ઘરમાં ઉંદરનું હોવું પણ આપે છે શુભ-અશુભ સંકેત, જાણીને તમે થઇ જશો ચકિત.

જાણો ઉંદર સાથે જોડાયેલા શુકન-અપશુકન સંકેત, માં લક્ષ્મીની કૃપા રહેવાની સાથે પૈસાની તંગી નથી પડતી.

ઘરમાં ઉંદરનું હોવું કે રહેવા સામાન્ય વાત છે. ત્યાં સુધી કે ભગવાન ગણેશની સવારી હોવાને કારણે ઉંદરોની તેની સાથે પૂજવામાં પણ આવે છે પણ તે ઉંદર ઘણી અશુભ ઘટનાઓના સંકેત પણ આપે છે. ઘરમાં ઢગલાબંધ ઉંદર આવવા, ઉંદરનું મરવું કે તેના વિચિત્ર વર્તન ઘણી શુભ અશુભ ઘટનાઓના પૂર્વ સંકેત આપે છે. પણ ધ્યાન રાખશો કે ગણેશજીના વાહનને મારવાની ભૂલ ન કરો. પણ પીંજરા વગેરેની મદદથી પકડીને સુમસામ જગ્યા ઉપર છોડી આવો. આવો જાણીએ ઉંદર સાથે જોડાયેલા શુકન-અપશુકન.

ખુબ અશુભ છે ઉંદર સાથે જોડાયેલા આ અશુભ સંકેત

જો ઘરમાં અચાનક કાળા ઉંદરની સંખ્યા વધી જાય તો તે કોઈ મુશ્કેલી આવવાના સંકેત છે.

ઘરમાં 2-4 ઉંદર હોવા સામાન્ય વાત છે પણ તેની સંખ્યા વધી જાય તો તે ઘરની સુખ-સમૃદ્ધી, શાંતિ માટે જોખમ ઉભું કરે છે. તેથી તેને પીંજરામાં પકડીને દુર છોડી આવવા ઉચિત છે.

કાળા ઉંદરનું રાતભર ઘરમાં ફરવું કે તોફાન મચવવો કોઈ બીમારીના આવવાના સંકેત છે. તે દુશ્મનથી નુકશાન પહોચાડવાના પણ સંકેત છે.

ઘર માંથી નીકળતી વખતે ઉંદર રસ્તામાં આડો ઉતરે કે ઉંદર જોવા મળી જાય તો તે અશુભ હોય છે. તેનાથી કામમાં મુશ્કેલી આવે છે.

ઉંદર ભલે બુદ્ધીના દેવતા ગણેશની સવારી છે પણ તેને અજ્ઞાની શક્તિઓનું પ્રતિક માનવામાં આવે છે. આમ તો ઘરમાં વધુ સંખ્યામાં ઉંદરની હાજરી ઘરના લોકો બુદ્ધીના વિનાશ અને નકારાત્મક વિચારસરણીનું કારણ બને છે. આમ તો ઘરમાં ખુબ મોટા પ્રમાણમાં ઉંદર ન થવા દો. નહિ તો તે ઘરના લોકોની બુદ્ધી ભ્રષ્ટ કરી દેશે.

જ્યાં ગંદકી હોય ત્યાં ઉંદર વધુ રહે છે. ત્યાર પછી તે સંક્રમણ પણ ફેલાવે છે. આમ તો કુટુંબના આરોગ્ય માટે પણ ઉંદરનું હોવું યોગ્ય નથી.

છછુંદરોનું આવવું શુભ

અને ઘરમાં છછુંદરોનું આવવું કે રહેવું વાસ્તુ શાસ્ત્રમાં ખુબ શુભ માનવામાં આવે છે. છછુંદરનો સંબંધ માં લક્ષ્મી સાથે છે અને માન્યતા છે કે જ્યાં છછુંદર રહે છે, ત્યાં હંમેશા માં લક્ષ્મીની કૃપા રહે છે. ક્યારે પણ પૈસાની તંગી નથી પડતી.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતું.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.