ઘણા લોકોના પગ ઉનાળાની સિઝનમાં પણ એકદમ ઠંડા અને સુન્ન થઇ જાય છે. પગ સુધી જયારે લોહીનું સર્ક્યુલેશન યોગ્ય પ્રમાણમાં નથી પહોંચી શકતું તો આ તકલીફ થઇ જાય છે. તે ઉપરાંત વધુ ધ્રુમપાન કરવું અને શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે પણ પગ ઠંડા થઇ જાય છે. ઉનાળામાં તો પગ ઠંડા પડવાથી વધુ અસર નથી થતી પણ શિયાળાની સિઝનમાં ઠંડા પડતા પગને લીધે ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે. તેવામાં થોડા ઘરગથ્થું ઉપચાર કરીને આ તકલીફમાંથી રાહત મેળવી શકાય છે. આવો જાણીએ આવા જ થોડા સરળ ઉપચાર વિષે જે હાથ પગ સુના પડી જવાની તકલીફમાં લાભદાયક હોય છે.
હાથ પગ સુન્ન થવામાં ગરમ તેલથી માલીશ :
જયારે પગ એકદમ ઠંડા પડી જાય તો ગરમ તેલથી તળિયા ની માલીશ કરો. તેના માટે તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને ગરમ કરીને તેને 10 મિનીટ સુધી પગનું માલીશ કરો પછી મોજા પેરી લો.
હાથ પગ સુન્ન થવામાં સિંધાલુ મીઠું :
શરીરમાં મેગ્નેશિયમ ની ઉણપ ને કારણે પણ પગ ઠંડા પડી જાય છે. તેવામાં સિંધાલુ મીઠા નો ઉપયોગથી મેગ્નેશિયમ ની ઉણપ પૂરી કરી શકાય છે. તેના માટે એક ટબ માં ગરમ પાણી ભરો અને તેમાં થોડું સિંધાલુ મીઠું નાખો. હવે આ પાણીમાં 15-20 મિનીટ સુધી પગને ડુબાડી રાખો. તેનાથી પગ સુધી લોહી સર્ક્યુલેશન અને ઓક્સીજન જરૂરીયાત મુજબ પહોચે છે જેનાથી પગ ગરમ થઇ જાય છે.
આદુ :
તેના માટે આદુના એક ટુકડાને 2 કપ પાણીમાં નાખીને 10 મિનીટ સુધી ઉકાળો અને પછી તેને ગાળીને તેમા મધ ભેળવીને પીવો. દિવસમાં 2-3 વખત તેનું સેવન કરવાથી પગનું ઠંડુ પડવાનું ઓછું થઇ જશે અને લોહી નું સર્ક્યુલેશન પણ યોગ્ય રીતે થશે.
હાથ પગ સુના થઈ જવામાં ગ્રીન ટી :
ગ્રીન ટી નું સેવન કરવાથી પગ ઠંડા પડવાની તકલીફમાંથી છુટકારો મળશે. દિવસમાં 2-3 કપ ગ્રીન ટી નું સેવન કરવાથી જલ્દી ફાયદો મળશે.
હાથ પગ સુના પડવા માં લાલ મરચું :
લાલ મરચા માં મોટા પ્રમાણમાં કોમ્પાસાઈકિન નામનું યોંગીક તત્વ હોય છે જે આખા શરીરમાં લોહી સર્ક્યુલેશન ને સારી રીતે પહોચાડે છે. પગને ગરમ કરવા માટે પણ લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે જયારે પણ પગ ઠંડા પડી જાય તો મોજામાં 1 ચમચી લાલ મરચું નાખીને પહેરી લો.
હાથ પગ સુના પડી જવાની સમસ્યા ના ઉપાય માટે પ્રયોગો ની જાણકારી વાળો આ લેખ તમને સારો અને લાભદાયક લાગ્યો હોય તો મહેરબાની કરીને લાઇક અને શેયર જરૂર કરજો. તમારા એક શેયર થી જ કોઈ જરૂરિયાત વાળા સુધી સાચી જાણકારી પહોચે છે અને અમને પણ તમારા માટે સારા લેખ લખવાની પ્રેરણા મળે છે. આ લેખને લગતા તમારા સુચન હોય તો કોમેન્ટ દ્વારા કે પેજ નાં મેસેજ દ્વારા અમને જરૂર આપી શકો છો.