‘ટોપ-અપ’ પ્લાનથી પોતાની હેલ્થ ઈંશ્યોરેંસ પોલિસીને કરો અપગ્રેડ, તેનાથી ઓછા પૈસામાં મળશે વધારે ફાયદો.

ઓછા ખર્ચમાં વધારે કવર મેળવવા માટે અપનાવો સુપર ટોપ-અપ હેલ્થ પ્લાન, વાંચો સંપૂર્ણ માહિતી. ટોપ-અપ હેલ્થ પ્લાન તે લોકો માટે વધારાનું કવર હોય છે. જેની પાસે પહેલાથી જ હેલ્થ પોલીસી છે. ઈંશ્યોરેંસ કંપનીઓ ટોપ-અપ પ્લાન માટે કોઈ મેડીકલ સ્ક્રીનીંગ નથી કરતી. વીમા કંપનીઓ ટોપ-અપ પ્લાન માટે કોઈ મેડીકલ સક્રીનીંગ નથી કરતી.

વીમા કંપનીઓએ ઓક્ટોબરની શરુઆતથી જ હેલ્થ ઈંશ્યોરેંસ પોલીસીમાં ફેરફાર કર્યો હતો. તેમાં ઘણી હેલ્થ ઈંશ્યોરેંસ પ્રોડક્ટની કિંમતમાં વધારો થયો છે. તેવામાં મેડીકલના વધતા ખર્ચ જોતા જો તમને લાગે છે કે તમારું હેલ્થ કવર પુરતું નથી, અને તમે એક બીજી નવી રેગ્યુલર હેલ્થ ઈંશ્યોરેંસ પોલીસી લેવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળ ન કરો.

તમે તમારા ઈંશ્યોરેંસ પ્લાનને ‘ટોપ-અપ’ કે ‘સુપર ટોપ-અપ’ હેલ્થ પ્લાનમાં પણ અપગ્રેડ કરી શકો છો. નિષ્ણાતના જણાવ્યા મુજબ નવી હેલ્થ ઈંશ્યોરેંસ પોલીસીને બદલે તમારે ‘ટોપ-અપ’ કે ‘સુપર ટોપ-અપ’ હેલ્થ પ્લાન લેવો યોગ્ય રહેશે તે ઓછા ખર્ચમાં તમને વધુ કવર આપશે.

શું છે ‘ટોપ-અપ’ પ્લાન? ટોપ-અપ હેલ્થ પ્લાન તે લોકો માટે વધારાનું કવર આપે છે, જેમની પાસે પહેલાથી જ હેલ્થ પોલીસી છે. તે ઘણી ઓછી કિંમતમાં મળી જાય છે. વ્યક્તિ પાસે પહેલાથી જ ઈંશ્યોરેંસ કવર છે, તેમના માટે આ યોગ્ય વિકલ્પ છે.

સસ્તું પડે છે ટોપ-અપ : માની લો કે તમારી ઉપર 10 લાખ રૂપિયાnનો ઈંશ્યોરેંસ કવર છે અને તમે તે કવરને 10 લાખ રૂપિયા સુધી વધારવા માગો છો, તો તેના માટે તમે નવી રેગ્યુલર હેલ્થ પોલીસી લઇ શકો છો. પરંતુ જો તમે એમ કરો છો, તો તેના માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવાના રહેશે. જયારે એટલી જ કિંમતનો ટોપ-અપ પ્લાન ઘણા ઓછા પ્રીમીયમ ઉપર મળી જશે. ટોપ-અપ પ્લાનની કોસ્ટ ડીડક્ટીબલ લીમીટ સાથે કનેક્ટ રહે છે. આ લીમીટને પાર કરી લો છો તો ટોપ-અપ પ્લાનનું કામ શરુ થાય છે.

ડીડક્ટીબલ લીમીટને વધુ રાખવી ફાયદાકારક : ડીડક્ટીબલ લીમીટ હંમેશા વધુ રાખવી જોઈએ કેમ કે પ્રાઈમરી હેલ્થ ઈશ્યોરેંસ પોલીસી એટલી રકમ સુધી કવર પુરુ પાડે છે. ડીડક્ટીબલ લીમીટ જેટલી વધુ હશે, ટોપ-અપ પ્લાન એટલો સસ્તો મળશે. ટોપ-અપ પ્લાન સામાન્ય રીતે એક વખત હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ ઉપાડે છે. તેનો અર્થ એ છે કે જો તમારું એક વખત દાખલ થવાનું હોસ્પિટલનું બીલ ડીડક્ટીબલને પાર કરી લે છે, તો માત્ર ટોપ-અપ પ્લાનનો ઉપયોગ કરી શકાય છે.

કેવી રીતે કામ કરે છે ટોપ-અપ પ્લાન? માની લો કે તમને લાગે છે કે 10 લાખ રૂપિયાનો ઇંશ્યોરેંસ કવર પુરતો નથી અને તેમાં વધારો કરવો જોઈએ. હેલ્થ કવરની રકમ જેમ જેમ વધતી જાય છે, પ્રીમીયમની રકમ પણ વધતી જાય છે. તેથી તમે 15 લાખ રૂપિયાનું ટોપ-અપ કવર લઇને તેને 25 લાખ કરી શકો છો. હવે જો કોઈ કારણોસર ક્લેમ કરવાની જરૂર પડે છે અને ક્લેમની રકમ 20 લાખ રૂપિયા થાય છે, તો 10 લાખ રૂપિયાનો ક્લેમ તમારી બેસ પોલીસી અને બાકી 10 લાખ રૂપિયાનો ક્લેમ ટોપ-અપ પોલીસી માંથી કરી શકાય છે.

‘સુપર ટોપ-અપ’ હેલ્થ પ્લાન? આ ‘ટોપ-અપ’ હેલ્થ પ્લાનનું જ અપગ્રેડ રૂપ છે, એટલા માટે આ ‘ટોપ-અપ’ હેલ્થ પ્લાનથી થોડો મોંઘો રહે છે. તે પણ ‘ટોપ-અપ’ હેલ્થ પ્લાન જેવું જ કામ કરે છે એટલે કે તે એ લોકો માટે વધારાનું કવર હોય છે, જેની પાસે પહેલાથી જ હેલ્થ પોલીસી છે.

કેવી રીતે કામ કરે છે ‘સુપર ટોપ-અપ’? માની લો કે તમને લાગે છે કે 5 લાખ રૂપિયાનો હેલ્થ ઇંશ્યોરેંસ કવર પુરતો નથી અને તેમાં વધારો કરવો જોઈએ. તેવામાં તમે 10 લાખ રૂપિયાનો ‘સુપર ટોપ-અપ’ કવર લઇને તેને 15 લાખ કરી શકો છો. માની લો તમે વર્ષમાં 3 વખત બીમાર થતા પહેલી વખતમાં 4 લાખ, બીજી વખતમાં 3 લાખ અને ત્રીજી વખતમાં 4 લાખનો ખર્ચ આવ્યો, તો પહેલી વખતનો ખર્ચ હેલ્થ ઇંશ્યોરેંસથી કવર થઇ જશે ત્યાર પછી તમારા હેલ્થ ઇંશ્યોરેંસ પ્લાનના 1 લાખ રૂપિયા બચશે. 3 લાખનો ખર્ચ થવા ઉપર 1 લાખ તમારા હેલ્થ ઇંશ્યોરેંસથી જયારે 2 લાખ ‘સુપર ટોપ-અપ’ પ્લાનથી કરી શકાશે. ત્યાર પછી પણ તમારી પાસે 4 લાખ રૂપિયાનું કવર વધેલું રહેશે.

‘ટોપ-અપ’ અને ‘સુપર ટોપ-અપ’ પ્લાનમાં શું અંતર છે? ‘ટોપ-અપ’ પ્લાન એક વખત હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ ઉઠાવે છે. તેનો અર્થ એ છે કે જો એક વખત દાખલ થવા ઉપર હોસ્પિટલનું બીલ ઇંશ્યોરેંસ પ્લાનની ડીડક્ટીબલ લીમીટને પાર કરી જાય છે, તો માત્ર એક વખત જ ‘ટોપ-અપ’ પ્લાનનો ઉપયોગ કરી શકાય છે. તેમાં માત્ર એક વખત જ ક્લેમ કરી શકાય છે અને ‘સુપર ટોપ-અપ’ પ્લાનમાં સિંગલ ક્લેમની લીમીટ નથી હોતી.

આ બંને જ પ્લાનમાં નથી રહેતી મેડીકલ સ્ક્રીનીંગની જરૂર : ઇંશ્યોરેંસ કંપનીઓ ટોપ-અપ માટે કોઈ મેડીકલ સ્ક્રીનીંગ નથી કરતી. ત્યાં સુધી કે તમે બીજી કંપની માંથી પણ ટોપ-અપ લો છો, તો પણ કોઈ સ્ક્રીનીંગ નથી થતી.

કોના માટે રહેશે વધુ ફાયદાકારક? જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો, જ્યાંથી તમને અને તમારા કુટુંબને હેલ્થ ઇંશ્યોરેંસમાં તો કવર કરી દેવામાં આવે છે પરંતુ તમને લાગે છે કે તમારા કવરની રકમ પુરતી નથી તો તમારે ‘ટોપ-અપ’ પ્લાન લેવો યોગ્ય રહેશે. કેમ કે જો તમે અલગથી પ્લાન લો છો, તો તે તમને ઘણો મોંઘો પડી શકે છે પરંતુ ‘ટોપ-અપ’ પ્લાન તમારા એ ખર્ચને ઓછો કરી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.