499 વર્ષ પછી હોળી ઉપર શુભ સંયોગ, મકરમાં શની અને ધન રાશીમાં ગુરુ.

મકરમાં શનિ અને ધન રાશિમાં ગુરુ હોવાના કારણે 499 વર્ષ પછી હોળી ઉપર શુભ સંયોગ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

ઈ.સ. ૧૫૨૧ પછી આ વર્ષે હોળી ઉપર ૯ માર્ચે મકર રાશી માંથી શની ગ્રહ અને ગુરુ પોતાની ધન રાશીમાં રહેશે. જેને લઈને હોળી ઉપર શુભ સંયોગ રહેશે. આ પહેલા ૩ માર્ચ ૧૫૨૧ એટલે ૪૦૦ વર્ષ પહેલા હોળીના દિવસે બંને ગ્રહોના પોત પોતાની રાશીઓમાં હોવાને કારણે આવો સંયોગ ઉભો થયો હતો.

જ્યોતિષાચાર્ય આચાર્ય લવકુશ શાસ્ત્રીએ જણાવ્યું કે હોલિકા દહન વખતે આ વર્ષે ભદ્રાકાળની બાધા નહિ રહે. ફાગણ માસની પુનમ એટલે હોળી દહન દિવસ ભદ્રાકાળ સવારે સૂર્યોદયથી શરુ થઈને બપોરે દોઢ વાગે જ પૂર્ણ થઇ જશે. એ રીતે સાંજે પ્રદોષ કાળમાં એટલે કે સાંજે ૬.૩૦ થી ૭.૨૦ સુધી કરવામાં આવી શકશે. અને પુનમ તિથી રાતના ૧૧ વાગ્યા સુધી રહેશે.

૯ માર્ચ ૨૦૨૦ના રોજ થશે હોલિકા દહન, આ છે હોલિકા દહનની વિધિ

હોળી ઉપર ૯ માર્ચના સોમવાર અને પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોવાને લીધે ધજા યોગ રહેશે, જે તમામ રાશીઓના વ્યક્તિને યશ-કીર્તિ અને વિજય પ્રદાન કરવા વાળા રહેશે. બીજી તરફ સોમવારના રોજ પુનમ તિથી હોવાને કારણે ચંદ્રમાંની અસર વધુ રહેશે. જ્યોતિષાચાર્ય પંડિત અરવિંદ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સોમવારે ચંદ્રમાંનો દિવસ માનવામાં આવ્યો છે. હોળી ઉપર સ્વરાશી સ્થિત ગુરુની દ્રષ્ટિ ચંદ્રમાં ઉપર રહેશે, જેથી ગજકેસરી યોગની અસર રહેશે.

તિથી-નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિમાં હોલિકા દહન ઉપર રોગ, શોક અને દોષનો નાશ થશે, દુશ્મનો ઉપર વિજય પણ મળશે. હોળી ઉપર શુક્ર મેષ રાશી, મંગલ અને કેતુ ધન, રાહુ મિથુન, સૂર્ય અને બુધ કુંભ અને ચંદ્ર સિંહ રાશીમાં રહેશે. ગ્રહોના આ યોગોમાં હોળી આવવાથી તે શુભ ફળ આપનારી રહેશે.

ખેડૂતો માટે પણ શુભ જ્યોતિષાચાર્ય પંડિત અરવિંદ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ આ વખતે પુનમ સોમવારના રોજ આવી રહી છે. ગુરુ અને શની આ વખતે સૂર્યના નક્ષત્રમાં ઉતરાષાઢામાં રહેશે. પુનમ સોમવારે આવવાને કારણે પુરવા પર્વ નક્ષત્ર પછી ઉત્તરા પર્વ નક્ષત્ર છે. તેમાં હોળી આવવાથી કાર્યક્ષેત્રમાં વૃદ્ધીની શક્યતા રહેશે, સાથે જ સોમ્ય યોગ હોવાને કારણે ખેડૂતો માટે હોળી સારી રહેશે.

હોલિકા દહન સોમવારે ૯ માર્ચે

હોલિકા દહન મુહુર્ત સાંજે ૬.૨૬થી ૯.૦૨ સુધી.

સમયગાળો ૦૨ કલાક ૩૬ મિનીટ

આ વર્ષે હોલિકા દહન પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશિમાં રહેશે. સાંજે ૬.૪૪થી રાત્રે ૯.૦૨ સુધીનો સમયગાળો હોલિકા દહન માટે સર્વોત્તમ છે. ૧૫૨૧ વર્ષ પછી મકર રાશીમાં શની અને ધન રાશિમાં ગુરુ હોવાને લઈને હોળી શુભફળદાયી હોવા સાથે જ વિશેષ સંયોગમાં મનાવવામાં આવશે. પંડિત હ્રદયરંજન શર્મા, જ્યોતિષાચાર્ય, ગુરુ જ્યોતિષ શોધ સંસ્થા.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.