હવે કાર અને બાઇકની જેમ બસ પણ ભાડે આપી શકશે, “અભિબસ” સેવા શરૂ કરી

જો તમે તમારા આખા ગ્રુપ સાથે મુસાફરી કરવા માંગતા હો, તો તમારે બસમાં સીટ બુક કરવાની જરૂર નથી. તમે આખી બસ ભાડે રાખી શકો છો. ઓનલાઇન બસ ટિકિટિંગ કંપની અભી બસ ડોટ કોમે તેની પ્રથમ પ્રકારની બેસ્ડ ભાડુ સેવા ‘રેન્ટ અ બસ’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં લોકોને હજારો બસોની સીધી, પારદર્શક અને મુશ્કેલી વિના મુસાફરી મળશે. આ સેવા દ્વારા 14 થી 52 સીટર સુધીની મીની બસો, ટેમ્પોઝ અને બસો ભાડે રાખી શકાય છે.

10 હજાર જેટલી બસો કંપની સાથે સંકળાયેલી છે

કંપનીએ જણાવ્યું હતું કે અભિબસ ડોટ કોમ સાથે હાલમાં ૫૦૦ બસ ઓપરેટરો જોડાણ ધરાવે છે અને તેના મોટા કાફલામાં 10,000 બસનો સમાવેશ થાય છે અને આગામી છ મહિનામાં 1500 બસ ઓપરેટરો ઉમેરાશે. ભારત અને બહારના દેશના ગ્રાહકો જે દેશના જુદા જુદા ભાગોમાં મુસાફરી કરે છે, તેઓ બસ એપ્લિકેશન અથવા કંપની વેબસાઇટ www.abhibus. com ની મુલાકાત લઈ બસ ટુર, બસની ક્ષમતા, એસી અથવા નોન એસી, સ્લીપર અથવા નોન સ્લીપર બસ , વોલ્વો, મિની વેન, એમયુવી વગેરે બુક કરાવી શકે છે.

આમાં, ગ્રાહકે કંઈ તારીખ માટે અને કેટલા સમય માટે બસ સેવા બુક કરવા માંગે છે તે કહેવું પડશે. તેમજ, ઘણા સ્થળો માટે વિકલ્પો હશે જ્યાંથી ગ્રાહકોને લઈ જઇ શકાય અને છોડી શકાય. આ સેવામાં અન્ય સુવિધાઓ સાથે પારદર્શક ભાવોની સેવા પણ શામેલ કરવામાં આવશે.

30 હજાર રૂપિયાના બુકિંગ માટે મળશે સેમસંગ ફોન

ગ્રાહકને લાભ થાય તેની પહેલના ભાગ રૂપે, ગ્રાહકો 31 જાન્યુઆરી 2020 સુધીમાં અભી બસ ઓનલાઇન પ્લેટફોર્મ્સ (એપ્લિકેશન અને વેબસાઇટ) દ્વારા ‘ભાડેથી બસ’ સેવામાં પહેલી વખત ઓછામાં ઓછા 30 હજાર
રૂપિયાના બુકીંગ પર નવો સેમસંગ ગેલેક્સી એમ 10 સ્માર્ટફોન મળશે.

ભાડેથી બસોની સેવાનો ઉપયોગ સામાન્ય રીતે રજાઓ, યાત્રાધામો, લગ્ન, કોર્પોરેટ સહેલગાહ, અત્યંત લોકપ્રિય સ્થળોએ ગ્રુપમાં ફરવા જવા માટે થાય છે. આ પ્રમાણમાં ટૂંકા અંતર માટે ઘણા સ્થળો ધરાવે છે; જેમ કે દિલ્હી-આગ્રા-જયપુર ત્રિકોણ, મુંબઇ-શિરડી, હૈદરાબાદ-તિરૂપતિ, દિલ્હી-વૈષ્ણો દેવી અને આવી બીજી ટૂંકી યાત્રાઓ વગેરે.

દેશમાં બસ ભાડાકીય બજાર અવ્યવસ્થિત છે

કંપનીએ કહ્યું કે ભારતમાં ભાડાકીય બસનું બજાર અસ્તવ્યસ્ત છે અને ઓફલાઇન મોડ પર કાર્ય કરે છે. બુકિંગમાં અને આખી બસનો ઉપયોગ કરવા સર્વિસ પ્રોવાઇડરની શોધ કરવી અને પછી શોધી કાઢવું કે તેમના દ્વારા શું ઓફર્સ આપવામાં આવે છે તે ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલુ છે. AbhiBus. com ના સ્થાપક અને સીઈઓ સુધાકર રેડ્ડીએ જણાવ્યું છે કે ‘ગ્રાહક માટે ખૂબ જ સગવડ અને મુશ્કેલી વિના મુસાફરીની ખાતરી કરવાના અમારા પ્રયત્નોને અમેં આ પહેલથી અમલ કરવામાં સક્ષમ બનાવવામાં આવી છે.’

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.