ભારતમાં એવા ઘણા બધા મંદિર રહેલા છે જે પોત પોતાની વિશેષતા અને પોતાના ચમત્કારો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. કદાચ તમે લોકોએ પણ એવા ઘણા બધા મંદિરના દર્શન કર્યા હશે, જેની કોઈને કોઈ ખાસિયત કે પછી તે મંદિરનો કોઈ ચમત્કાર જરૂર હશે. આ મંદિરોના ચમત્કાર આગળ વેજ્ઞાનિકો પણ હાર માની ગયા છે. આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવવાના છીએ જે પોતાની ખાસ વિશેષતા અને ચમત્કાર માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે હિંદુ ધર્મ ગ્રંથોમાં બળ અને બુદ્ધીના દેવતા માનવામાં આવતા હનુમાનજીની ઉભી અને બેઠી મૂર્તિ તમામ મંદિરોમાં જોવા મળે છે. પરંતુ કદાચ તમને લોકોને એ વાતની ખબર નહિ હોય, કે હનુમાનજીનું એક એવું મંદિર રહેલું છે જ્યાં હનુમાનજીના માથાના આધારે ઉંધી મૂર્તિની પૂજા થાય છે. એક એવું મંદિર રહેલું છે જ્યાં માથાના આધારે ઉભેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
અમે જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ તે ઉંધા હનુમાનજીનું મંદિર છે, જે ઇન્દોરના સાંવરે નામના સ્થળ ઉપર સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળના સમયનું છે. મંદિરમાં ભગવાન હનુમાનજીના ઊંધા મુખ વાળી સિંદુરમાં શણગારેલી મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ હનુમાનજીની વિશ્વ એકમાત્ર ઉંધી મૂર્તિ છે. આ મંદિર તરફ તમામ લોકોનું ધ્યાન ઘણું આકર્ષિત થાય છે. આ મંદિર પ્રત્યે ભક્તોનો ભગવાન માટે અતુટ વિશ્વાસ અને ભક્તિ જોવા મળે છે. ભક્ત ભગવાન હનુમાનજીની ભક્તિમાં લીન થઈને તમામ ચિંતાઓને ભૂલી જાય છે.
આ મંદિર વિષે એવું જણાવવામાં આવે છે, કે જયારે રામાયણ કાળમાં ભગવાન શ્રીરામજી અને રાવણનું યુદ્ધ થઇ રહ્યું હતું ત્યારે અહીરાવણે એક ચાલ ચાલી હતી. તેણે રૂપ બદલીને પોતાને રામની સેનામાં જોડી લીધો હતો. અને જયારે રાત્રીના સમયે તમામ લોકો સુઈ રહ્યા હતા ત્યારે અહીરાવણે પોતાની જાદુઈ શક્તિથી શ્રીરામ અને લક્ષ્મણજીને મૂર્છિત કરીને તેમનું અપહરણ કરી લીધું હતું. તે એમને પોતાની સાથે પાતાળ લોકમાં લઈ થયો હતો. જ્યારે વાનર સેનાને આ વાતની જાણ થઇ તો ચારો તરફ હલચલ મચી ગઈ હતી.
મહાબલી હનુમાનજી ભગવાન શ્રીરામજી અને લક્ષ્મણજીની શોધમાં પાતાળ લોક પહોંચી ગયા હતા. ત્યાં હનુમાનજીએ અહીરાવણનો વધ કરીને ત્યાંથી પ્રભુ રામ અને લક્ષ્મણને સુરક્ષિત પાછા લઈને આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ એ જ સ્થળ છે જ્યાંથી હનુમાનજી પાતાળ લોક તરફ ગયા હતા. તે સમયે હનુમાનજીના પગ આકાશ તરફ અને માથું ધરતી તરફ હતું જેના કારણે તેની ઉંધી રીતે પૂજા થાય છે.
મહાબલી હનુમાનજી આ મંદિર વિષે એવું માનવામાં આવે છે, કે જો કોઈ વ્યક્તિ ત્રણ મંગળવાર કે પાચ મંગળવાર સુધી આ મંદિરના દર્શન માટે સતત આવે છે, તો તેની તમામ તકલીફો અને દુ:ખ દુર થઇ જાય છે, અને તે વ્યક્તિની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. અહિયાં દર મંગળવારના દિવસે હનુમાનજીને ચોળા અર્પણ કરવાની માન્યતા છે. ઉંધા હનુમાનજી મંદિરના દર્શન માત્રથી જ ભક્તોની તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે. આ મંદિરમાં ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણજી અને શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ બિરાજમાન છે. આ મંદિરમાં રહેલા હનુમાનજીની મૂર્તિને ઘણી ચમત્કારી માનવામાં આવે છે.