હવે બધાને મળશે ૩૬૦૦૦ રૂપિયા સીધા ખાતામાં

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM)

અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે બજેટ ૨૦૧૯ માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

આ યોજનાનો લાભ લેનારને ૬૦ વર્ષ પછી ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.

જો પેન્શન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો રકમ તેના જીવનસાથીને આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ લાભાર્થી તેમના ખાતામાં જેટલો ફાળો આપશે તેટલી રકમનું સરકાર યોગદાન આપશે.

(A) યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

૧. જો તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવા જોઈએ.

૨. તમારી ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે.

૩. તમારી માસિક આવક રૂપિયા ૧૫૦૦૦ થી વધુ ના હોવી જોઈએ.

(B) કયા દસ્તાવેજોની જરૂર પડશે?

આધાર કાર્ડ,

આઈએફએસસી કોડ સાથે બચત ખાતું/જન ધન ખાતું,

મોબાઈલ નંબર,

રેશન કાર્ડ,

આવકનું પ્રમાણપત્ર,

અરજદાર કામદારનું કાર્ડ,

બેન્ક પાસબુક,

ફોટો

(C) અરજી કેવી રીતે કરવી?

આ યોજના હેઠળ અરજી કરવા માટે તમારે તમારા નજીકના જન સુવિધા કેન્દ્રમાં (CSC-common service center) જવું પડશે.

તમારી સાથે તમારું આધાર કાર્ડ, બેન્ક પાસબુક અને મોબાઇલ લેવાનું ભૂલશો નહિ.

સીએસસી સેન્ટરમાં નોંધણી પૂર્ણ થયા પછી આ યોજના હેઠળ ઓનલાઇન પેન્શન નંબર આપવામાં આવશે.

સીએસસી તમને પેન્શન સ્કીમ કાર્ડની એક નકલ આપશે.

પેન્શન સ્કીમ કાર્ડમાં તમારું નામ, પેન્શન પ્રારંભની તારીખ, માસિક પેન્શનની રકમ, પેન્શન એકાઉન્ટ નંબર સહિત ઘણી વધુ માહિતી સામેલ હશે.

(D) પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજનાના લાભો

આ યોજનાનો પ્રથમ ફાયદો એ છે કે આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને મહત્તમ રૂપિયા ૧૦૦ ચૂકવવાના રહેશે.

આ યોજના હેઠળ ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા ૩ હજાર તેમના ખાતામાં સીધા જ જમા કરાવવામાં આવશે.

આ યોજનાનું અમલીકરણ ડીજીટલ સ્વરૂપે રહેશે.

લાભાર્થીના હપ્તાની રકમ તેમના બેન્ક ખાતા માંથી સીધી કપાત કરવામાં આવશે.

લાભાર્થીનું પેન્શન સીધું જ તેના ખાતામાં જમા કરવામાં આવશે.

આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ તેમની નિવૃત્તિ અથવા ૬૦ વર્ષની વયે રૂપિયા ૩ હજારનું પેન્શન મળશે.

(E) લાભાર્થીનું યોગદાન અને લાભ

(1) લાભાર્થીની ઉંમર- ૧૮ થી ૬૦ વર્ષ

હપ્તો દર મહિને- ૫૫ રૂપિયા

વાર્ષિક રકમ- ૬૬૦ રૂપિયા

પેન્શન દર મહિને- ૩૦૦૦ રૂપિયા

(2) લાભાર્થીની ઉંમર- ૨૯ થી ૬૦ વર્ષ

હપ્તો દર મહિને- ૧૦૦ રૂપિયા

વાર્ષિક રકમ- ૧૨૦૦ રૂપિયા

પેન્શન દર મહિને- ૩૦૦૦ રૂપિયા

(3) લાભાર્થીની ઉંમર- ૪૦ થી ૬૦ વર્ષ

હપ્તો દર મહિને- ૨૦૦ રૂપિયા

વાર્ષિક રકમ- ૨૪૦૦ રૂપિયા

પેન્શન દર મહિને- ૩૦૦૦ રૂપિયા

(F) પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના ટોલ ફ્રી નંબર

૧૮૦૦-૨૬૭૬-૮૮૮

આ માહિતી જીકે એન્ડ કરન્ટ અફેર્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.