હર્નિયાનો કરો આયુર્વેદિક ઉપચાર જાણો શરૂઆત માં ઈલાજ થી પછી સર્જરીની જરૂર નહિ પડે

પેટની માંસપેશીઓ કે કહીએ તો પેટની દીવાલ નબળી થઇ જવાથી આતરડા બહાર આવે છે તો તેને હર્નિયા કહે છે. ત્યાં એક ઉપસેલા જેવું થઇ જાય છે. જેને આસાનીથી જોઈ શકાય છે. લાંબા સમયથી ખાંસી થવાથી , ભારે સામાન ઉપાડવાથી પણ પેટની માસપેશીઓ નબળી થઇ જાય છે. આવી સ્થિતિમાં હર્નિયાની શક્યતા વધી જાય છે. હકીકતમાં તેમાં કોઈ ખાસ લક્ષણ જોવામાં નથી આવતા.

અમુક લોકો સોજો અને દુખાવાનો અનુભવ કરે છે, જે ઉભા થવાથી અને મસલ્સના ખેંચવાથી કે કોઈ ભારે સામાન ઉપાડવાથી વધી શકે છે. આમ તો મોટી હર્નિયા જેમાં સોજો અને ખુબ દુઃખાવો થઇ રહ્યો હોય, તેનો ઈલાજ સર્જરી વગર શક્ય નથી. પણ હર્નિયાના લક્ષણ જાણવા માટે તમે તેને ઘરેલું ઉપચારથી ઠીક કરી શકો છો.

આમ તો આ ઘરેલું ઉપાયોથી માત્ર પ્રાથમિક ઈલાજ જ શક્ય છે અને તે અજમાવવાથી ક્યારેક ઉંધા પરિણામ પણ હોઈ શકે છે. માટે ઘરેલું ઈલાજ અજમાવતા પહેલા ડોકટરનો જરૂર સંપર્ક કરી લેવો.

જેઠીમધ : કફ, ખાંસીમાં જેઠીમધ તો રામબાણ જેવું કામ કરે છે અને અજમાવેલું પણ છે. હર્નિયાના ઇલાજમાં પણ હવે તે ઉપયોગી સાબિત થવા લાગ્યો છે, ખાસ કરીને પેટમાં જયારે હર્નિયા નીકળ્યા પછી કરચલીઓ પડી જાય છે ત્યારે તેને અજમાવો.

આદુની છાલ : આદુની છાલ પેટમાં ગેસ્ટ્રીક એસીડ અને બાઈલ જ્યુસથી થયેલ નુકશાન સામે સુરક્ષા કરે છે. તે હર્નિયાથી થયેલા દુઃખાવામાં પણ કામ કરે છે.

બબુને ના ફૂલ : પેટમાં હર્નિયા થવાથી એસીડીટી અને ગેસ ખુબ બનવા લાગે છે. આવી સ્થિતિમાં મેમ બબુનાના ફૂલનું સેવનથી ખુબ આરામ મળે છે. તે પાચનતંત્રને ઠીક કરે છે અને એસીડ બનાવવાની પ્રક્રિયાને ઓછી કરે છે.

બરફનો જાદુ : બરફથી હર્નિયાનો ઈલાજ ખુબ જુનો,સરળ અને જાણીતો ઉપાય છે. જી હા બરફને હર્નિયા વળી જગ્યાએ લગાવવાથી ધણો આરામ મળે છે. દુઃખાવાની સાથે સાથે સોજો પણ ઓછો થાય છે. તો કેમ ન આજથી જ શરુ કરી દઈએ બરફથી હર્નિયાનો ઈલાજ.

કૈમાઈલ ચા : કૈમાઈલ ચા હર્બલ ચા ની શ્રેણી માં શ્રેષ્ઠ ચા છે તેને ને એન્ટી-ઈંફ્લેમેટરી ગુણો માટે ઓળખવામાં આવે છે, તે હર્નિયા માટે ખુબ જ સારો કુદરતી ઉપાય છે. હર્નિયાની તકલીફથી એસીડીટી અને ગેસ ઘણો બનવા લાગે છે. આ સ્થિતિમાં કૈમાઈલની ચા ના સેવનથી ઘણો આરામ મળે છે. તે પાચનતંત્રને ઠીક કરે છે વધુ એસીડ બનવાની પ્રક્રિયાને ઓછી કરે છે. તકલીફ થાય ત્યારે એક ચમચી સુકા કૈમાઈલનો એક કપ ગરમ પાણીમાં ભેળવીને 5 મિનીટ માટે ઢાંકીને રાખી દો. પછી તેમાં સ્વાદ મુજબ મધ ભેળવી દો. આ ચા નું સેવન દિવસમાં 4 વખત કરો.

હર્નિયામાં આ વસ્તુનો ન કરશો : અસરવળી જગ્યાને ક્યારેય ગરમ કપડા કે કોઈ ગરમ પદાર્થથી શેક ન કરવો. હર્નિયામાં કસરત કરવાથી મુક્ત રહેવું, હર્નિયામાં વધુ જાડા અને ફીટ કપડા ન પહેરવા, પથારી ઉપર તમારા ઓશિકાને 6 ઇંચ ઉપર રાખો. જેથી પેટમાં સુતી વખતે એસીડ અને ગેસ ન બની શકે, એક જ સમયે વધુ ન ખાવ, થોડા થોડા સમયે હળવું ભોજન લો, ખાધા પછી તરત ઝુકશો નહી, દારૂ પીવાનું તદ્દન બંધ કરી દો.