તમારા જ ઘરમાં છે હરસ (Piles) નો સૌથી સહેલો અને સસ્તો ઈલાજ

આજના સમયમાં હરસ સૌથી વધુ વધી રહેલ છે. આ ઘણો જ કષ્ટદાયક રોગ છે. જેનો તરત જ શરૂઆતના સ્ટેજ ઉપર જ સારવાર ફાયદાકારક રહે છે. અહીંયા તમને હરસ ના ઈલાજ માટે ઉપાય ઘરગથ્થુ નુસખા જણાવવા જઈ રહયા છીએ. જેના દ્વારા તમે ઘેર જ થોડા દિવસોમાં લાભનો અનુભવ કરવા લાગશો.

લોહી વાળું અને મોટું હરસ

જો તમારુ હરસ ખૂબ જ વધુ જૂનું છે કે પછી ખૂબ ગંભીર થઈ ગયું છે તો આ આયુર્વેદિક નુસખા ઉપાય તેનો ઈલાજ કરવામાં થોડો સમય જરૂર લેશે. આવા ગંભીર રોગ એકદમ થી બે ત્રણ દિવસમાં ઠીક નથી થઈ જતા. આ હરસ નો મૂળમાંથી ઇલાજ છે. લોહી વાળા હરસ બાબા રામદેવ નો હરસનો ઈલાજ અને ઘર ગથ્થુ ઉપચાર.

હરસ નો ઈલાજ બાબા રામદેવ લોહી વાળા અને બાદી.

અનિયમિત જીવનધોરણ ને લીધે ફેલાતા હરસ ના રોગ માં વ્યક્તિએ વધુ સમય એક જ સ્થિતિમાં બેસવુ અને ઉભું ન રહેવું જોઈએ. માસ અને તળેલી એવી વસ્તુથી દૂર રહેવું જોઈએ સાથે જ સવાર સાંજ ચાલવાનું રાખવું જોઈએ.. આ રોગમાં ભોજન એવું લેવું જોઈએ જેનાથી મળ ત્યાંગ કરવામાં તકલીફ ન પડે, એટલા માટે ભોજન ચાવી ચાવીને સારી રીતે કરવું હરસ શુ છે? વાંચો આ બધું.

લીંબુ અને દૂધ

બાબા રામદેવ શિબિર – જે હરસ નો રોગ છે, છેલ્લા 20 વર્ષમા અમે લાખો લોકો ઉપર પ્રયોગ કરેલ છે, લીંબુને થોડા દૂધ સાથે સવારે સવારે ખાલી પેટ પીવરાવી દો, એક લીંબુ, ઠંડુ દૂધ (ઠંડુ દૂધ એટલે કે તેનું તાપમાન ઠંડુ હોવું જોઈએ ) એક વાત બીજી ધ્યાન રાખશો ફ્રિજ નું ઠંડુ દૂધ ન લેવું. આમ તો એ વાત કાયમ માટે ધ્યાન માં રાખવી જોઈએ કે ફ્રિજમાં રાખેલ ઠંડા દૂધ નો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. તેને બદલે ક્યાંય પણ ઠંડુ દૂધ પીવાની ઈચ્છા હોય તો દૂધની થાળી કે મોટા વાસણમાં રાખીને ઠંડુ કરીને ઉપયોગમાં લઇ શકો છો, તો આપણે વાત કરી રહ્યા હતા હરસ ના ઘરગથ્થુ નુસ્ખાની, તો એક લીંબુ ને એક કપ દૂધમાં સવારે ખાલી પેટ પીવો

આવું સતત 7 દિવસ પ્રયોગ કરવાથી.(આમ તો ત્રણ જ દિવસમાં લોકોના હરસ માં સારું થવા લાગે છે, પણ સાત દિવસ આ પ્રયોગ કરવાથી લોકોને હરસમાં ખૂબ આરામ મળે છે (જો તમારું હરસ થોડા દિવસમાં એકદમ ઠીક ન થાય તો આ નુસખા નો ઉપયોગ તમે વધુ સમય સુધી કરી શકો છો જ્યાં સુધી તમારું હરસ ઠીક ન થઈ જાય)

તેના હજારો મારી પાસે રિપોર્ટ છે. પહેલા હુ તેમને ઘણું સમજાવતો હતો હવે ઘરગથ્થુ ઉપચાર થોડા ઓછા સમજાવી શકું છું. અને પુસ્તકોમાં પણ અમે લખેલ છે. અમે હમણાં શિબિરમાં લગભગ 250 લોકોના હરસ આ આયુર્વેદિક નુસ્ખાથી ઠીક કરેલ છે, અને તમે જોઈ શકો છો આ બધાં લોકો તમારી સામે જ બેઠા છે.

કોઈ ઔષધીનો તો 25-૫૦ લોકો ઉપર પ્રયોગ કરેલ તો તે ક્લિનીકલી ફિટ માનવામાં આવેલ છે કોઈપણ મેડિકલ ક્લિનિક કન્ટ્રોલ થાય છે 50 એટલે કે કોઈ દવા થી 50 લોકોનો ઈલાજ થઈ શકે છે તો પછી તેને માર્કેટ માં મોકલી દે છે, પણ અહીંયા તો 400-500 લોકો ઉપર પ્રયોગ કરવામાં આવેલ હતો અને તે બધા આ ઇલજથી સંતુષ્ટ પણ છે.

હરસનો કુદરતી રીતે ઉપચાર કેવી રીતે કરવો જોઈએ, અને કુદરતી રીતે ઉપચાર કરવાની કઈ કઈ રીતો હોય છે, તે વાતો જાણવા માટે આ જાણકારી જરૂર પડશે. અહિયાં હરસને કુદરતી રીતે દુર કરવાની રીતો જણાવવામાં આવેલ છે. જે દર્દીને જરૂર ખબર હોવી જોઈએ.

કેળા અને કપૂરથી

બીજી વાત અ ઔષધી અમને ૨૦-૨૨ વર્ષ પહેલા સુરતમાં કોઈ આપતા હતા, તે કોઈને જણાવતા ન હતા. એવું જ અમે તેની ભાળ મેળવી લીધી છે તો લાગ્યું કે અમે બીજાને પણ જણાવી દઈએ. એક બીજો પ્રયોગ છે હરસ માટે, ખાવાનું કપૂર હોય છે ને, એક તો હોય છે સળગવ વાનું કપૂર તે તો સારું નથી ગણાતું, તે ખાવાના કામમાં નથી આવતું.

તેને કહે છે ભીમસેની કપૂર (દેશી કપૂર) તો દેશી કપૂરને એક કેળામાં નાખીને, એટલે કેળાની વચ્ચે થી થોડું કાપી લો અને તેમાં આ દેશી કપૂર ઝીણું કરીને નાખી દો. તો આવી રીતે કેળામાં કપૂર ભેળવીને ગળી જાવ, કેમ કે સીધી રીતે કપૂર ખાવામાં આવે તો તે દાંતને ખુબ નુકશાન કરે છે. આ પ્રમાણે ત્રણ દિવસ ખાલી પેટ આપવાનું છે.

નાગદોન

આ વાત હશે લગભગ ત્રણ વર્ષ પહેલાની પછી અમે પણ ઘણા લોકોને આ પ્રયોગ કરાવેલ. વધુ કપૂર ન આપવું જોઈએ. બસ ચણા જેટલું. એક પાંદડું હોય છે નાગદોન. નાગદોનના પાંદડા હમેશા પોતાના ઘરમાં ગુમડા ઉપર લગાવે છે. ખુબ લીલું લીલું હોય છે. કોઈપણ જાતનું લોહી નીકળી રહ્યું હોય નાગદોનના ત્રણ થી ચાર પાંદડા ચાવી લો અને ઉપરથી પાણી પી લો. મેં મારા હાથથી સેંકડો લોકોને આપેલ છે. કોઈપણ પ્રકારનું લોહી નીકળી રહ્યું હોય ત્રણ દિવસની અંદર રાહત થવાનું શરૂ થઈ જાય છે.

હરસ પાઈલ્સ ફીટસુલા ની તકલીફ ખુબ પીડાદાયક હોય છે અને તેના માટે ઓપરેશન કરાવે છે, ઓપરેશન કરાવ્યા પછી ફરીથી હરસ થઇ જાય છે, પછી શું કરવું. પાઈલ્સ ફીટસુલા માટે સૌથી સારું છે કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પાઈલ્સ ફીટસુલા તો ઠીક થઇ જાય જ છે સાથે જ ભગંદર જેના માટે ઘણી વાર ઓપરેશન પણ સફળ થતું નથી.

અને ઓપરેશન કર્યા પછી ફરી વખત ભગંદર થઇ જાય છે, ઘણી ખરાબ સ્થિતિ થઇ જાય છે. અને આવી સ્થિતિમાં અમે જોયું કપાલભાતિ પ્રાણાયામ બ્રાહ્મી પ્રાણાયામ જોરદાર લાભદાયક રહે છે. તેમાં અગ્નિશારક ક્રિયા પણ ફાયદો કરે છે અને સાથે સાથે અશ્વિની મુદ્રા એટલે કે જેનાથી અશ્વ લેટરીન કર્યા પછી જયારે anus ખેંચાય છે અને ઢીલું છોડે છે તેવી જ રીતે anus ને ઢીલું છોડવું અને ખેંચવું એટલે કે મૂળબંધ લગાવવું અને ઢીલું છોડવું આ ક્રિયા કરવાથી પણ હરસ માં ઘણો ફાયદો થાય છે.

હરસ માટે રામદેવ બાબાનો ઉપચાર

ઘરગથ્થું ઉપચાર તરીકે તમે ૧૦૦ ગ્રામ હરડે, ૧૦૦ ગ્રામ રસોત આ બધાનો પાવડર કરીને ૧-૨ ગ્રામ સવાર સાંજ છાશ સાથે લો, ઘણો ફાયદો થશે. નારિયેળની ચોંટી (નારિયેળના છોતરા) નો પાવડર કરીને ૧-૨ ગ્રામ ને છાશ સાથે નિયમિત રીતે થોડા દિવસો સુધી લો. લોહી વાળા હરસમાં લાભ થઇ જાય છે. આંબળા, કુવારપાઠું જ્યુસ નિયમિત રીતે પીવાથી પણ હરસ, ફીટસુલા એકદમ ઠીક થઇ જાય છે. તળેલી વસ્તુથી દુર રહો, ગરમ વસ્તુથી પણ દુર રહો, લીલા શાકભાજીનું સેવન કરો, સવારે ઉઠીને પાણી જરૂર પીવો, રીગણ, ગરમમસાલા, વધુ મરચું, અથાણું તેનાથી દુર રહો તો તમને હરસ ની બીમારીમાંથી જલ્દી થી છુટકારો મળશે.

કોઈ પણ ઉપાય કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વિડીયો :