ક્રુઝથી 225 કિમીનું અંતર 16 કલાકમાં પૂરું થશે, 10 નવેમ્બરથી દરેક વિકેન્ડ પર હજીરાથી બાંદ્રા જશે

ક્રુઝમાં પ્રવાસ કરવાની ઈચ્છા તો ઘણા બધા લોકોને હશે, પણ તેનું મોંઘુ ભાડું લોકોને પોસાતું નથી. પરિણામે લોકો પોતાની એ ઈચ્છા પુરી નથી કરી શકતા. પણ જલ્દી જ તે ઈચ્છા પુરી થઇ શકે છે. કારણ કે સુરતના હજીરા બંદરથી બાંદ્રા વચ્ચે ક્રુઝ ફેરી શરૂ થવાની છે. અને તેનું ભાડું પણ વધારે મોંઘું નહિ હોય. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

કોસ્ટલ ટુરિઝમના પ્રોત્સાહન માટે ગુજરાત સરકારે એસએસઆર મરીન સર્વિસને હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રુઝ ફેરી સર્વિસની મંજૂરી આપી દીધી છે. એસએસઆર મરીન સર્વિસના સીઈઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું કે, ૧૦ નવેમ્બરથી હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રુઝ ફેરી સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. શરૂમાં આ સર્વિસ અઠવાડિક હશે. પછી જરૂરિયાત મુજબ ટ્રીપ વધારવામાં આવશે. ફેરી સર્વિસ ગુરુવારે સાંજે ૫ વાગે બાંદ્રાથી પ્રસ્થાન કરશે અને શુક્રવારે સવારે ૯ વાગે હજીરા પહોંચશે.

તે શુક્રવારે સાંજે ૫ વાગે હજીરાથી પ્રસ્થાન કરશે અને શનિવારે સવારે ૯ વાગે બાંદ્રા પહોંચશે. ક્રુઝ સુરતથી બાંદ્રા સી લિંક દરિયાકિનારાની વચ્ચેનું ૨૨૨ કિલોમીટર અંતર ૧૬ કલાકમાં કાપશે. ટિકિટ ઓનલાઈન અને ટેલીકોલિંગથી બુક કરવામાં આવશે. આનું ભાડું ૩૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધીનું હશે. ત્રણ ડેકવાળા લક્ઝરી ક્રુઝમાં ૨૧૫ લોકો મુસાફરી કરી શકે છે.

લકઝરી ક્રુઝમાં મળશે આ સુવિધાઓ :

આ રૂટ પરની લકઝરી ક્રુઝમાં ૨૦ સ્યુટ એસી રૂમ હશે.

અને આનું ભાડું ૩૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા રહેશે, એટલે આ ક્રુઝ મુસાફરી વધારે મોંધી નહિ ગણાય.

આ લકઝરી ક્રુઝમાં યાત્રીઓને રેસ્ટોરન્ટ, પાર્ટી હોલ, સુવાની વ્યવસ્થા અને મનોરંજનની પણ સારી ગુણવત્તાની વ્યવસ્થા મળશે.

તો તૈયાર થઈ જાવ રાતભર સમુદ્રની સુહાની મુસાફરી કરવાં, પાર્ટી કરવાં તેમજ દેશી વિદેશી ભોજનો સાથે મનોરંજનથી ભરપુર ક્રુઝમાં મુસાફરી કરવાં.

આ ક્રુઝ હજીરાથી દર શુક્રવારે સાંજે ૫ વાગે મુંબઈ માટે રવાના થશે. ભાડું ૩૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.