પાઉડર અને સપ્લિમેન્ટ્સ ખાઈને ટ્રાય કરી હોય, તો પણ વજન વધ્યું ના હોય, તો અપનાવો આ 4 સાયન્ટિફિક રીત

જો તમે મકોળી પહેલવાન છો, વજન વધતું નથી, તો અપનાવો વજન વધારવાની આ 4 સાયન્ટિફિક રીત, સ્નાયુઓ બનશે ભારે, પાવડર અને ટીકડીઓ ખાઈને જોઈ લીધું પરંતુ નથી વધી રહ્યું વજન, તો અપનાવો આ 4 સાઈંટીફિક રીતો, જે મસલ્સમાં લાવશે મજબુતાઈ અને વધારશે તમારું વજન.

શરીર ન તો જાડુ સારું લાગે છે અને ન તો ઘણું દુબળું-પાતળું. દુબળાપણું પણ ઘણા લોકો માટે એક મોટી સમસ્યા છે. ઘણા લોકો કેટલું પણ ખાય, જંક ફૂટસ ખાય કે વેટ ગેન પાવડર લઇ લે, પરંતુ તેનું વજન નથી વધતું. પર્સનાલીટીમાં મજબુતાઈ માટે જરૂરી છે કે તમારું શરીર ફીટ હોય. તેવામાં જો તમામ પ્રયાસ કરવા છતાં પણ વજન નથી વધતું, તો વ્યક્તિને લાગે છે કે તેના શરીરમાં જ કોઈ દોષ છે. જો કે તેવું ઘણું ઓછું બને છે કે કોઈ વ્યક્તિનું શરીર પોતે જ દુબળાપણાનું કારણ હોય.

એકંદરે તમને બજારમાં મળતા પ્રોડક્ટ્સ અને ટીવી જાહેરાતોમાં દેખાડવામાં આવતા Weight Gain પ્રોડક્ટ્સ છોડીને થોડી સાઈંટીફિક રીતો અપનાવવી જોઈએ, જેનાથી શરીરની માંસપેશીઓ મજબુત બને અને વજન પોતાની જાતે વધવા લાગે. અમે તમને જણાવી રહ્યા છીએ એવી જ 4 ટીપ્સ, જે થોડા મહિના સુધી સતત કરવાથી તમને જરૂર પરિણામ જોવા મળશે.

ખાવાનું પેટભરીને ખાવ અને વધુ વખતમાં ખાવ

આપણા માંથી મોટાભાગના લોકો દિવસમાં 3 વખત ભારે ખાય છે. પહેલો નાસ્તાનો સમય, બીજો બપોરનું ભોજન અને ત્રીજું રાત્રી ભોજન. અમે એવું નથી કહી રહ્યા કે તમે વધુ ખાવાનું ખાવ કેમ કે તે પણ તમારા માટે નુકશાનકારક જ છે. પરંતુ એટલું ચોક્કસ છે કે તમે દિવસમાં ઘણી વખત ખાવ. એટલું જ ભોજન તમે 3 વખતમાં ખાવ છો, તેને 5 વખતમાં થોડું થોડુ કરીને ખાવ.

તેની સીધુ સાઈંટીફિક કારણ એ છે કે જયારે તમે એક વખતમાં પેટભરીને ખાઈ લો છો, તો ભલે ભૂખ તમને મોડે સુધી નથી લગતી, પણ શરીર ભોજનના બધા પોષક તત્વોનો ઉપયોગ નથી કરી શકતું. તેના બદલે જયારે તમે થોડું થોડું કરીને વારંવાર ખાવ છો, તો તમારી ભૂખ ધીમે ધીમે ખુલે છે.

ખાવામાં પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વધારો

તમારા શરીરમાં વજન વધારવાનું કામ 2 તત્વ કરે છે – પ્રોટીન અને ચરબી. પ્રોટીનથી મસલ્સ મજબુત બને છે અને ચરબીથી શરીરના અંગોમાં મજબુતી આવે છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે આ ચરબી તમારે જંક ફૂડસ અને પોસ્ટેડ ફૂડસ માંથી નહિ પરંતુ હેલ્દી કુદરતી ફૂડસ માંથી મેળવવાની છે.

એટલા માટે તમારા ખાવામાં ચરબી યુક્ત ફૂડસ જેવા કે માછલી, ચીકન, દેશી ઘી, મલાઈ વાળું દૂધ, ઓલીવ ઓઈલ, ઈંડા, સોયાબીન માંથી બનેલી વસ્તુ, બટેટા, તાજા ફળ, તાજા શાકભાજી, અનાજ, દાળ, નટ્સ વગેરે સામેલ કરો. દરરોજ આ વસ્તુને બદલી બદલીને તમારા આહારમાં સામેલ કરશો, તો તમારું વજન વધવા લાગશે.

વર્કઆઉટ છે જરૂરી

ઘણા લોકોને ભ્રમ હોય છે કે કસરતથી વજન ઘટે છે, એટલા માટે જેને વજન વધારવું છે તેને કસરત નહિ પરંતુ આરામ કરવો જોઈએ. તે તમારી સૌથી મોટી ભૂલ છે. કસરતથી વજન ઘટતું નથી, પરંતુ ચરબી ઓછી થાય છે, પરંતુ મસલ્સ વધે છે. એટલા માટે જે લોકો જાડા છે, તેનું વજન ઘટે છે અને જે લોકો પાતળા છે તેનું વજન વધે છે.

એકંદરે કહેવાનું એ છે કે વર્કઆઉટ વગર તમે તમારું વજન નથી વધારી શકતા. વર્કઆઉટ એટલા માટે પણ જરૂરી છે, જેથી તમારા આખા શરીરમાં બ્લડ સર્કુંલેશન યોગ્ય રહે અને ખાવાના પોષક તત્વ શરીરના બધા અંગો સુધી બરોબર પહોચે, જેનાથી મસલ્સ વધે, વજન વધે અને શરીરમાં મજબુતાઈ આવે.

જ્યુસ અને શેક પીવો

વજન વધારવા માટે બજારમાં વેચાતા પ્રોટીન પાવડર અને વેટ ગેનર્સનો ઉપયોગ ન કરો કેમ કે તેમાંથી મોટાભાગનામાં કાંઈ જ નથી હોતું એટલા માટે તમને કોઈ લાભ નહિ થાય. જો કોઈ ડાયટીશીયન કે સર્ટીફાઈડ ટ્રેનર તમને કોઈ પાવડરની ભલામણ કરે છે, ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ સૌથી સારું એ છે કે તમે પ્રોટીન માટે કુદરતી સોર્સ પસંદ કરો, નહિ કે આર્ટીફીશીયલ. જેવા કે ફળ અને શાકભાજી માંથી બનેલા શેક પણ વજન વધારવામાં ઘણી મદદ કરે છે.

આ રીતો અપનાવવાથી તમારું વજન જરૂર વધશે. પરંતુ જો તમને કોઈ બીમારી છે કે ઈટીંગ ડીસઓર્ડર છે, જેને લઈને તમારું વજન ઓછું છે, તો તેના માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરીને ડીસઓર્ડર કે બીમારી વિષે જાણવું જોઈએ અને તેના સૂચનોનું પાલન કરવું જોઈએ.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.