હાથના આકારથી લોકોની બાબતમાં ધણી બધી માહિતીની જાણકારી મળી શકે છે

હાથના આકારથી લોકોની બાબતમાં ધણી બધી માહિતીની જાણકારી મળી શકે છે. હાથનો આકાર જોવા માટે હથેળીમાં મોટાભાગે કાંડુ અને આંગળીઓનો નીચેનો ભાગ જોવામાં આવે છે.

હાથનો આકાર જોઈને તમે જ્યોતિષ સમજી શકો છો કે તમે કેવા પ્રકારના માણસ છો અને તમને કઈ કઈ ટેવો છે. અહીંયા જ્યોતિષીઓના કહેવા મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ એવી વાતો જેની મદદથી તમે કોઇપણની બાબતમાં જાણકારી મેળવી શકો છો.

જો તમારો હાથ પહોળો છે અને હથેળી ચોરસ આકારની છે અને આંગળીઓ થી થોડી મોટી છે અને તમારી હથેળી અને આંગળીયોગો આકાર એક જેવો છે, તો તમે મક્કમ મનોબળ અને ઉચ્ચ મૂલ્યો વાળા માણસ છો. તે ઉપરાંત તમે જિદ્દી પણ છો અને તમારામાં ઘણી શક્તિ છે. તમારા હાથનો આકાર કહે છે કે તમે પ્રેક્ટિકલ અને જવાબદારી વાળા માણસ છો.

જો તમારો હાથ ગોળાકાર આકારમાં છે અને તમારી લાંબી આંગળીઓ અને તમારી હથેળીઓની લંબાઈ તમારી આંગળીઓથી ઓછી છે તો તમે ખુબજ સામાજિક માણસ છો. આ ઉપરાંત તમે ખુબ વાતુડિયા પણ છો.

જો તમારી હથેળી વાટકા આકારની છે અને તમારી આંગળીઓ લાંબી છે તે ઉપરાંત તમારી હથેળીની લંબાઈ તમારી આંગળીઓની લંબાઈ જેટલી છે. તો તમે સર્જનાત્મક સહાનુભૂતિવાળા માણસ છો. તમે થોડા મનમોજી પણ છો અને ક્યારેક ક્યારેક લાગણીશીલ પણ થઇ જાવ છો.