હવે તમારી આંગળી અને ચહેરાથી ખુલશે WhatsApp, આવ્યું સુપર ફીચર.

જુવો આવી રીતે કામ કરશે આ નવું ફીચર, જેથી પહેલા કરતા વધુ સિક્યોર થઇ જશે તમારી ચેટ… નિશ્ચિંત બનીને વાપરો વોટ્સ અપ.

WhatsApp પોતાની સર્વિસીઝને વધુ સારી બનાવવા માટે સતત નવા નવા ફીચર એડ કરી રહ્યા છે. હાલમાં જ સિંગલ સ્ટીકર ડાઉનલોડ અપડેટ પછી હવે કંપની એ નવું ફીચર રજુ કર્યું છે. WhatsApp એ એપમાં લેટેસ્ટ ઓથેટીકેશન ફીચર (unlock) રોલ આઉટ કરી દીધું છે, જેનાથી તમારી ચેટ વધુ સિક્યોર થઇ જશે. આ નવા ફીચરનો ફાયદો એ રહેશે કે WhatsApp તમારો ચહેરો જોઈ ને કે ફિંગરપ્રિન્ટથી જ ઓપન થઇ જશે. WhatsApp ની ટ્વીટ મુજબ કંપની એ આ અપડેટ ને Beta 2.19.20.19 માટે ઉપલબ્ધ કરાવેલ છે. 2.19.20.19 માટે ઉપલબ્ધ કરાવેલ છે.

જણાવી આપીએ કે હાલમાં આ નવા અનલોક ફીચર માત્ર iOS માટે શરુ થયું છે, જેનાથી iPhone યુઝર્સના વોટ્સએપ માં Fingerprint lock એડ થઇ જશે. એટલે આઈફોન યુઝર્સ પોતાના WhatsAppને આંગળીના નિશાનથી ખોલી શકશે.

WABetaInfo ના રીપોર્ટ ના જણાવ્યા મુજબ, WhatsApp ફેસ આઈડી અને ટચ આઈડી બન્ને ને પોતાની એપમાં ઈંટીગ્રેડ કરવામાં આવ્યું છે. WhatsApp ની પ્રાઈવેંસી સેટિંગ્સમાં વહેલી તકે જ Require TouchID નામ નું નવું ઓપ્શન થશે.

જો તમારી પાસે iPhone X કે તેનાથી લેટેસ્ટ ફોન છે તો તેમાં તમારે Face ID ઓપ્શન દેખાશે. તે iPhoneX, iPhone XS, iPhone XS Max અને iPhone XR માં ઉપલબ્ધ છે.

આમ તો જો તમારી પાસે જુનો iPhone છે તો તેમાં તમને Touch ID કે પાસકોડનું ઓપ્શન મળશે. આ ફીચર iOS8 અને તેની ઉપરના વર્જનને સપોર્ટ કરશે. જયારે તમે તમારા ફોનમાં Face ID કે Touch ID ને એનેબલ કરી લેશો, તો જયારે પણ તમે WhatsApp ખોલશો. તમારી પાસે તમારા ફિંગરપ્રિન્ટ કે ફેસને આથેટીકેટ કરવાનું કહેવામાં આવશે. જો તમારો ફોન ફેસ કે ફિંગરપ્રિન્ટ ઓળખવામાં અસફળ રહે છે. તો તમારે 6 અંક ના iPhone Passcode નાખવા માટે કહેવામાં આવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ…