરી શકે છે તમારી દરેક ઈચ્છા પૂરી

ધાર્મિક ઉપદેશો, ગ્રંથોમાં તે શક્તિ છે જે આપણા દુઃખોનું નિવારણ કરે છે, તેમાં કોઈપણ જાતની શંકા નથી. જયારે પણ આપણે તકલીફમાં હોઈએ છીએ તો આપણી તકલીફનો હલ કરવા માટે શાસ્ત્રીય ઉપાયોનો ઉપયોગ જરૂર કરીએ છીએ. તેને તમે ચમત્કાર પણ કહી શકો છો. પણ શાસ્ત્રોમાં આપણી દરેક સમસ્યાનું સમાધાન છે.

(2) હનુમાન ચાલીસા

જો આપણે આ માહિતી મુજબ ઉપાય કરતા જઈએ, તો સફળ જરૂર થઈએ છોએ. માટે આજે અમે તમને હનુમાન ચાલીસા દ્વારા થોડા એવા ઉપાયો જણાવીશું જે તમારા જીવનને સુખી અને સમૃદ્ધ રાખશે.

(૩) ભગવાન હનુમાનને સમર્પિત

ભગવાન હનુમાનને સમર્પિત હનુમાન ચાલીસા વિષે કોણ નથી જાણતું, ગૌસ્વામી તુલસીદાસ દ્વારા રચેલી હનુમાન ચાલીસામાં તે ચમત્કારિક શક્તિ છે જે આપણા દુખો હરી લે છે. પણ શું તમે જાણો છો તે ચમત્કારો વિષે?

(4) એક પૌરાણિક કથા

ચાલો તેનો જવાબ આમે તમને એક પોરાણિક કથા દ્વારા આપીએ છીએ. જો તમે હનુમાનજીના બાળ અવતાર વિષે પરિચિત છો તો કદાચ તમે એ વાત સાંભળી હશે કે બાળપણમાં જયારે હનુમાનજીને ખુબ જ ભૂખ લાગી હતી તો તેમણે આકાશમાં ચમકતા સુરજને એક ફળ સમજી લીધું હતું.

(5) બાળ હનુમાન

તેમની પાસે ત્યારે એવી શક્તિ હતી જેના દ્વારા તે ઉડીને સુરજને ગળવા માટે આગળ વધ્યા, પણ ત્યારે દેવરાજ ઇન્દ્રએ હનુમાનજી ઉપર શસ્ત્રો થી પ્રહાર કરી દીધો જેના કારણે તેઓ મૂર્છિત થઇ ગયા.

(6) જયારે હનુમાનજી મૂર્છિત થવાની વાત વાયુદેવને જાણવા મળી તો તેઓ ખુબ જ નારાજ થયા. પરંતુ જયારે બધા દેવતાઓને ખબર પડી કે હનુમાનજી ભગવાન શિવજી ના રુદ્ર અવતાર છે, ત્યારે બધા દેવતાઓએ હનુમાનજીને ઘણી શક્તિઓ આપી.

(7) દેવતાઓએ આપ્યો આશીર્વાદ

કહેવામાં આવે છે કે તમામ દેવતા ઓએ જે મંત્રો અને હનુમાનજીની વિશેત્તાઓ જણાવતા તેમણે શક્તિ આપી હતી. તે મંત્રોના સારને ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાનું વર્ણન કર્યું છે. એટલા માટે હનુમાન ચાલીસા વાંચવાને ચમત્કાર માનવામાં આવે છે.

(8) હનુમાન ચાલીસાની શક્તિ

પણ હનુમાન ચાલીસામાં તો કોઈ મંત્ર છે જ નહિ. છતાં મંત્રો સિવાય પણ તે ચમત્કારી અસર આપવામાં સક્ષમ કેમ છે.? આમ તો હનુમાન ચાલીસામાં મંત્ર ન હોવાથી હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ જણાવવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે તેનો  જપ કરવાથી વ્યક્તિ સુખ પ્રાપ્ત કરે છે.

(9) હનુમાન ચાલીસાની પાંચ ચોપાઈઓ

ચાલો તમને જણાવીએ કે હનુમાન ચાલીસાની 5 ચોપાઈઓ વિષે, જેનું નિયમિત સાચા મનથી વાચન કરવામાં આવે તો પરમ ફલદાયક સિદ્ધ થાય છે.

(10) આ દિવસે કરો જાપ

હનુમાન ચાલીસાનો વાચવા માટે મગળવાર કે શનિવાર શુભ હોય છે. ધ્યાન રાખો હનુમાન ચાલીસાની આ ચોપાઈઓ વાંચતી વખતે ઉચ્ચારણમાં હોઈ ભૂલ ન થાય.

(11) પહેલી ચોપાઈ- હનુમાન ચાલીસા

भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥

ભૂત-પિશાચ નિકટ નહિ આવે. મહાવીર જબ નામ સુણાવે.

(12) લાભ

આનો સતત જાપ તેમણે કરવો જોઈએ જેમને કોઈનો ડર સતાવતો હોય. આ ચોપાઈનો રોજ સવારે અને સાંજે 108 વાર જાપ કરવામાં આવે તો તમામ પ્રકારના ડરમાંથી મુક્તિ મળે છે.

(13) બીજી ચોપાઈ-હનુમાન ચાલીસા

नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥

નાસે રોગ હરે સબ પીડા. જપત. નિરંતર હનુમત વીરા

(14) લાભ

જો કોઈ વ્યક્તિ બીમારીઓમાં સપડાયેલ છે, તેનો ઈલાજ કરાવ્યા પછી પણ સુખ નથી મળી રહ્યું, તો તેમણે આ ચોપાઈનો જાપ જરૂર કરવો જોઈએ. આ ચોપાઈનો જાપ સતત સવાર સાંજ 108 વાર કરવો જોઈએ. તે સિવાય મંગળવારે હનુમાનજીની મૂર્તિ સામે બેસીને આખી હનુમાન ચાલીસાનું વાચન કરવું જોઈએ, તેનાથી વ્યક્તિ જલ્દી જ રોગમુક્ત થઇ જશે.

(15) ત્રીજી ચોપાઈ – હનુમાન ચાલીસા

अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥

સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥

(16) લાભ

આ ચોપાઈઓ વ્યક્તિને સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે છે. જો કોઈને જીવનમાં શક્તિ મેળવવી હોય તો, જેઓ આ કઠીન સમયમાં પોતાને નબળા ન સમજે તો રોજ, બ્રહ્મ મહુર્તમાં અડધો કલાક આ પંક્તિઓનું વાચન કરો, લાભ મળી જશે.

(17) ચોથી ચોપાઈ – હનુમાન ચાલીસા

विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥

(18) જો કોઈ વ્યક્તિને વિદ્યા અને ધન જોઈએ તો આ પંક્તિને વાંચવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે. રોજ 108 વાર ધ્યાનથી વાંચવાથી વ્યક્તિને ધનને લગતા દુઃખ દુર થઇ જશે.

(19) પાંચમી ચોપાઈ – હનુમાન ચાલીસા

भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥

(20) લાભ

જીવનમાં એવું ઘણી વાર બને છે કે તમામ પ્રયત્નો કરવા છતાં પણ કામમાં વિઘ્ન ઉભું થાય છે. જો તમારી સાથે પણ આવું બની રહ્યું છે તો ઉપર આપેલી ચોપાઈ ઓછામાં ઓછું 108 વાર વચન કરો, લાભ થશે.

(21) હનુમાન ચાલીસાનું મહત્વ

પણ હનુમાન ચાલીસાનું મહત્વ માત્ર પાંચ ચોપાઈઓ સુધી જ સીમિત નથી. આખી હનુમાન ચાલીસાનું પણ પોતાનું એક મહત્વ અને આ પાઠ ને વાંચવાનો લાભ છે. જેનાથી સામાન્ય લોકો અજાણ છે.

(22) હનુમાન ચાલીસાનો પાઠ

ખુબ ઓછા લોકો જાણે છે કે હિંદુ ધર્મમાં હનુમાનની આરાધના માટે, ‘ હનુમાન ચાલીસા’ નું વાચન સર્વમાન્ય સાધન છે. તેનું વાચન આખી દુનિયામાં જેટલું પ્રચલિત છે, એટલું બીજું કોઈ નમન કે પૂજા વગેરેમાં નથી જોવા મળતું.

(23) ફળદાયી – હનુમાન ચાલીસા

‘શ્રી હનુમાન ચાલીસા’ ના રચનાકાર ગોસ્વામી તુલસીદાસજી માને છે. માટે ‘રામચરિતમાનસ’ ની જેમ આ હનુમાન ગુણગાથા ફળદાયી માનવામાં આવે છે.

(24) ભક્તોનો અનુભવ

આ વાત માત્ર કહેવા માટે જ નથી. અસંખ્ય ભક્તોનો અનુભવ છે કે હનુમાન ચાલીસા વાંચવાથી તકલીફો સામે લડવાની શક્તિ મળે છે.

(25) વંદના

તો તમે પણ દિલથી, પવનપુત્ર હનુમાનજીને ભાવપૂર્વક વંદન કરશો, તો તમને ન માત્ર બજરંગબલીના આશીર્વાદ સાથે જ શ્રી રામના પણ આશીર્વાદ મળશે.

જય શ્રી રામ જય હનુમાન