હનુમાનજીના આ ચમત્કારી મંદિરોમાં મનની વાત સાંભળી લે છે ભગવાન, દરેક ઈચ્છા થાય છે પુરી.

હનુમાનજીનું નામ સાંભળીને બધા ભક્તોના મનમાં ભક્તિ ભાવના જાગી ઉઠે છે અને તેમના ભક્તોના શરીરમાં એક અદ્ભુત શક્તિ અનુભવાય છે, કારણ કે મહાબલી હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે. જે પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા એવું કહેવાય છે કે જે ભક્ત પોતાના સાચા મનથી તેનું નામ લે છે, તો એટલાથી જ તેની બધી તકલીફો દુર થઇ જાય છે અને તેમને પોતાના જીવનમાં એક નવો રસ્તો મળે છે, તે જ કારણથી ભક્તોની શ્રધ્ધા મહાબલી હનુમાનજી પ્રત્યે ખુબ જ અતુટ છે. જો તમે પણ મહાબલી હનુમાનજીની આરાધના કરો છો અને તેમને શ્રધ્ધાપૂર્વક પૂજો છો, તો આજે અમે તમને મહાબલી હનુમાનજીના કેટલાક એવા ચમત્કારી મંદિરો વિષે જાણકારી આપવાના છીએ જ્યાં હનુમાનજી પોતાના ભક્તોની અવાજ સાંભળે છે અને અહી કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછો નથી જતો. દરેક ભક્તના દુ:ખ હનુમાનજી દુર કરે છે અને તે ખુશી ખુશી પોતાના ઘરે જાય છે.

આવો જાણીએ હનુમાનજીના ચમત્કારી મંદિરો વિષે :-

મનોકામના હનુમાન મંદિર, દરભંગા :-

મહાબલી હનુમાનજીના ચમત્કારી મંદિર બિહારના દરભંગા જીલ્લામાં રાજ્ય પરિસરમાં આવેલું છે આ મંદિરને મનોકામના મંદિર પણ કહેવાય છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે જે ભક્ત અહી પોતાની ઈચ્છા માંગે છે, તે જરૂર પૂરી થાય છે આ જ કારણે આ મંદિરનું નામ મનોકામના મંદિર પડ્યું છે. આ મંદિરની અંદર હનુમાનજી પાસે પોતાની ઈચ્છા પૂરી કરાવવાની રીત પણ એકદમ જુદી છે. આ મંદિરમાં પોતાની ઈચ્છા લખીને મંદિરની પરિક્રમા કરાય છે અને મનમાં જ પ્રાર્થના કરવામાં આવે છે. જો તમે આ મંદિરની દીવાલ પર જોશો તો અહી ભક્તોએ દીવાલ પર પોતાની ઈચ્છા લખેલી છે.

હનુમાન મંદિર, આડી પ્રતિમા, પ્રયાગ :-

હનુમાનજીનું એક એવું મંદિર છે. જ્યાં તેમની આડી મૂર્તિ આવેલી છે. આ મંદિર પ્રયાગમાં સંગમ તટ પર આવેલું છે આખા ભારતમાં એકમાત્ર આ એવું મંદિર છે. જ્યાં હનુમાનજી સુવાની પરિસ્થિતિમાં જોવા મળે છે એવું કહેવાય છે કે જે ભક્ત હનુમાનજીને લાલ સિંદુરનો લેપ લગાવે છે. તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. માન્યતા મુજબ મહાબલી હનુમાનજી લંકામાં યુદ્ધ કરતા ઘણા થાકી ગયા હતા. જેના કારણે તે સુઈ ગયા હતા ત્યારે માતા સીતાએ થાકેલા હનુમાનજીને જોઇને સિંદુરનો લેપ લગાવ્યો હતો. જે કારણે હનુમાનજીના શરીરમાં નવજીવનનો સંચાર થયો.

અખંડ જ્યોતિ બજરંગબલી, ઉજ્જૈન :-

મહાબલી હનુમાનજીના આ મંદિરનાં નામ મુજબ જ આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહિયાં જ્યોતિ ક્યારેય હોલાવતી નથી મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થિતિ અખંડ જ્યોતિ બજરંગબલીનું મંદિર છે. આ મંદિરમાં જે ભક્ત પણ પોતાની પ્રાર્થા લઈને આવે છે. તે ક્યારેય ખાલી હાથે નથી જતો. જો તમે પોતાની ઈચ્છા પૂરી કરવા માંગો છો? તો આ મંદિરમાં ખુબ જ સરળતાથી તમારી દરેક ઈચ્છા પૂરી થઇ જશે. તમે લોટનો દીવો બનાવીને એક દીવો સળગાવીને હનુમાનજીની પાસે રાખી દો, હનુમાનજી શનીની સાઢેસાતીથી લઈને તમારા બધા દુ:ખોને દુર કરશે.

પંચમુખી હનુમાન, કાનપુર :-

પંચમુખી હનુમાન મંદિર વિષે એવું કહેવાય છે કે અહી હનુમાનજીનું લવ કુશ સાથે યુદ્ધ થયું હતું. મહાબલી હનુમાન જીને આ વાતની જાણ થઇ ગઈ હતી કે લવ કુશ ભગવાન શ્રી રામ જીના પુત્ર છે, ત્યારે તે જાતે કરીને લવ કુશ સાથે યુદ્ધમાં હારી ગયા હતા જયારે માતા સીતાએ મહાબલી હનુમાનજીને બંધનમાં જોયા તો તેમને બંધન માંથી મુક્ત કરવા માટે લાડુનો ભોગ લગાવ્યો હતો એવું કહેવાય છે કે ત્યારથી જ અહી હનુમાનજીને લાડુનો ભોગ લગાવાય છે. તેનાથી મહાબલી હનુમાનજી પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની બધી ઈચ્છા પૂરી કરે છે.