હવન કરવાથી રોગ ફેલાવનારા બેક્ટેરિયા થઈ જાય છે નષ્ટ, પતંજલિ સંશોધન સંસ્થાનો દાવો, વાંચો કામની વાત.

પતંજલિ સંસ્થાનું સંશોધન : હવન કરવાથી નષ્ટ થાય છે રોગ ફેલાવનારા બેક્ટેરિયા, અમેરિકી પત્રિકામાં રિસર્ચ પ્રકાશિત.

પહેલેથી સંક્રમિત રૂમમાં વિષઘ્ન ધૂપ કે યજ્ઞ-હવન કરવાથી સૂક્ષ્મ બેક્ટેરિયા અને ફંગસની માત્રામાં ખૂબ જ હદ સુધી ઘટાડો નોંધાયો.

હવન કરવાથી રોગ ફેલાવનારા બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. પતંજલિ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ તેને પ્રમાણિત કરવાનો દાવો કર્યો છે. આ સંશોધન પ્રમાણે હવન-યજ્ઞ વાતાવરણને શુદ્ધ કરવાનો સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ ઉપાય બની શકે છે. આ અભ્યાસ અમેરિકાની પ્રતિષ્ઠિત વિજ્ઞાન પત્રિકા જર્નલ ઓફ એવીડેન્સ બેઝ્ડ ઈન્ટિગ્રેટિવ મેડિસિનમાં પ્રકાશિત થયો છે.

આચાર્ય બાલકૃષ્ણએ પતંજલિના સંશોધન અંગે જણાવ્યું કે, યજ્ઞ-હવન પર્યાવરણને શુદ્ધ કરવા માટેની પરંપરાગત પદ્ધતિઓ છે. તેના સાથે સંબંધિત આ પ્રથમ વૈજ્ઞાનિક પ્રમાણ છે. તેમણે આ વૈજ્ઞાનિક નિષ્કર્ષોને નિયમિત પર્યાવરણ પરિશોધન પ્રોટોકોલ તરીકે યજ્ઞ-હવન આયોજિત કરવાની પ્રાચીન ભારતીય દૈનિક પ્રથા સાથે જોડ્યા હતા. તે માનસિક શાંતિ ઉપરાંત શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની એક આધ્યાત્મિક રીત પણ છે.

પતંજલિ સંશોધન સંસ્થાના પ્રમુખ વૈજ્ઞાનિક ડો. અનુરાગ વાર્ષ્ણેયના કહેવા પ્રમાણે વિષઘ્ન ધૂપ નામની હવન સામગ્રીના ધૂમાડાથી પેથોગોનિક માઈક્રોબ્સનો ઉપચાર થયો. તેમની વૃદ્ધિ પર ધૂમાડાના પ્રભાવનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો. અભ્યાસ કરવામાં આવેલા પેથોજેન્સમાં એવા રોગાણુઓ સામેલ છે જે સામાન્ય રીતે દૂષિત વાતાવરણમાં ઉપસ્થિત હોય છે. તે ત્વચા, ફેફસા, પેટ અને જનનાંગોને સંક્રમિત કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું કે, વિષઘ્ન ધૂપનો ધુમાડો પેથોજેન્સની વૃદ્ધિને રોકી દે છે.

વિષઘ્ન ધુપમાં લાખ, હળદર, હરડે, જવ, નાગરમોથ, એલચી, તજ, તગર, કુઠ ઘાસ, વેખંડ, પ્રિયાંગુ, સરસવ, ગુગળ, સેંધા નમક અને દેશી ગાયના ઘી થી તૈયાર થાય છે તેમજ આયુર્વેદના સુશ્રુત સંહિતા, ચરક સંહિતા, ધન્વંતરિ નિઘંટુ, શાલિગ્રામ નિઘંટુ, ભાવપ્રકાશ, અષ્ટાંગ હૃદય જેવા શાસ્ત્રોની મદદ લેવામાં આવી હતી.

પતંજલિના વૈજ્ઞાનિકોએ પર્યાવરણની શુદ્ધિમાં હવનની વ્યાવહારિકતાને પણ પ્રમાણિત કરી હતી. તેમણે જોયું કે, પહેલેથી સંક્રમિત રૂમમાં વિષઘ્ન ધૂપ કે યજ્ઞ-હવન કરવાથી સૂક્ષ્મ બેક્ટેરિયા અને ફંગસની માત્રામાં ખૂબ જ હદ સુધી ઘટાડો નોંધાયો છે. વિષઘ્ન ધૂપનો ફેફસા પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ પણ નથી પડતો.

આ સંશોધનમાં મનુષ્યના ફેફસાંના કોષ (A 549 human lung epithelial cell) પર ધુમાડો પસાર કરવામાં આવ્યો હતો જેમાં કોઈ જાતનું નુકસાન ન જોવા મળ્યું એટલે આ ધૂપ તદ્દન બિનઝેરી (non toxicity) ગુણધર્મો ધરાવે છે.

આ લેખ વાંચ્યા પછી એક સંકલ્પ લેવો કે માર્કેટમાં બેફામ મળતાં કેમિકલ યુક્ત ધુપને બદલે કોઈ ગૌશાળા દ્વારા નિર્મિત ધુપબતી કે ધૂપ ખરીદવાનો આગ્રહ રાખવો.

શરદ ગજેરા 9904829278

પ્રયોશા ધુપબતી

નારાયણસ્વરૂપ દેશીગીર ગૌશાળા, ગોંડલ.