હનુમાનજીની પૂજા દરમિયાન તેમને જરૂર અર્પણ કરો આ 3 વસ્તુ

બજરંગબલીની પૂજા કરવા માટે સૌથી સારો દિવસ મંગળવાર માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ખરેખર કેમ આ દિવસે જ હનુમાનજીની પૂજા કરવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે? ખાસ કરીને આપણી પૌરાણીક માન્યતાઓ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારના દિવસે થયો હતો અને મંગળ ગ્રહ પણ તેની જ સાથે જોડાયેલો છે. એટલા માટે હનુમાનજીની પૂજા માટે આ દિવસ યોગ્ય માનવામાં આવે છે.

પૂજા કરવાથી મળે છે ઘણા લાભ

હનુમાનજી માટે વ્રત રાખવાથી અને તેના પાઠ કરવાથી માણસની અંદર આત્મવિશ્વાસ વધી જાય છે અને તેની તમામ તકલીફો દુર જ થઇ જાય છે. હનુમાનજીની આરાધના દર મંગળવારે કરવાથી જીવનમાં ક્યારેય પણ હારનો સામનો પણ નથી કરવો પડતો. પૂજા કરતી વખતે જો બજરંગબલીને નીચે જણાવેલી ત્રણ વસ્તુ ચઢાવી દેવામાં આવે તો પૂજા એકદમ સફળ થઇ જાય છે.

આ ત્રણ વસ્તુ જરૂર કરો હનુમાનજીને અર્પણ :

ધજા ચડાવો

ધજા ચડાવવાથી હનુમાનજી તમારું રક્ષણ કરે છે અને તમારી ઉપર કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી આવવા દેતા. એવું કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનની સેનાએ તમામ રથો ઉપર કેસરિયો ધ્વજ લગાવ્યો હતો અને આ ધ્વજ હનુમાનજી સાથે જોડાયેલો હતો. રથમાં લાગેલી ધજાએ પાંડવોનું રક્ષણ યુદ્ધ દરમિયાન કર્યું હતું. એટલા માટે જો તમે કોઈ પરીક્ષા કે કોઈ મહત્વના કાર્યો કરવા જઈ રહ્યા છો તો મંગળવારના દિવસે મંદિર જઈને કેસરી રંગની ધજા ભગવાનને ચડાવી દો.

પૂજા દરમિયાન જરૂર ચડાવો તુલસી

ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામની પૂજા દરમિયાન તુલસીનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. રામ ભગવાનની જેમ જ હનુમાનજીને પણ તુલસી ચડાવવામાં આવે તો તે દરેક મનોકામના પૂરી કરી દે છે. એટલા માટે જયારે પણ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જાવ તો તેમની પાસે ફૂલ સાથે તુલસીના થોડા પાન રાખી દો. તુલસીનો ઉપયોગ પૂજા દરમિયાન કરવાથી ભગવાન ખુશ થઇ જાય છે.

સિંદુર ચડાવો

રામાયણ મુજબ એક વખત માતા સીતા પોતાના સેંથામાં સિંદુર લગાવી રહ્યા હતા અને માં સીતાને એમ કરતા જોઈ હનુમાનજી તેમને સિંદુર લગાવવાનું કારણ પૂછ્યું. હનુમાનજીને ત્યારે માતા સીતાએ જણાવ્યું કે સિંદુર લગાવવાથી શ્રી રામ હંમેશા તેમની સાથે રહેશે. એટલા માટે તે દરરોજ પોતાના સેંથામાં સિંદુર લગાવે છે. માતા સીતાની એ વાત સાંભળીને હનુમાનજીએ તરત જઈને પોતાના આખા શરીરમાં સિંદુર લગાવી દીધું જેથી શ્રીરામ હંમેશા તેમની સાથે રહે.

એ કારણથી ભક્ત લોકો હનુમાનજીને સિંદુર જરૂર અર્પણ કરે છે. તમે પણ હનુમાનજીના મંદિરે જાવ તો તેમને સિંદુર જરૂર ચડાવો. સિંદુર ઉપરાંત ચમેલીનું તેલ પણ હનુમાનજીને ચડાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ તેલ ચડાવવાથી શરીરને કોઈપણ પ્રકારના રોગ નથી થતા અને હનુમાનજી ઘણી બીમારીઓ સામે તમારું રક્ષણ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.