હનુમાન ચાલીસાથી જોડાયેલી 5 ખાસ વાતો, જે દરેક હનુમાન ભક્તે જરૂર જાણવી જોઈએ.

દરેક હનુમાન ભક્ત શનિવારે અને મંગળવારના દિવસે હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો જાપ કરે છે. શક્તિ અને સાહસના પ્રતીક માનવામાં આવતા ભગવાન હનુમાનને આ ચાલીસામાં 3 દોહા અને 40 ચોપાઈ લખેલી છે.

માત્ર મંગળવાર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે લોકો પોતાના મન માંથી ભયને ભગાડવા માટે હનુમાન ચાલીસા (Hanuman Chalisa) ની અમુક ચોપાઈ વાંચવા લાગે છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે. પહેલી ચોપાઈ ‘ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર’. આજે અહીંયા તમને આ જ હનુમાન ચાલીસા સાથે જોડાયેલી 5 સચ્ચાઈના વિશે જણાવીશું. જે ગમે તો શેયર અવશ્ય કરશો.

1) હનુમાન ચાલીસાની શરૂઆત બે દોહાથી થાય છે. જેનો પ્રથમ શબ્દ છે ‘ શ્રી ગુરુ’, આમાં શ્રીનો સંદર્ભ સીતા માતા છે. જેને હનુમાનજી પોતાના ગુરૂ માને છે.

2) હનુમાન ચાલીસાને કવિ તુલસીદાસે લખેલી છે. આ અવધિ ભાષામાં લખાયેલી છે. કવિ તુલસીદાસ પોતાના અંતિમ દિવસો સુધી વારાણસીમાં રહેલા. ત્યાં તેમના નામનો એક ઘાટ પણ છે, જેને નામ આપવામાં આયુ ‘તુલસી ઘાટ’. અહીં રહીને તુલસીદાસે હનુમાન મંદિર પણ બનાવ્યું જેનું નામ છે ‘સંકટ મોચન મંદિર’.

3) હનુમાન ચાલીસાને સૌથી પહેલા ખુદ ભગવાન હનુમાજીએ સાંભળ્યું. પ્રસિદ્ધ કથા અનુસાર જ્યારે તુલસીદાસે રામચરિતમાનસ બોલવાનું સમાપ્ત કર્યું. તમામ વ્યક્તિ ત્યાંથી જઇ ચૂકી હતી, પરંતુ એક ઘરડો માણસ ત્યાં જ બેઠો રહ્યો. તે માણસ બીજું કોઈ નહીં પરંતુ પોતે ભગવાન હનુમાન હતા. આ વાતથી તુલસીદાસ ખૂબ પ્રસન્ન થયા અને ત્યારે એમણે હનુમાનની સામે તેમની સાથે જોડાયેલી 40 ચોપાઈ રચી દીધી.

4) હનુમાન ચાલીસામાં હનુમાન ઉપર 40 ચોપાઈ લખાયેલી છે. આ ચાલીસા શબ્દ આ જ 40 અંક ઉપરથી મળ્યો.

5) હનુમાન ચાલીસાની પહેલી 10 ચોપાઈ તેમની શક્તિ અને જ્ઞાનના વખાણ કરે છે. 11 થી 20 સુધીની ચોપાઈમાં ભગવાન રામના વિશે કહેવાયેલું છે, જેમાં 11 થી 15 સુધીની ચોપાઈ ભગવાન રામના ભાઈ લક્ષ્મણ પર આધારિત છે. અંતિમની ચોપાઈમાં તુલસીદાસે હનુમાનજીની કૃપા વિશે કહ્યું છે.

બની શકે હનુમાન ચાલીસા તમને મોઢે હોય પણ આ વાતની ખબર તમને આજે જ પડી હશે. તો આ માહિતી બીજાને પણ જણાવો અને લાઇક કરશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.