મહિલાના કપડાને કારણે લુટાઈ ગઈ ખુશીઓ, કહ્યું બધું એટલું જલ્દી બન્યું કે સમજી જ ન શકી

આજકાલના ઝડપી જમાનામાં લોકો પોતાના દરેક કામ માટે સખત દોડધામ કરતા રહે છે, અને તેના માટે લોકો કાર, બાઈક અને અન્ય વાહનોનો ઉપયોગ કરતા હોય છે. અને રોડ ઉપર વાહનોની સંખ્યા એટલી વધી ગઈ છે કે કેટલા પણ પહોળા રોડ બનાવવામાં આવે, તેમ છતાં પણ તે નાના પડતા હોય છે. અને લોકો વાહન ચલાવતી વખતે કેટલી પણ કાળજીથી વાહન ચલાવે છતાંપણ અકસ્માતોનો ભોગ બનતા જ રહે છે. તેનું એક જ કારણ છે કે દરેકને જવા માટેની ઉતાવળ જ હોય છે, અને જલ્દીથી નીકળવાની ભાંજગડમાં અકસ્માતનો ભોગ બનતા હોય છે.

અને ઘણા લોકો નાની નાની બેદરકારીને કારને અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેવા કે જરૂર કરતા વધુ ઝડપથી વાહન ચલાવવા, વાહન ચલાવતી વખતે સ્ટંટ કરવા, મહિલાઓના પોશાક વગેરે કારણો જવાબદાર હોય છે. ઘણા વાહન ચાલકોનો દોષ ન હોવા છતાંપણ સામે વાળાની ભુલથી અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવા પ્રકારનો એક અકસ્માત ફિલીપાઈન્સમાં બની છે, જેમાં એક બાળકીનો ભોગ લેવાયો છે, અને તે પણ પોતાની માતાની એક નાની એવી બેદરકારીને કારણે. તો આવો જાણીએ આ ઘટના વિશે વિસ્તારથી.

ફિલીપાઈન્સમાં ૧૯ મહિનાના બાળકના મૃત્યુની એક હ્રદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. બાળક બાઈક ઉપર પોતાની માં ના ખોળામાં હતું અને ધોમ ધખતા તાપથી તેને બચાવવા માટે માથા ઉપર સ્કાર્ફ ઓઢાડી દીધું હતું.

બાળકના ગળામાં ફસાયેલા સ્કાર્ફનો એક ભાગ બાઈકના ટાયરની નીચે આવી ગયો અને બાળક ઉછળીને નીચે આવી ગયું. ત્યારે પાછળથી આવી રહેલા એક બાઈક સવારે તેને કચડી નાખ્યું. અકસ્માત ડોક્ટર પાસે તપાસ કરાવીને પાછા ફરતી વખતે થયો. ઘટના નોર્દન સમર આઈલેન્ડની છે. ૨૫ વર્ષની લોર્ના સ્ટીફની ન્યુએવા પોતાની બાળકી પ્રિંસ કૈલોટને ડોક્ટરને દેખાડીને બાઈક ઉપર પાછા ફરી રહ્યા હતા કે ત્યારે આ અકસ્માત થયો. લોર્નાએ દીકરીને ખોળામાં લઇ રાખી હતી, તે તેની માં બાઈક ચલાવી રહી હતી.

આકરા તાપને લીધે તેને દીકરી પ્રિંસના માથા ઉપર સ્કાર્ફ ઓઢાવીને રાખ્યો હતો, જે અકસ્માતનું કારણ બન્યું. તે સ્કાર્ફ ગળામાં વીંટાઈને બાઈકના પૈડામાં જઈને ફસાયું અને જેવું સ્કાર્ફ ખેંચાયું, તેવી જ બાળકી માથા ભેર ઉછળીને જમીન ઉપર આવીને પડી. પાછળ બાઈક ઉપર આવી રહેલા બે છોકરા સ્પીડ ઉપર કંટ્રોલ ન કરી શક્ય અને રોડ ઉપર પડેલી બાળકીને કચડી દીધી. બાળકીનું માથું ધડથી અલગ થઇ ગયું અને રોડ ઉપર પડી રહ્યું.

તમને આ લેખ તમારા મિત્રો, સંબંધિઓને જરૂર શેર કરશો જેથી તેઓ પણ આવી દુર્ઘટનાથી બચી શકે અને સાવચેત બની શકે અને તેમની સાથે આ પ્રકારની ઘટના ન બને.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.