નખ ચાવવાથી શું નુકશાન થાય છે… જાણી લો તો આજથી નખ ચાવવાનું છોડી દેશો

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે લોકોમાં વિચિત્ર એવી ટેવો હોય છે, જેવી કે બેઠા બેઠા પગ હલાવવા, માથું ખંજવાળવું, નખ ચાવવા એવી અનેક ટેવો જોવા મળે છે. આ ટેવો સામાન્ય રીતે વ્યક્તિને નુકશાન કરતી હોય છે, જેના વિષે આપણે માહિતગાર હોતા નથી કે તેના કારણે આપણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો આવો તેના વિષે વિસ્તારથી જાણીએ.

ઘણા લોકોને નખ ખાવાની ઘણી જ વધુ ટેવ હોય છે. નખ ખાવાથી તમારી પર્સનાલીટીનું પણ પ્રદર્શન થાય છે. ઘણા ઓછા લોકો તેના વિષે જાણતા હશે કે જો તમે કોઈની સામે નખ ખાવ છો, તો તેનાથી જાણી શકાય છે તમે તણાવ, ગભરામણ, બેચેની જેવી સમસ્યાઓ માંથી તમે પસાર થઇ રહ્યા છો. પરંતુ નખ ખાવાથી તમારું જીવન પણ બરબાદ થઇ શકે છે. હા, તમને નવાઈ લાગશે પણ એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં નખ ચાવવાની ટેવ ખતરનાક સાબિત થઈ છે.

સાંભળીને ભલે વિશ્વાસ ન આવી રહ્યો હોય, પરંતુ ૨૦ વર્ષની છોકરી તેનું પરિણામ ભોગવી ચુકી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે નખ ખાવાથી પણ કેન્સર થઇ શકે છે. ઓસ્ટ્રેલીયાની એક છોકરી સાથે કાંઈક એવું જ થયું, જે બાળપણથી જ ઘણા નખ ખાતી હતી. સમય સાથે છોકરી મોટી થઇ ગઈ પરંતુ તેના નખ ખાવાની ટેવ ઓછી ન થઇ પણ ઘણી વધી ગઈ હતી. અને એક સમય એવો આવ્યો જયારે તેના નખ જોઈ ન શકાય તેવા થઇ ગયા.

જયારે ડોક્ટરે અંગુઠાને જોયો ત્યારે ખબર પડી કે તેને મેલીન્ગેંટ મેલાનોમાં નામનું કેન્સર થયું છે. તેનું ઓપરેશન થયું પરંતુ સારું થવાની શક્યતા ઓછી હતી, પરંતુ છેવટે અંગુઠો કાપવો પડ્યો નહિ તો કેન્સર ફેલાવાનો ડર હતો. આમ તો છોકરીના હાથ ધીમે ધીમે સારા થઇ રહ્યા છે. તમને જણાવી આપીએ કે જયારે છોકરીને પૂછવામાં આવ્યું કે તે એટલા નખ શા માટે ખાય છે, તો તેણે જણાવ્યું તેનાથી તેને જે કાંઈ તકલીફ થાય છે તેને ભૂલવામાં મદદ મળતી હતી. પરંતુ તમે સમજી ગયા હશો કે નખ ખાવાથી તમે શું ગુમાવી શકો છો.

આજનો અમારા દ્વારા રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.