જાણો નાગા બનતી વખતે સાધુઓએ આપવી પડે છે કેવી કઠિન પરોક્ષાઓ

નાગા સાધુ બનવાની પ્રક્રિયા : નાગા સાધુ બનવા માટે એટલી આકરી પરીક્ષાઓ માંથી પસાર થવું પડે છે કે કદાચ કોઈ સામાન્ય માણસ તેને પસાર નથી કરી શકતા. નાગાઓને સામાન્ય દુનિયાથી અલગ અને વિશેષ બનવાનું હોય છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે. જાણો કઈ પ્રક્રિયાઓ માંથી એક નાગા સાધુને પસાર થવું પડે છે.

પૂછપરછ : જ્યારે પણ કોઈ વ્યક્તિ સાધુ બનવા માટે કોઈ અખાડામાં આવે છે, તો તેને ક્યારે પણ સીધે સીધા અખાડામાં જોડી દેવામાં નથી આવતા. અખાડા પોતાની રીતે એ પૂછપરછ કરે છે કે તે સાધુ કેમ બનવા માંગે છે? તે વ્યક્તિની તથા તેના પરિવાર વાળાની સંપૂર્ણ પુષ્ઠભૂમિ જોવામાં આવે છે.

જો અખાડાને એવું લાગે છે કે આ સાધુ બનવા માટે યોગ્ય વ્યક્તિ છે, તો જ તેને અખાડામાં પ્રવેશની પરવાનગી મળે છે. અખાડામાં પ્રવેશ પછી તેની બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં તપ, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, ધ્યાન, સન્યાસ અને ધર્મનું અનુસાશન અને નિષ્ઠા વગેરે ખાસ કરીને જોવા સમજવામાં આવે છે.

તેમાં ૬ મહિનાથી લઈને ૧૨ વર્ષ સુધી સમય લાગી જાય છે. જો અખાડા અને તે વ્યક્તિના ગુરુ એ નક્કી કરી લે કે તે દીક્ષા આપવા લાયક થઇ ગયો છે, પછી જ તેને આગળની પ્રક્રિયામાં લઇ જવામાં આવે છે.

ત્યાર પછી તે પોતાનું શ્રાદ્ધ, મુંડન અને પિંડદાન કરે છે, અને ગુરુ મંત્ર લઈને સન્યાસ ધર્મમાં દીક્ષિત થાય છે. ત્યાર પછી તેનું જીવન અખાડા, સંત, પરંપરાઓ અને સમાજ માટે સમર્પિત થઇ જાય છે. પોતાનું શ્રાદ્ધ કરી દેવાનો અર્થ થાય છે સાંસારિક જીવન સાથે સંપૂર્ણ અલગ થઇ જવું, ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવું અને દરેક પ્રકારની કામનાનો અંત કરી દેવાનું હોય છે.

નાગા સાધુઓ વિષે એ પણ કહેવામાં આવે છે કે તે સંપૂર્ણ નિર્વસ્ત્ર રહીને ગુફાઓ, ખંડર (વેરાન જગ્યાઓ)માં આકરૂ તપ કરે છે. પાચ્ય વિદ્યા સોસાઈટી મુજબ નાગા સાધુઓના અનેક વિશિષ્ઠ સંસ્કારોમાં એ પણ જોડાયેલું છે કે તેમની કામેન્દ્રીયને ભંગ કરી દેવામાં આવે છે.

આવી રીતે જ શારીરિક રીતે તો બધા નાગા સાધુ અલગ થઇ જાય છે પરંતુ તેમની માનસિક અવસ્થા તેમના પોતાના તપ બળ ઉપર આધાર રાખે છે.

હાલમાં ઘણા અખાડામાં મહિલાઓને પણ નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. તેમાં વિદેશી મહિલાઓની સંખ્યા પણ ઘણી છે. આમ તો મહિલાઓ માટે નાગા સાધુ અને પુરુષ માટે નાગા સાધુના નિયમ સરખા જ છે. ફરક માત્ર એટલો જ છે કે મહિલા નાગા સાધુએ એક પીળું વસ્ત્ર લપેટીને રાખવું પડે છે, અને તે વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. નાગા સ્નાનની પરવાનગી તેમને નથી, ત્યાં સુધી કે કુંભ મેળામાં પણ નહિ.

વિદેશી નાગા સાધુ સનાતન ધર્મ, યોગ, ધ્યાન અને સમાધીને કારણે હંમેશા વિદેશીઓને આકર્ષિત કરતા રહે છે, પરંતુ હવે ઘણું ઝડપથી ખાસ કરીને યુરોપની મહિલાઓ વચ્ચે નાગા સાધુ બનવાનું આકર્ષણ વધતું જઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં મહાકુંભમાં, મહારાષ્ટ્રના નાસિકના સીહંસ્થ કુંભમાં વિદેશી મહિલા નાગા સાધુ પણ આકર્ષણના કેન્દ્રમાં રહે છે. નાગા સાધુ બનવા માટે આકરી પ્રક્રિયા અને તપસ્યા માંથી પસાર થવું પડે છે એ જાણતા હોવા છતાપણ વિદેશી મહિલાઓએ તેને અપનાવ્યું છે.

મહાપુરુષ : જો વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરવાની પરીક્ષા માંથી સફળતાપૂર્વક પસાર થઇ જાય છે, તો તેને બ્રહ્મચારી માંથી મહાપુરુષ બનાવવામાં આવે છે. તેને પાંચ ગુરુ બનાવવામાં આવે છે. આ પાંચ ગુરુ પંચ દેવ કે પંચ પરમેશ્વર (શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશ) હોય છે. તેને ભસ્મ, ભગવા, રુદ્રાક્ષ વગેરે વસ્તુ આપવામાં આવે છે. તે નાગોનું પ્રતિક અને આભુષણ હોય છે.

અવધૂત : મહાપુરુષ પછી નાગાઓને અવધૂત બનાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલા તેને પોતાના વાળ કપાવવાના હોય છે. તેના માટે અખાડા પરિષદની રસીદ પણ કપાય છે. અવધૂત રીતે દીક્ષા લેવા વાળાને પોતાને તર્પણ અને પિંડદાન કરવાનું હોય છે. આ પિંડદાન અખાડાના પુરોહિત કરાવે છે. તે સંસાર અને પરિવાર માટે મૃત થઇ જાય છે. તેમનો એક જ ઉદેશ્ય હોય છે સનાતન અને વૈદિક ધર્મનું રક્ષણ.

લિંગ ભંગ : આ પ્રક્રિયા માટે તેને ૨૪ કલાક નાગા રૂપમાં અખાડાના ધ્વજની નીચે કાંઈ પણ ખાધા પીધા વગર ઉભા રહેવું પડે છે. તે દરમિયાન તેના ખંભા ઉપર એક દંડ અને હાથમાં માટીનું વાસણ હોય છે. તે દરમિયાન અખાડાના ચોકીદાર તેની ઉપર ધ્યાન રાખતા હોય છે. ત્યાર પછી અખાડાના સાધુ દ્વારા તેના લિંગને વૈદિક મંત્રો સાથે ઝટકા આપીને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ કાર્ય પણ અખાડાના ધ્વજની નીચે કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી તે નાગા સાધુ બની જાય છે.

નાગા સાધુના નિયમ : હાલમાં ભારતમાં નાગા સાધુઓના ઘણા મુખ્ય અખાડા છે. આમ તો દરેક અખાડામાં દીક્ષાના થોડા પોતાના નિયમ હોય છે. પરંતુ થોડા કાયદા એવા પણ હોય છે, જે તમામ દશનામી અખાડામાં એક જેવા હોય છે.

૧. બ્રહ્મચર્યનું પાલન : કોઈપણ સામાન્ય માણસ જયારે નાગા સાધુ બનવા માટે આવે છે, તો સૌથી પહેલા તેનું સ્વયં ઉપર નિયંત્રણની સ્થિતિને ચકાસવામાં આવે છે. તેમની પાસે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર દૈહિક બ્રહ્મચર્ય જ નહિ, માનસિક નિયંત્રણને પણ ચકાસવામાં આવે છે. અચાનક કોઈને દીક્ષા નથી આપવામાં આવતી. પહેલા તે નક્કી કરવામાં આવે છે કે દીક્ષા લેવા વાળા સંપૂર્ણ વાસના અને ઇચ્છાઓથી મુક્ત થઇ ગયો છે કે નહિ.

૨. સેવા કાર્ય : બ્રહ્મચર્ય વ્રત સાથે જ દીક્ષા લેવા વાળાના મનમાં સેવાભાવ હોવો પણ જરૂરી છે. એ માનવામાં આવે છે કે જે પણ સાધુ બની રહ્યા છે, તે ધર્મ, રાષ્ટ્ર અને માનવ સમાજની સેવા અને રક્ષણ માટે બની રહ્યા છે. તેવામાં ઘણી વખત દીક્ષા લેવા વાળા સાધુઓએ પોતાના ગુરુ અને મોટા સાધુઓની સેવા પણ કરવી પડે છે. દીક્ષાના સમયે બ્રહ્મચારીઓની ઉંમર સામાન્ય રીતે ૧૭-૧૮ વર્ષની ઓછાની નથી રહેતી અને તે બ્રાહ્મણ, ક્ષત્રીય અને વેશ્ય જાતીના જ હોય છે.

૩. પોતાનું પિંડદાન અને શ્રાદ્ધ : દીક્ષા પહેલા જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, તે પોતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરવું. આ પ્રક્રિયામાં સાધક સ્વયંને પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માનીને પોતાના હાથથી પોતાનું શ્રાદ્ધ કર્મ કરે છે. ત્યાર પછી જ તેને ગુરુ દ્વારા નવું નામ અને નવી ઓળખ આપવામાં આવે છે.

૪. વસ્ત્રોનો ત્યાગ : નાગા સાધુઓને વસ્ત્ર ધારણ કરવાની પણ પરવાનગી નથી હોતી. જો વસ્ત્ર ધારણ કરવા છે, તો માત્ર ભગવા રંગના વસ્ત્ર જ નાગા સાધુ પહેરી શકે છે. તે પણ માત્ર એક જ વસ્ત્ર, તેનાથી વધુ ભગવા વસ્ત્ર નાગા સાધુ ધારણ નથી કરી શકતા. નાગા સાધુઓના શરીર ઉપર માત્ર ભસ્મ લગાવવાની પરવાનગી હોય છે. ભસ્મનું જ શૃંગાર કરવામાં આવે છે.

૫. ભસ્મ અને રુદ્રાક્ષ : નાગા સાધુઓએ વિભૂતિ અને રુદ્રાક્ષ ધારણ કરવા પડે છે. શિખા સૂત્ર (ચોટલી) નો પરિત્યાગ કરવાનો હોય છે. નાગા સાધુએ પોતાના બધા વાળનો ત્યાગ કરવાનો હોય છે. તે માથા ઉપર શિખા પણ નથી રાખી શકતા કે પછી સંપૂર્ણ જટા ધારણ કરવાની હોય છે.

૬. એક સમય ભોજન : નાગા સાધુઓને રાત અને દિવસ મળીને માત્ર એક જ સમય ભોજન કરવાનું હોય છે. તે ભોજન પણ ભીક્ષા માંગીને લેવામાં આવતું હોય છે. એક નાગા સાધુને વધુમાં વધુ સાત ઘર માંથી ભીક્ષા લેવાનો અધિકાર છે. જો સાતેય ઘરમાંથી કોઈ ભીક્ષા ન મળે, તો તેને ભૂખ્યા રહેવું પડે છે. જે ખાવાનું મળે, તેના પસંદ નાપસંદને ધ્યાનબહાર કરીને પરમથી ગ્રહણ કરવાનું હોય છે.

૭. માત્ર જમીન ઉપર જ ઊંઘવું : નાગા સાધુ સુવા માટે પલંગ, ખાટલો કે બીજા કોઈ સાધનનો ઉપયોગ નથી કરી શકતા. ત્યાં સુધી કે નાગા સાધુઓને ગાદલા ઉપર સુવાની પણ મનાઈ હોય છે. નાગા સાધુ માત્ર જમીન ઉપર જ સુવે છે. તે ઘણો જ આકરો નિયમ છે. જેનું પાલન દરેક નાગા સાધુએ કરવું પડે છે.

૮. મંત્રમાં આસ્થા : દીક્ષા પછી ગુરુ પાસેથી મળેલા ગુરુમંત્રમાં જ તેને સંપૂર્ણ આસ્થા રાખવાની હોય છે. તેની ભવિષ્યની તમામ તપસ્યા આ ગુરુમંત્ર ઉપર આધારિત હોય છે.

૯. બીજા નિયમ : વસ્તી માંથી બહાર નિવાસ કરવો, કોઈને પ્રણામ ન કરવું અને ન કોઈની નિંદા કરવી અને માત્ર સન્યાસીને જ પ્રણામ કરવું વગેરે થોડા બીજા નિયમ છે, જે દીક્ષા લેવા વાળા દરેક નાગા સાધુએ પાલન કરવા પડે છે.

વિચિત્ર એવો છે નાગાઓનો શણગાર : શણગાર માત્ર મહિલાઓને જ પ્રિય નથી હોતો, નાગાઓને પણ શણગાર સારો લાગે છે. ફરક માત્ર એટલો છે કે નાગા સાધુઓની શણગાર સામગ્રી, મહિલાઓના સોંદર્ય સાધનોથી એકદમ અલગ હોય છે. તેમને પણ તેના લુક અને પોતાની સ્ટાઈલની એટલી જ ચિંતા હોય છે જેટલી સામાન્ય માણસને.

ભસ્મ : નાગા સાધુઓને સૌથી પહેલા પ્રિય હોય છે ભસ્મ. ભગવાન શિવએ ઔઘડ રૂપમાં ભસ્મ લગાવી હતી એ સૌ જાણે છે. તેવામાં શૈવ સંપ્રદાયના સાધુ પણ તેમના આરાધ્યની પ્રિય ભસ્મને પોતાના શરીર ઉપર લગાવે છે. રોજ સવારે સ્નાન કર્યા પછી નાગા સાધુ સૌથી પહેલા પોતાના શરીર ઉપર ભસ્મ ઘસે છે. આ ભસ્મ પણ તાજી હોય છે. ભસ્મ શરીર ઉપર કપડાનું કામ કરે છે.

ફૂલ : ઘણા નાગા સાધુ નિયમિત રીતે ફૂલોની માળા ધારણ કરે છે. તેમાં સુર્યમુખીના ફૂલ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ છે સુર્યમુખીના ફૂલ વધુ સમય સુધી તાજા જળવાઈ રહે છે. નાગા સાધુ ગળામાં, હાથ ઉપર અને ખાસ કરીને પોતાની જટાઓમાં ફૂલ લગાવે છે. આમ તો ઘણા સાધુ પોતાની જાતને ફૂલોથી દુર પણ રાખે છે. તે અંગત પસંદ અને વિશ્વાસની બાબત છે.

તિલક : નાગા સાધુ સૌથી વધુ ધ્યાન પોતાના તિલક ઉપર આપે છે. તે ઓળખ અને શક્તિનું પ્રતિક છે. રોજ તિલક એક જેવું લાગે. તે વાતને લઇને નાગા સાધુ ઘણા જાગૃત રહે છે. તે ક્યારેય પોતાના તિલકની શૈલીને બદલતા નથી. તિલક લગાવવામાં એટલું ઝીણવટભરી રીતે કામ કરે છે કે સારા સારા મેકઅપ મેન પાછા પડી જાય છે.

રુદ્રાક્ષ : ભસ્મની જેમ નાગા સાધુઓને રુદ્રાક્ષ પણ ખુબ પ્રિય છે. કહેવામાં આવે છે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુઓ માંથી ઉત્પન થયું છે. તે સાક્ષાત ભગવાન શિવનું પ્રિતક છે. એ કારણથી લગભગ બધા શૈવ સાધુ રુદ્રાક્ષની માળા પહેરે છે. તે માળાઓ સામાન્ય નથી હોતી. તેને વર્ષો સુધી સિદ્ધ કરવામાં આવે છે. આ માળાઓ નાગાઓ માટે આભા મંડળ જેવું વાતાવરણ ઉભું કરે છે. કહેવામાં આવે છે કે જો કોઈ નાગા સાધુ કોઈ વ્યક્તિ પર ખુશ થઇને પોતાની માળા તેને આપી દે છે તો તે વ્યક્તિ સુખી થઇ જાય છે.

લંગોટ : સામાન્ય રીતે નાગા સાધુ નિર્વસ્ત્ર જ હોય છે. પરંતુ ઘણા નાગા સાધુ લંગોટ ધારણ પણ કરે છે. તેની પાછળ ઘણા કારણો છે. જેમ કે ભક્તો તેની પાસે આવવામાં કોઈ શરમ ન અનુભવે. ઘણા સાધુ હઠયોગ હેઠળ પણ લંગોટ ધારણ કરે છે. જેમ કે લોખંડ, ચાંદીની લંગોટ, લાકડાની લંગોટ. એ પણ એક તપ જેવું હોય છે.

હથીયાર : નાગાઓને માત્ર સાધુ નહિ, પરંતુ યોદ્ધા માનવામાં આવે છે. તે યુદ્ધ કળામાં હોંશિયાર, ગુસ્સા વાળા, અને શક્તિશાળી શરીરના સ્વામી હોય છે. હંમેશા નાગા સાધુ પોતાની સાથે તલવાર, ફરસી કે ત્રિશુલ લઈને જાય છી. હથીયાર તેમના યોદ્ધા હોવાનું પ્રમાણ તો છે જ, સાથે જ તેમના લુકનો ભાગ છે.

ચીપીયો : નાગાઓમાં ચીપીયો રાખવો ફરજીયાત હોય છે. ધૂણી ધખાવવામાં સૌથી વધુ કામ ચીપીયાનું જ પડે છે. ચીપીયો હથીયાર પણ છે અને સાધન પણ. તે નાગાઓના વ્યક્તિત્વનો એક ખાસ ભાગ હોય છે. એવો ઉલ્લેખ પણ ઘણી જગ્યાએ મળે છે કે ઘણા સાધુ ચીપીયાથી જ પોતાના ભક્તોને આશીર્વાદ પણ આપે છે. મહારાજનો ચીપીયો લાગી જાય તો બેડો પાર થઇ જાય.

રત્ન : ઘણા નાગા સાધુ રત્નોની માળાઓ પણ ધારણ કરે છે. મોંઘા રત્ન જેવા મૂંગા, પુખરાજ, માણિક વગેરે રત્નોની માળાઓ ધારણ કરવા વાળા નાગા ઓછા જ હોય છે. તેને ધન સાથે મોહ નથી હોતો, પરંતુ રત્ન તેમના શૃંગારનો જરૂરી ભાગ હોય છે.

જટા : જટાઓ પણ નાગા સાધુઓની સૌથી મોટી ઓળખ હોય છે. મોટી મોટી જટાઓની જાળવણી પણ એટલા જ જતન સાથે કરવામાં આવે છે. કાળી માટીથી તેને ધોવામાં આવે છે. સૂર્યના પ્રકાશમાં તેને સૂકવવામાં આવે છે. પોતાની જટાઓને નાગા સજાવે પણ છે. ઘણા ફૂલોથી, ઘણા રુદ્રાક્ષથી તો ઘણા મોતીઓની માળાઓથી જટાઓનો શૃંગાર કરે છે.

પોષક ચામડું : જેવી રીતે ભગવાન શિવ બાંઘબર એટલે સિંહના ચામડાને વસ્ત્ર તરીકે પહેરે છે. તેવી રીતે ઘણા સાધુઓ જાનવરનું ચામડું પહેરે છે. જેમ કે હરણ કે સિંહ. આમ તો શિકાર અને પશુના ચામડા ઉપર લગાડવામાં આવેલા કડક કાયદાને કારણે હવે પશુઓના ચામડા મળવા મુશ્કેલ હોય છે. છતાપણ ઘણા સાધુઓ પાસે જાનવરનું ચામડું જોવા મળે છે.