હવે પાંચ વર્ષ માટે ભાડે મેળવો Hyundaiની કાર, કારની કિંમત ચુકવવાની જરૂર નથી.

Hyundai ની કારો હવે લઇ શકો છો ભાડા ઉપર

ખરીદવાની જરૂર નહિ પડે

પૈસાની તો બચત થશે જ સાથે ડાઉન પેમેન્ટ પણ નહિ આપવું પડે

જો તમારી પાસે મોંઘી કાર ખરીદવાનું બજેટ નથી, તો કાર નિર્માતા કંપની (Hyundai) મોટર ઇન્ડિયા લીમીટેડ તમારા માટે એક જોરદાર સ્કીમ લઈને આવી છે. આ સ્કીમ હેઠળ તમે કાર ખરીદ્યા વગર પાંચ વર્ષ માટે તેને ભાડા ઉપર લઇ શકો છો. તમારે તેના માટે વધુ પૈસા પણ ખર્ચવા નહિ પડે.

BMW X5 2019 ભારતમાં થઇ લોન્ચ, જોરદાર પાવર સાથે મળશે હાઈટેક ફીચર્સ

હુંડઈએ પોતાની કારોને ભાડા ઉપર આપવાની જાહેરાત કરી દીધી છે. તેની હેઠળની પસંદગીની કારો તમારા ઘેર લઇ જઈ શકો છો અને તેના માટે તમારે કારની કિંમત પણ નહિ ચૂકવવી પડે, બસ તમારે દર મહીને ભાડા પેટે થોડી રકમ ચૂકવાની રહેશે. કંપનીએ ગુરુવારે જણાવ્યું કે તેમણે એએલડી ઓટોમેટીક (ALD Automotive India) કંપની સાથે કરાર કર્યા છે, જે કારોને ભાડા ઉપર પૂરી પાડે છે.

કંપનીની આ જાહેરાતથી ફાયદો એ થયો છે કે કારને ભાડા ઉપર લેવા માટે તમારે ડાઉન પેમેન્ટ નહિ ચુકવવું પડે. તેની સાથે જ તમે કારની મેન્ટેનેન્સ ચાર્જની માથાકૂટથી પણ દુર રહેશો. સાથે જ કારની રીસેલ જોખમ ઝીરો ટકા રહેશે. તે લાયબીલીટી પણ ઝીરો રહેશે.

Hyundai ની આ જોરદાર સ્કીમ પાંચ પસંદગીની કારો ઉપર લાગુ પડશે જેમાં નવી સેન્ટ્રો કાર, Hyundai Grand i10 , Hyundai Elite i20 , Verna અને Creta જેવી કારો રહેલી છે. આ કારોને ભાડા ઉપર લેવા માટે તમારે ૭૬૭૬ રૂપિયાથી લઈને ૧૭૬૪૨ રૂપિયા સુધી દર મહીને ચુકવવા પડશે તેની સાથે જ આ ભાડા સાથે જીએસટીનો પણ સમાવેશ થશે.

ક્યાય પણ પંચર પડી જાય તો નાની એવી કેપ્સુલ મીનીટોમાં ફૂલ કરી દેશે ટાયરની હવા.

તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે આ રકમ તમારે બેસ વેરીએન્ટ માટે ચુકવવાની રહેશે. જો તમે કારનું ટોપ મોડલ ખરીદો છો, તો તમારે વધેલું ભાડું ચુકવવું પડશે. હાલમાં આ સુવિધા દિલ્હી એનસીઆર, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈમાં શરુ કરવામાં આવશે અને આ ૨ વર્ષથી ૫ વર્ષ માટે પૂરી પાડવામાં આવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.