જો આ નો ઉપયોગ લોકો સુધી પહોચે તો હવે મળશે વીજળી, ફક્ત એક ફોનની કિંમતમાં

આમ તો સરકાર વીજળી પેદા કરી ને કંપનીઓ ને વેચે છે પછી એ કંપનીઓ લોકો ને ઘણા મોઘા ભાવે આપે છે અને કંપનીઓ ખુબ કમાય છે. આ કંપની ઓ ફક્ત શહેરો માં જ વીજળી સપ્લાય કરે છે કારણ કે ગામડાયો માં એ લોકો ને લાઈન આપવાથી લઇ ને બીજા ઘણા ખર્ચા થાય એટલે નુકશાન થઇ જાય છે એટલે આ લેભાગુ ઉદ્યોગપતીયો (લે ભાગું એટલે કે નફો થાય તો લઇ લે અને નુકશાન થાય તો ભાગી જાય) ગામડાયો નું કામ સરકારી કંપનીઓ પર છોડે છે.

ભારતમાં ઘણા ભાગ હજી પણ અંધારામાં રહે છે. ભારતીય આબાદીના એક મોટા ભાગમાં વીજળી હજી પણ સપનું બની ગઈ છે. વીજળીના આ સંકટ ને દુર કરવા માટે બે ભાઈઓએ એક કમાલની શોધ કરી છે. જેનાથી ખુબ ઓછી કિંમતમાં તમે આખા ઘર માટે જાતે વીજળી ઉત્પન કરી શકો છો.

બે ભાઈ અરુણ અને અનુપ જોર્જે વીજળીની તકલીફને દુર કરવા માટે નાનું વિંડ ટરબાઇન (પવનચક્કી) ને તૈયાર કરી છે. જેની કિંમત 750 અમેરિકી ડોલર (લગભગ 50000 રૂપિયા) છે જો કે એક આઈ ફોનની કિંમત થી પણ સસ્તો કહેવામાં આવે છે. અરુણનું કહેવું છે તેનાથી જરાપણ વાતાવરણ ઉપર અસર નહી પડે.

એ વાંટ ગ્રેડ ઇનોવેશન પ્રમાણે કેરળના રહેવાસી ભાઈઓએ ખુબ જ ઓછા રોકાણ વાળી વિંડ ટરબાઇન તૈયાર કરેલ છે જે જરૂરી વીજળી ઉત્પન કરી શકે છે. તેનાથી કાયમ માટે આખા ઘરમાં વીજળી મળી શકે છે. એક છતના પંખા ના આકારની આ વિંડ ટરબાઇન રોજ 3 થી 5 કિલોવોટ/કલાક વીજળી ઉત્પન્ન કરી શકે છે.

અરુણનું કહેવું છે કે જયારે નાની વિંડ ટરબાઇન એક કિલોવોટ વીજળી ઉત્પન્ન કરે છે જે તેનો ખર્ચ લગભગ 3-7 લાખ રૂપિયા (4000-10000 યુએસ ડોલર) થાય છે. તે આ વિંડ ટરબાઇનને બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. 750 ડોલર (લગભગ 50 હજાર રૂપિયા) ની કિંમત ઘણા ભારતીય વપરાશકારો માટે એક સારો વિકલ્પ બની શકે છે.

આમ તો અરુણનો નાનો વિંડ ટરબાઇન પ્રોજેક્ટ હજુ શરૂઆતના તબક્કાએ છે. જો આ તૈયાર થઈને બજારમાં આવશે તો નક્કી જ વીજળીની એક મોટી સમસ્યાને દુર કરી શકાય છે.

ગ્લોબન વિંડ એનર્જી કાઉન્સિલ મુજબ ભારત વિશ્વ કક્ષાએ પવન ચક્કી ક્ષમતા સ્થાપવા બાબતે ચીન, અમેરિકા અને જર્મની પછી ચોથા નંબર ઉપર છે.

અને વધુ જાણકારી માટે તમે સંપર્ક કરવા ઇચ્છો તો ૯૯૯૫૦૯૯૪૮૮ ઉપર કરી શકો છો તેમની વેબસાઈટ http://www.avantgardinnovations.com ઉપર વીજીટ પણ કરી શકો છો.

આગળ અમે એક લેખ મુકેલો જેમાં એક પાવર કંપની દ્વારા ખેડૂત નાં ઘર ની વીજળી કાપી લીધેલી ત્યારબાદ એ ખેડૂતે પોતાની મહેનત અને બુદ્ધી થી જાતે પવન ચક્કી દ્વારા પોતાના ઘર માટે વીજળી પેદા કરી દીધી એ લેખ વાંચવા ક્લિક કરો >>>> નાલાયક વીજળી કંપનીએ નાં આપી વીજળી તો અભણ ખેડૂતે વટ થી બનાવી દીધી વીજળી