હનુમાનજીની એક ભૂલની સજા આજ સુધી ભોગવી રહી છે અહીંની મહિલાઓ

આમ તો બજરંગબલીને સંકટ મોચક કહેવામાં આવે છે, અને એવી માન્યતા છે કે કળિયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તોના સંકટ દુર કરવા માટે હાજર છે અને જયારે પણ કોઈની ઉપર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી પડે છે તો બજરંગબલીનું સ્મરણ જરૂર કરે છે. પરંતુ શું તમને ખબર છે આપણા જ દેશમાં એક એવું સ્થળ પણ છે જ્યાં આજ સુધી મહિલાઓ હનુમાનજીની કરેલી ભૂલની સજા ભોગવી રહી છે. તે સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહિ આવે પરંતુ એ સાચું છે. અને આજે અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે બજરંગબલીએ એ કઈ ભૂલ કરી હતી જેની સજા આજે કળિયુગમાં પણ મહિલાઓએ ભોગવવી પડી રહી છે.

એક તરફ જ્યાં લોકો પોતાની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે બજરંગબલીની સ્તુતિ કરે છે, ત્યાં ઉત્તરાખંડમાં એક એવું ગામ પણ છે જ્યાંની મહિલાઓ હનુમાનજીની ભૂલની સજા આજ સુધી ભોગવી રહી છે. ત્યાં સુધી કે એ કારણે આ ગામમાં હનુમાનજીની પૂજા પણ નથી કરવામાં આવતી. એટલા માટે અહિયાં ર્તેમનું મંદિર પણ નથી. હકીકતમાં આ પ્રસંગ રામાયણકાળનો છે, જયારે હનુમાનજી લક્ષ્મણ માટે સંજીવની લેવા દ્રોણાગીરી પર્વત ઉપર ગયા હતા. જો કે આજના ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલું છે.

ઉત્તરાખંડના દ્રોણાગીરી ગામ વિષે એવી પૌરાણીક માન્યતા ચાલતી આવે છે, કે જયારે બજરંગબલી સંજીવની શોધતા આ ગામમાં પહોંચ્યા તો ત્યાં તેમણે એક વુદ્ધ મહિલાને સંજીવની વિષે પૂછ્યું હતું, અને ત્યારે તે મહિલાએ સામે આવેલા એક પહાડ તરફ ઈશારો કરી દીધો. તે વખતે હનુમાનજી તે પહાડની નજીક પહોચ્યા, તો તે દુવિધામાં પડી ગયા કે આટલા મોટા પહાડમાં તે સંજીવની બુટ્ટી કેવી રીતે શોધે. અને આમ પણ તેમની પાસે સમય પણ ઓછો હતો. કેમ કે તેમને વહેલા માં વહેલું સંજીવ બૂટી લઈને પાછું જવાનું હતું અને લક્ષ્મણજીનો જીવ બચાવવાનો હતો.

એટલા માટે હનુમાનજી સમજ્યા વિચાર્યા વગર આખો પહાડ જ ઉખાડીને લઇ ગયા. જો કે આ પહાડ દ્રોણાગીરી ગામ વાળા માટે ઘણો મહત્વનો અને આરાધ્ય હતો. એટલા માટે આ ઘટનાથી દુ:ખી થઇને ગામ વાળા હનુમાનજીથી નારાજ થઇ ગયા, અને એ નારાજગી આજ સુધી જળવાયેલી છે.

કહેવાય છે, કે દ્રોણાગીરી ગામ વાળા હનુમાનજીના આ કૃત્યથી એટલા નારાજ થયા કે તેમણે હનુમાનજીને પહાડનું ઠેકાણું બતાવનારી વૃદ્ધ મહિલાઓનો જ સમાજ માંથી બહિષ્કાર કરી દીધો, અને ત્યાં સુધી કે આ વૃદ્ધ મહિલાની ભૂલની સજા આજે પણ તે ગામની મહિલાઓને મળી રહી છે. આજે પણ આ ગામ વાળા લોકો તે આરાધ્ય ફળની પૂજા કરે છે. તે પૂજામાં ગામની કોઈ મહિલાને આવવા દેવામાં નથી આવતી. સાથે જ પ્રથા છે કે એ પૂજા વાળા દિવસે કોઈપણ પુરુષ ઘરની મહિલાઓ સાથે ભોજન પણ કરતા નથી.

તો આવી રીતે દ્રોણાગીરી ગામની મહિલાઓ આજે પણ હનુમાનજી માટે કરવામાં આવેલી ભૂલની સજા ભોગવી રહી છે. અને એ કારણે આ ગામમાં હનુમાનજીની પુજા પણ નથી કરવામાં આવતી, અને ન તો તેમનું એક પણ મંદિર અહિયાં રાખવામાં આવ્યું. તેની સાથે જ આ ગામમાં કોઈને લાલ ધજા લગાવવાની મંજુરી પણ નથી.