હનુમાનજીની પૂજા પછી જરૂર કરો આ 5 કામ, જલ્દી પ્રસન્ન થશે બજરંગબલી

દરેક મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. લગભગ દરેક આ દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે. આ કડીમાં લોકો હનુમાનજીની વિધિ પૂર્વક સાચા મનથી પ્રાર્થના પણ કરે છે. અમુક લોકો હનુમાન ચાલીસાના પાઠ પણ કરે છે. તેવામાં આજે અમે તમને આ પૂજા પછી કરવામાં આવતા કામો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

જો મંગળવાર કે શનિવારે તમે તમારી સંપૂર્ણ હનુમાન પૂજા પછી આ કામ કરો છો, તો બજરંગબલીના આશીર્વાદ તરત મળશે અને તમારી મનોકામનાઓ પણ પૂરી થશે. તેનું કારણ એ છે કે આ કામનો સીધો સંબંધ હનુમાનજીને પ્રસન્નતા અને આશીર્વાદ સાથે હોય છે. આ કામ તેમનું ધ્યાન આકર્ષિત કરે છે. દુનિયા આખીમાં હનુમાનજીના કેટલાય કરોડો ચાહકો છે. તેવામાં સૌથી પહેલા તેનું ધ્યાન ખેંચવા માટે ભક્તોમાં ધગશ રહેતી હોય છે.

અન્નનું સેવન ન કરો :-

હનુમાનજીની પૂજા કર્યા પછી તમે એક દિવસ માટે અન્ન ત્યાગ કરો છો, તો તે ઘણા રાજી થાય છે. તે એક પ્રકારનો ઉપવાસ હોય છે, જે હનુમાનજી પ્રત્યે તમારી આકરી સાધના દર્શાવે છે. તમે તે દિવસે ફળનું સેવન જરૂર કરી શકો છો. આમ તો જો તમે આ વ્રત કરવામાં સક્ષમ છો તો કરો. નહિ તો ન કરો.

પ્રસાદ વિતરણ :-

હંમેશા હનુમાન પૂજા પછી લોકો પ્રસાદ લઈને ઘરે જતા રહે છે. જે અમુક તો પ્રસાદ ચડાવતા પણ નથી. પરંતુ જો તમે આ પ્રસાદને મંદિરમાં કે પોતાના ઘર આસપાસના લોકોમાં વિતરણ કરો છો, તો તે હનુમાનજીને ખુશ કરી દે છે. તેનો અર્થ છે કે તમારું દિલ ઘણું મોટું છે અને તમે તમારી સકારાત્મક ઉર્જા પ્રસાદ તરીકે બીજામાં વહેચી રહ્યા છો.

સાફ સફાઈ :-

પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીની આસપાસ થોડી ઘણી ગંદકી પણ થઇ જાય છે. એટકે કે અગરબત્તીથી પડતી રાખ. કે બીજી પૂજા સામગ્રીનું જમીન ઉપર પડવું વગેરે. તેવામાં જો દિવસ આખો તેની મૂર્તિ આસપાસ સાફ સફાઈનું વિશેષ ધ્યાન આપો. એમ નહી કરો તો પૂજા પછી તે બાકી જ રહી જશે.

રામ નામ :-

હનુમાનજી રામના કેટલા મોટા ભક્ત છે. તેવામાં તમારે પણ હનુમાન પૂજા પછી ભગવાન રામને યાદ જરૂર કરવા જોઈએ. તેનાથી તમને બમણા આશીર્વાદ પ્રાપ્ત થશે. એટલા માટે હંમેશા હનુમાન સાથે શ્રીરામને પણ યાદ કરવામાં આવે છે.

થોડા ઉત્તમ કામ :-

હનુમાન પૂજા પછી તમે થોડા પણ ઉત્તમ કામ જેવા કે પૈસાનું દાન, કોઈ ભૂખ્યા જાનવર કે માણસને ભોજન ખવરાવવું વગેરે કરી શકો છો. તેનાથી તમારા ઘરમાં બરકત હંમેશા જળવાઈ રહેશે અને ધનની ખામી ક્યારે પણ નહિ રહે.

આ હતા પાંચ કામ જે તમારે હનુમાન પૂજા પછી જરૂર કરવા જોઈએ. તમે ધારો તો આ તમામ કામને એક સાથે કરો કે અલગ અલગ કરો. તે બધું તમારી ઉપર આધાર રાખે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.