હનુમાનજીના આવા ફોટા બને છે પરેશાનીનું કારણ, ઘરમાં ન રાખો નહીંતર બની રહેશે અશાંતિ

રામ ભક્ત હનુમાનજીને પોતાના ભક્તોના તમામ દુઃખ અને તકલીફ દુર કરવાવાળા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર થાય તો તે તેના જીવનની તમામ મુશ્કેલીઓ પળ ભરમાં દુર થઇ જાય છે. દરેક પરિસ્થિતિમાં મહાબલી હનુમાનજી પોતાના ભક્તોનું રક્ષણ કરે છે.

એમના વિષે એવું પણ માનવામાં આવે છે કે, મહાબલી હનુમાનજી તમામ દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા છે. આજના સમયમાં હનુમાનજીને પૂજવા વાળા ભક્તોની સંખ્યા સૌથી વધુ છે. તેમની શરણમાં જવા માત્રથી જ ભક્તોની તમામ તકલીફ દુર થઇ જાય છે.

હંમેશા જોવામાં આવે છે કે, હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો મંદિરમાં જઈને તેની શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરે છે. તેમજ ઘરની અંદર પણ હનુમાનજીની મૂર્તિ કે ફોટો રાખે છે. પરંતુ ઘણા ઓછા લોકો છે જેને તે વાતની જાણકારી હશે કે મહાબલી હનુમાનજીના થોડા સ્વરૂપો ઘરમાં રાખવા સારું નથી માનવામાં આવતું.

જો તમે હનુમાનજીના એવા ફોટા કે મૂર્તિઓને તમારા ઘરમાં રાખો છો, તો તેને કારણે જ તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ ફેલાય છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા હનુમાનજીના થોડા એવા જ ફોટા વિષે જાણકારી આપવાના છીએ, જેને તમે ભૂલથી પણ ઘરમાં રાખવા નહિ. નહીંતર તેને કારણે દુઃખ મળી શકે છે.

આવો જાણીએ હનુમાનજીના કયા ફોટાને ઘરમાં ન રાખવી જોઈએ :

તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તમે તમારા ઘરના મંદિરમાં હનુમાનજીનો એવો ફોટો કે મૂર્તિ ન રાખો જેમાં તે પોતાની છાતી ચીરતા જોવા મળી રહ્યા હોય.

જે ફોટાની અંદર મહાબલી હનુમાનજી સંજીવની લઈને આકાશમાં ઉડી રહ્યા છે, એવા ફોટાને ઘરમાં લગાવવા શુભ નથી માનવામાં આવતા. જો આપણે શાસ્ત્રો મુજબ જોઈએ તો હંમેશા મહાબલી હનુમાનજીની સ્થિર અવસ્થાની મૂર્તિની જ પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

જે ફોટાની અંદર બજરંગબલીએ પોતાના ખંભા ઉપર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીને બેસાડી રાખ્યા હોય એવા ફોટા તમે ઘરમાં ન લગાવો.

તમે તમારા ઘરની અંદર હનુમાનજીની એવી તસ્વીર ન લગાવો, જેની અંદર બજરંગબલી રાક્ષસોનો સંહાર કરતા જોવા મળી રહ્યા હોય છે.

તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તમે તમારા ઘરની અંદર હનુમાનજીનો લંકા દહન વાળો ફોટો ન લગાવો. જો તમે આવા પ્રકારના ફોટા તમારા ઘરમાં લગાવો છો, તો તેને કારણે જ કૌટુંબિક સુખ સમૃદ્ધીમાં ઘટાડો આવવા લાગે છે, અને કુટુંબમાં કોઈને કોઈ પ્રકારની સમસ્યા ઉભી થતી રહે છે.

હનુમાનજીના આ સ્વરૂપના ફોટા લગાવવા હોય છે શુભ :

જો તમે હનુમાનજીના એવા ફોટા તમારા ઘરમાં લગાવો છો, જેમાં તે યુવાન અવસ્થામાં છે તેમજ પીળા રંગના વસ્ત્ર ધારણ કરેલા છે, તો તે શુભ માનવામાં આવે છે.

તમે તમારા બાળકોના રૂમમાં હનુમાનજીના લંગોટ પહેરેલા ફોટા લગાવો, તેનાથી તમારા બાળકોનું મન અભ્યાસમાં લાગશે.

જો તમે હનુમાનજીના એવા ફોટા ઘરમાં લગાવો છો, જેમાં તે ભગવાન શ્રીરામજીની સેવા કરી રહ્યા છે, તો તેનાથી કુટુંબમાં ધનની અછત નથી રહેતી.

જો તમે ઘરમાં રામ દરબારનો ફોટો લગાવો છો, તો તેનાથી કુટુંબના લોકો વચ્ચે એક બીજા સાથે સારો મેળ રહે છે.

જો તમે પંચમુખી હનુમાનજીનો ફોટો તમારા ઘરમાં લગાવો છો, તો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને ઘરનું સંકટ પણ દુર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.