શું તમે જાણો છો હાથમાં નાળાછડી બાંધવાના ફાયદાઓ, જાણી લો આ આર્ટિકલ મા

સનાતન સંસ્કૃતિમાં થતી પૂજા વિધિ અથવા કર્મકાંડ એમજ કારણ વગર નથી કરવામાં આવતાં, તેના પાછળ એક ખાસ મહત્વ છુપાયેલું હોય છે જે તર્ક સંગત અને વિજ્ઞાન પર આધારીત હોય છે. પછી ભલે તે તિલક લગાવવું હોય કે પગે લાગવું હોય, તુલસીના ક્યારા પર પાણી અર્પણ કરવાનું હોય કે પછી યજ્ઞ-હવન કરવાનું હોય.

આ બધાની પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આમાંથી એક ખાસ વૈદિક પરંપરા છે- હાથમાં દોરો બાંધવો. પૂજા દરમિયાન હાથમાં લાલ અથવા પીળા રંગ નો દોરો બાંધવાની માન્યતા છે.આ સિવાય કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે અથવા નવી વસ્તુ ખરીદતી વખતે આપણે દોરો બાંધીએ છીએ.

શાસ્ત્રો મુજબ દોરાનું મહત્વ :

દોરો લાલ રંગ, પીળા રંગ, બે રંગો અથવા પાંચ રંગોનો હોય છે. શાસ્ત્રો મુજબ, દોરો બાંધવાની પરંપરાની શરૂઆત દેવી લક્ષ્મી અને બલિ રાજાએ કરી હતી. દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે કાંડા પર તેને બાંધવાથી જીવન પર આવનારા સંકટોથી રક્ષા થાય છે. તેનું કારણ એ જ છે કે દોરો બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક મહત્વની સાથે સાથે દોરો બાંધવો એ વૈજ્ઞાનિક રૂપે પણ લાભદાયક છે.

દોરો બાંધવાનું વૈજ્ઞાનિક કારણ :

તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. શરીરવિજ્ઞાન અનુસાર, શરીરના ઘણા મોટા અવયવો સુધી પહોંચતી નસો કાંડામાંથી પસાર થાય છે. દોરાને કાંડા પર બાંધવાથી, આ નસોની ક્રિયા નિયંત્રિત થાય છે. તેનાથી ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહે છે. શરીરની સંરચનાનું મુખ્ય નિયંત્રણ કાંડામાં હોય છે. આનો અર્થ એ છે કે કાંડા પર દોરો બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. માનવામાં આવે છે કે દોરો બાંધવાથી બ્લડપ્રેશર, હ્રદયરોગ, ડાયાબિટીસ અને લકવા જેવા ગંભીર રોગોથી મોટા પ્રમાણમાં રક્ષણ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દોરો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાંડા પર લાલ રંગનો દોરો પહેરવાથી કુંડળીમાં મંગળ ગ્રહ મજબુત બને છે. ખરેખર, જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહનો શુભ રંગ લાલ છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ પીળા રંગનો દોરો બાંધે છે, તો તેનાથી તેમની કુંડળીમાં ગુરુ મજબૂત બને છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં સુખ-આનંદ આવે છે. કેટલાક લોકો કાંડામાં કાળો દોરો પણ બાંધે છે જે શનિ ગ્રહ માટે શુભ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)