હવે અગાસી પર ઉગાડો દાડમ, જમરૂખ અને લીંબુ, સ્વસ્થ બનાવવાની સાથે લાખો રૂપિયા કમાવાની તક.

આજકાલના યુગમાં માનવ વસ્તીના વધારાને કારણે અને વિકસિત યુગને કારણે દિવસેને દિવસે મકાનો અને ઉદ્યોગોનો ઘણો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે, અને આ વિકાસને કારણે ખુલ્લી જમીન ઘટતી જઈ રહી છે અને તેની અસર ખાસ કરીને ખેતી ઉપર ઘણી જ વધુ પડે છે, અને ખેતી કરવા માટે જમીન ઘટતી જાય છે, તેવી સ્થિતિમાં ખેતી માટે આધુનિક ટેકનીકોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, આવી જ એક ટેકનીક આજે અમે તમારી સામે લઇને આવ્યા છીએ. જેમાં ખેતી માટે જમીનની જરૂર પડતી નથી, પરંતુ ધાબા ઉપર જ અમુક પ્રકારની ખેતી કરી શકાય છે, તો આવો જણાવીએ એવા પ્રકારની ખેતી વિષે વિસ્તારથી.

સીઆઈએસએચના વેજ્ઞાનિકો એ કર્યું ધાબા ઉપર ફલદાર છોડ ઉગાડવાનો સફળ પ્રયોગ :-

ઘરના ધાબા ઉપર શાકભાજી ઉગાડવાનું ચલણ જુનું થઇ ગયું છે, હવે તમે ધાબા ઉપર પણ ફળ પણ ઉગાડી શકો છો. તમે જામફળ, દાડમ, લીંબુ, કીન્નુ અને ફાલસા સહીત ઘણા ફળ છાબા ઉપર ઉગાડી શકાય છે. તેનાથી તમે મોટી રકમ કમાઈ શકો છો. એટલે તમે આ ધાબાનો ઉપયોગ તમારી આવક માટે કરી શકો છો. તેની ઉપર તમારે વધુ ખર્ચ પણ નથી કરવો પડતો. ખાસ કરીને રહમાન ખેડા આવેલા કેન્દ્રીય ઉપોષ્ણ બાગાયત સંસ્થાન (સીઆઈએસએચ)ના વેજ્ઞાનિકો એ ધાબા ઉપર ફળોના બગીચા બનાવવાનો સફળ પ્રયોગ કર્યો છે. હવે તે લોકો તે તેની તાલીમ આપવા સાથે જ બગીચા તૈયાર કરવામાં મદદ પણ કરી રહ્યા છે.

આ રીતે સારામાં સારી રીતે ઉગાડી સકાય છે, તમારા માંથી ઘણા આ રીતે ટેરેસ ગાર્ડન દ્વારા ઘરમાં જરૂરી એવી શાકભાજી ઉગાડતા હશે. તો કોમેન્ટમાં જરૂર લખશો. કે તમે શું ઉગાડો છો?

કુંડા અને પોલીબેગનો કરો ઉપયોગ :-

સીઆઈએસએચના નિર્દેશક ડોક્ટર એસ રાજન જણાવે છે, જે છોડમાં બીજા વર્ષે જ ફળ આવવા લાગે છે. તેને ધાબા ઉપર કુંડામાં ઉગાડી શકાય છે. તેના થડ ઓછા ફેલાય છે અને તેમાં વધુ પાણીની જરૂર પણ નથી પડતી. પોલીબેગમાં ફળદાર છોડ ઉગાડવામાં આવે છે. એટલા માટે ૨૫-૫૦ સેન્ટીમીટર ઊંડાઈ અને વ્યાસના ૪૦૦ ગજના પોલીબેગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જામફળ, લીંબુ, કીન્નુ, દાડમ અને બોરની ઘણી જાતો ઉગાડી શકાય છે.