હાથી જ્યારે આ ફળ ખાય છે તો એક જાદુ થાય છે. જાદુ એવું કે હોંશ ઉડાડી દેશે

આ છે કોઠું, જેને કેથા કે કબીટના નામથી પણ ઓળખવામાં આવે છે. તેને અંગ્રેજી ભાષામાં વુડ એપ્પલ કહે છે અને તેનું વાનસ્પતિક નામ લીમોનીયા એસીડીસ્સીમા છે.

આ ફળ બહારથી ઘણું કડક હોય છે, કોઠાનું ફળ પણ ઘણું વધુ કડક, તેની અંદરનો ભાગ નરમ હોય છે. આપણે બાળપણમાં ગામ કે જંગલ માં ફરતી વખતે જયારે પણ આ ફળને ઝાડ ઉપર લાગેલા જોતા હતા. તોડી લાવતા અને પથ્થર ઉપર પછાડી પછાડીને ફોડી નાખતા હતા. તેની અંદરના ભાગને ઘણા આનંદથી મીઠું અને લાલ મરચું નાખીને ખાતા હતા.

માં પથરા ઉપર તેની ચટણી બનાવતી હતી, આજે પણ જયારે પણ આ ફળને ઘરમાં લાવું છું તો તેની ચટણી બનાવવામાં આવે છે. આજકાલ આ ફળ એટલી સરળતાથી નથી જોવા મળતા, ગામ ગામડામાં જરૂર લોકો તેને જોઈ શકે છે.

કોઠાના ફળ વિષે એક ખાસ વાત, આજનું દેશી જ્ઞાન.

હાથી જ્યારે આ ફળ ખાય છે તો એક જાદુ થાય છે. જાદુ એવું કે હોંશ ઉડાડી દેશે, આ ફળ ખાધા પછી જ્યારે હાથી મળ ત્યાગે છે તો મળ સાથે ફળ પણ બહાર નીકળી જાય છે. એકદમ એવી હાલતમાં જેવી હાલતમાં પેટની અંદર ગયું હતું. મળ ત્યાગ પછી નીકળતા આ ફળને ફોડીને જોવામાં આવે તો તમારા હોંશ ઉડી જશે. ફળ એકદમ પોલું થઇ જાય છે. ક્યાં જતો રહે છે અંદરનો ભાગ?

ખાસ કરીને આ ફળના બહારના ભાગ ઉપર નાના નાના કાણા હોય છે જે આપણે નથી જોઈ શકતા. જયારે હાથી તેને પેટમાં ગળે છે અને પાચનક્રિયા શરુ થઇ જાય છે તો પેટમાં રહેલા પાચક એન્જાઈમ અને એસીડસ ધીમે ધીમે આ ફળના ઝીણા છિદ્રો થી થઈને અંદર સુધી જતા રહે છે અને ફળના અંદરના ભાગને પચાવી દે છે અને પચેલા આ ભાગ ફળને બહારથી પણ શોષીને ખેંચી લેવામાં આવે છે. મળ સાથે જે ફળ બહાર આવે છે તો તે એકદમ પોલું હોય છે.

છે ને લાજવાબ જાણકારી? તક મળે તો નાના સભ્યોને કોઠાના ઝાડ જરૂર દેખાડશો અને હા આ હાથી વાળી માહિતી પણ જરૂર આપશો. બની શકે તો મને યાદ પણ કરી લેશો મૂળ હોય તો સેર જરૂર કરજો.

દીપક આચાર્ય