હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં આજે પણ રહેલા છે તેમના પગલાના ચિહ્નો, કોઈ પણ ભક્ત ખાલી હાથ પાછા નથી આવતા

ભગવાન હનુમાનજી વિષે એવું જણાવવામાં આવે છે, કે આ કળિયુગમાં એકમાત્ર એવા દેવતા છે જે એમના તમામ ભક્તોની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે. જે ભક્તો સાચા મનથી તેમની પૂજા અર્ચના કરે છે તેને હનુમાનજી ક્યારે પણ નિરાશ નથી કરતા. પોતાના તમામ ભક્તોની તમામ મનોકામના તે જુરુર પૂરી કરે છે. આપણા આખા ભારત દેશમાં હનુમાનજીના ઘણા બધા મંદિર રહેલા છે, જે પોતાની ખાસિયત અને ચમત્કાર માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

આજે અમે એ મંદિરો માંથી જ એક એવા હનુમાનજીના મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જે ભક્તો વચ્ચે આસ્થાનું કેન્દ્ર બનેલું છે. ખાસ કરીને આ મંદિરની અંદર આજે પણ હનુમાનજીના પદ ચિન્હ રહેલા છે, અને તે તેમના ભક્તોની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે.

ખાસ કરીને અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ, તે દરિયા કાંઠાથી ૮૦૪૮ ફૂટની ઊંચાઈ ઉપર જાખું ડુંગર પર આવેલું છે, જે શિમલા શહેરની ઘણી જ સુંદર તળેટી છે. અને તે તળેટી ઉપર ભગવાન હનુમાનજીનું આ મંદિર આવેલું છે, જેના પ્રત્યે ભક્તોની આસ્થા જોવા મળે છે. આ મંદિર રામાયણ કાળ સાથે જોડાયેલું છે. આ સ્થળ ઉપર મોટી સંખ્યામાં વાંદરા રહેતા હતા. એવું જણાવવામાં આવે છે કે આ વાંદરા ભગવાન હનુમાનજીની રામાયણ કાળથી જ રાહ જોઈ રહ્યા છે.

જાખુ મંદિરમાં હનુમાનજીની ૧૦૮ ફૂટ ઉંચી વિશાળ મૂર્તિ રહેલી છે, જેને શિમલાના કોઈ પણ ખૂણા માંથી ઘણી સરળતાથી જોઈ શકાય છે. અહિયાંના લોકોનું એવું માનવું છે કે અહિયાં જે પણ ભક્ત પોતાના સાચા મનથી આવે છે, તે આજ સુધી ખાલી હાથે પાછા નથી ફરતા. તેમની તમામ ઇચ્છાઓ હનુમાનજી પૂરી કરે છે.

પૌરાણીક માન્યતા મુજબ એવું જણાવવામાં આવે છે, કે ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાન લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા હતા. ત્યારે લક્ષ્મણજીનો જીવ બચાવવા માટે મહાબલી હનુમાનજી સંજીવની બુટી લેવા માટે હિમાલય તરફ આકાશના રસ્તેથી જઈ રહ્યા હતા. બસ તે દરમિયાન તેમની નજર અહિયાં તપસ્યા કરી રહેલા યક્ષ ઋષિ ઉપર પડી ગઈ હતી. પાછળથી આ જગ્યાનું નામ યક્ષ ઋષિના નામ ઉપર જ યક્ષ યાકથી લઈને યાકુ યાકુથી જાખું સુધી બદલાતું ગયું હતું. મહાબલી હનુમાનજી આરામ કરવા અને સંજીવની બુટીનો પરિચય મેળવવા માટે જાખું પર્વતના જે સ્થળ ઉપર ઉતર્યા હતા તે સ્થળ ઉપર આજે પણ તેના પદ ચિન્હ સંગેમરમર માંથી બનેલા છે.

જયારે મહાબલી હનુમાનજીએ યક્ષ ઋષિ પાસે સંજીવની બુટી વુશે પરિચય મેળવી લીધો, ત્યારે હનુમાનજીએ યક્ષ ઋષિને પાછા ફરતી વખતે તેમને મળવાનું વચન આપ્યું હતું, અને દ્રોણ પર્વત તરફ નીકળી પડ્યા હતા. રસ્તામાં કાલનેમી નામના રાક્ષસના કુચક્રમાં ફસાઈ જવાને કારણે તેમની પાસે સમય ન હતો બચ્યો, ત્યારે મહાબલી હનુમાનજી ટૂંકા રસ્તાથી થઈને લક્ષ્મણ પાસે પહોંચ્યા હતા. જયારે હનુમાનજી એમને મળવા પાછા ન આવ્યા ત્યારે યક્ષ ઋષિ ઘણા દુ:ખી થઇ ગયા હતા.

મહાબલી હનુમાનજીએ તેમને દર્શન આપ્યા ત્યાર પછી આ સ્થળ ઉપર હનુમાનજીની સ્વયંભુ મૂર્તિ પ્રગટ થઇ, જેને લઈને આ સ્થળ ઉપર યક્ષ ઋષિએ હનુમાનજીનું મંદિર બનાવરાવ્યુ હતું. આ મૂર્તિ આજે પણ આ મંદિરમાં સ્થાપિત છે અને દુર દુરથી લોકો પોતાના મનમાં ઘણી બધી ઈચ્છાઓ લઈને અહિયાં દર્શન માટે આવે છે.