ઉંમર વધારતા વ્રતનું સ્વાસ્થ્યવર્ધક વિશ્લેષણ, આ જાણ્યા પછી તમે પણ વ્રત કરવાનું શરૂ કરી દેશો

તમે ઉંમર વધારનારા આ વ્રતનું સ્વાસ્થ્યવર્ધક વિશ્લેષણ જાણી લેશો તો વ્રત કરવાનું શરુ કરી દેશો, જાણો એવું તે શું ખાસ છે તેમાં

આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, મનુષ્યનું પહેલું સુખ નિરોગી કાયા છે. એટલે કે આખી દુનિયાની તમામ સુખ સુવિધાઓને તમે ત્યારે જ અનુભવી શકશો, ત્યારે જ તેની મજા લઇ શકશો જયારે તમારું સ્વાસ્થ્ય સારું હશે, તમારું શરીર સારું હશે. સુખી જીવન માટે સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. આજે અમે તમારા માટે વ્રતની એવી થાળી લઈને આવ્યા છીએ, જેમાં તમને ખાવા પીવાની વસ્તુની જગ્યાએ આજીવન સ્વસ્થ રહેવા માટેના ઉત્તમ ફોર્મ્યુલા મળશે. આજે આપણે ઉપવાસનું સામાજિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીશું.

એ પહેલા તમને એક રિસર્ચ વિષે જાણકારી આપી દઈએ. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત એક નવા રિપોર્ટ અનુસાર, માણસ દિવસમાં 6-6 કલાકનું વ્રત એટલે કે ઉપવાસ કરીને ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓને પણ હરાવી શકે છે. અહીં અમે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ (intermittent fasting) એટલે કે, એક ખાસ અંતરાળ પર કરવામાં આવેલા ઉપવાસની વાત કરી રહ્યા છીએ.

આ રિસર્ચ અનુસાર, જો તમે 18 કલાકમાં 3 વાર 6-6 કલાકનો ઉપવાસ કરો છો એટલે કે, દર 6 કલાક પછી જ કાંઈ ખાવ છો, તો આજ તે ઉપવાસ છે જેનો ફાયદો તમારા શરીરને મળે છે. આ રિસર્ચના પરિણામ એવું કહે છે કે, દિવસમાં 6 કલાક વાળા 3 ઉપવાસ કરવાથી તમે લાંબા સમય સુધી શરીરને ઘડપણથી દૂર રાખી શકો છો, એટલે તમે લાંબા સમય સુધી યુવા બની રહેશો. તણાવ સહન કરવાની ક્ષમતા તમારી વધી જશે, બીમારીઓની અસર ઓછી થશે. અને દાવો છે કે, આવા ઉપવાસથી કેન્સર જેવી બીમારીઓને પણ રોકી શકાય છે.

ઉપવાસ અથવા વ્રતનો અર્થ થાય છે, સંકલ્પ અથવા પાક્કો ઈરાદો. આ રીતે ઉપવાસ પણ બે શબ્દોથી બન્યો છે જેમાં ઉપનો અર્થ થાય છે નિકટ, અને વાસનો અર્થ થાય છે નિવાસ. ઉપવાસનો અર્થ છે પોતાની આત્માની નજીક નિવાસ કરવો. એટલે ઉપવાસ દરમિયાન તમે પોતાના મનની શક્તિઓની એકદમ નજીક હોવ છો. એવામાં અમુક કલાક સુધી ભુખા રહેવામાં એવું શું છે? જે દવાની જેમ અસર કરે છે. તો એના માટે તમારે વ્રતની પાછળના વિજ્ઞાનને સમજવું જોઈએ. કારણ કે વ્રત વિષે તમે સાંભળ્યું તો ઘણું હશે.

સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે, આપણા શરીરને ચલાવવા માટે એનર્જી એટલે કે ઉર્જાની જરૂર હોય છે. શરીરને આ ઉર્જા ભોજનમાંથી મળતા ગ્લુકોઝમાંથી મળે છે. ખાવાનું ખાધા પછી તમારા શરીરમાં એજ ગ્લુકોઝ બને છે જે તમારા શરીર માટે ઈંધણનું કામ કરે છે. પણ વારંવાર ખાવાને કારણે તમારા શરીરમાં ગ્લુકોઝની માત્રા જરૂર કરતા વધારે થઈ જાય છે, ત્યારે ડાયાબિટીસની શરૂઆત થાય છે.

ખાવાનું ખાધા પછી તમારા શરીરની પાચન ક્રિયા બે કામ કરે છે. જયારે તમે ભોજન કરો છો ત્યારે તેને પચાવવામાં લાગી જાય છે, અને જયારે તમારું પેટ ખાલી હોય છે ત્યારે આ ડાયજેસ્ટિવ સિસ્ટમ શરીરના વર્કશોપના રૂપમાં તમારા માટે કામ કરે છે. એટલે જયારે તમે વ્રત કરો છો ત્યારે તે તમારા શરીરના નબળા શેલ એટલે કે કોશિકાઓને સુધારવાનું કામ કરે છે. એટલે કે તમારું શરીર મેન્ટેનન્સ મોડમાં જતું રહે છે.

જે સમયે તમે ભુખા હોવ છો તે સમયે તમારા શરીરમાં પુર ઝડપે મેન્ટેનન્સ એટલે કે સુધારાનું કામ થતું હોય છે. માનવામાં આવે છે કે, આ દરમિયાન બીમારી સામે લડવા વાળા સેલ સક્રિય થઇ જાય છે, અને તે એટલા શક્તિશાળી થઈ જાય છે કે, ઘણી વાર કેન્સર જેવી બીમારીના સેલને પણ ખતમ કરી નાખે છે. તમે એ વિચારી રહ્યા હશો કે ભોજન વગર શરીર ઇંધણની વ્યવસ્થા કેવી રીતે કરે છે?

તો અસલમાં આપણું શરીર ભોજનના અભાવમાં પોતાની અંદર રહેલ વધારાની ચરબીને તોડીને ગ્લુકોઝ બનાવવા લાગે છે. વૈજ્ઞાનિક માને છે કે, આ પ્રક્રિયાને કારણે શરીરના મેન્ટેનેન્સની ઝડપ વધારે થઈ જાય છે. તો શું વ્રત રાખવાથી તમને ફાયદો થશે? આવો જાણીએ. ઉપવાસ સાથે જોડાયેલી આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ પરિણામ સુધી પહોંચવા પહેલા ઉંદરો પર એક પ્રયોગ કર્યો. ઉંદરોને બે સમૂહોમાં વહેંચવામાં આવ્યા. એક સમૂહને રોજ પેટ ભરીને ખાવાનું ખવડાવવામાં આવ્યું. અને બીજાને રોજ ફક્ત એક અથવા બે વાર જ ખાવાનું આપવામાં આવ્યું.

અલગ અલગ ડેટાના વિશ્લેષણ પછી તે જાણવા મળ્યું કે, લાંબા સમય સુધી ખાવાનું ન ખાવાને લીધે એટલે કે ઉપવાસ કરવાને કારણે ઉંદરની ઉંમર 14 થી 45 % સુધી વધી ગઈ. એક બીજી સ્ટડીમાં 100 વધુ વજન વાળી મહિલાઓના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા. તેમાંથી એક ગ્રુપે અઠવાડિયામાં બે દિવસ વ્રત કર્યું, જયારે બીજા ગ્રુપે પોતાના રોજના ખોરાકમાં 25 % કેલરી ઓછી કરી. એટલે કે વ્રત નહિ કર્યું પણ ખાવાનું ઓછું ખાધું.

એ પછી બંને ગ્રૂપોએ 6 મહિના સુધી નિયમનું પાલન કર્યું. પરિણામ એ આવ્યું કે વ્રત કરવા વાળી મહિલાઓનું વજન વધારે ઘટ્યું અને તેમના શરીરમાં નેચરલ ઈંસુલિનનું સ્તર પણ પહેલા કરતા સારું થઈ ગયું. તો શું વ્રત તમારા માટે પણ લાંબી ઉંમરની ગેરંટી બની શકે છે? આ સવાલના જવાબ માટે તમારે તમારા આખા પરિવાર સાથે આજનો આ રિપોર્ટ જરૂર વાંચવો જોઈએ.

ભારતીય સમાજમાં સામાન્ય રીતે વ્રત કે ઉપવાસની ચર્ચા તહેવાર દરમિયાન થાય છે. અને આની સાથે વ્રતની થાળી, વ્રતવાળા પકોડા અને વ્રત માટે સ્પેશિયલ વેફરની માંગ પણ વધી જાય છે. એટલે કે પારંપરિક રીતે આપણે વ્રતને ધર્મ અને શુદ્ધતાની નજીક જોઈએ છીએ, પણ સ્વાસ્થ્યને લઈને તેનું મહત્વ નથી સમજતા. પણ વ્રત દરમિયાન સંયમ અને નિયમ વાળી ડાયટથી ફાયદા કોને અને કેટલો મળશે? તે 4 વાતો પરથી નક્કી થાય છે.

પહેલી વાત તમારી ઉંમર કેટલી છે? બીજી વાત તમે મહિલા છો કે પુરુષ? ત્રીજી વાત તમારું જેનેટિક નેચર કેવું છે? એટલે કે તમને વારસામાં કેવું શરીર મળ્યું છે? અને ચોથી વાત વ્રત પછી તમે શું ખાધું? ક્યાંક તમે ખાવા પર તૂટીતો નથી પડ્યા ને? જણાવી દઈએ કે, ઈન્ટરમીટન્ટ ફાસ્ટિંગ એટલે કે એક ખાસ અંતરાળ પર કરવામાં આવેલા વ્રતની ત્રણ રીતો છે.

(1) એક દિવસના અંતરાળ પર વ્રત, (2) અઠવાડિયામાં બે દિવસ વ્રત, અને (3) રોજ સમયના હિસાબે ખાવાનું. અમે જે રિસર્ચની વાત કરી રહ્યા છીએ, તે 6 કલાકના અંતરાળ વાળી સિસ્ટમ પર કરવામાં આવી છે. જાનવરો પર કરવામાં આવેલી સ્ટડી અનુસાર વ્રત કરવાથી ઉંમરને થોભાવી શકાય છે, અને વજન ઘટાડી શકાય છે. આ બંને ફાયદા ઘણા મહત્વના છે. પણ માણસો પર તેની અસર કેવી થશે? તે તમારા સ્વાસ્થ્ય, તમારી આદતો પર અસર કરે છે.

કંચન સોંઘી જે એક ડાયટીશિયન છે તેમના જણાવ્યા અનુસાર, સામાન્ય રૂટિનમાં આપણે દિવસમાં ત્રણ વખત જમવું જોઈએ નહિ. આપણે દિવસમાં 5 થી 6 વખત જમવું જોઈએ. કારણ કે આપણે આપણા મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું છે, એટલે કે ચયાપચયને વધારવાનું છે. એટલે આપણું જે શેડ્યુલ છે તે દિવસમાં 5 થી 6 વખત જમવાનું હોવું જોઈએ. પણ ઈન્ટરમીટન્ટ ફાસ્ટિંગમાં આ પેટર્ન નહિ રહે. તેમાં તમે લાંબા સમય સુધી વ્રત પર રહેશો અને સમજી વિચારીને ખાશો. આ બંનેમાં આ તફાવત છે.

જો તમે આ રીતને સાત દિવસ સુધી અનુસરવા માંગો તો તેમાં કોઈ નુકશાન નથી. કારણ કે તમારા શરીરમાં સંગ્રહાયેલ ગ્લુકોઝ નીકળતો રહેશે જે તમારા માટે પૂરતો છે. જોકે ઘણા લોકો એવા પણ છે જેમને વ્રત ન કરવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે ડાયાબિટીસના દર્દીઓને વ્રત કરવાની ના પાડવામાં આવે છે. એવી જ રીતે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ વ્રત કરવું જોઈએ નહિ. તેમજ ડોક્ટર વૃદ્ધોને પણ વ્રત નહિ કરવાની સલાહ આપે છે.

ડોક્ટર સુરેન્દ્રકુમાર જણાવે છે કે, જયારે ડાયાબિટીસ શરૂ થાય છે ત્યારે તમે નોર્મલ હોવ છો. ત્યારે તમે કોઈ પણ પ્રકારની દવા ખાતા નથી હોતા, તો તમે ઉપવાસ અને કસરત જે બીજા લોકો કરે છે તેને અનુસરી શકો છો. પણ જેમને ડાયાબિટિસ છે અને દવાઓ ખાઈ રહ્યા છે, તેમના માટે દવાઓ 24 કલાક કામ કરતી હોય છે. જો તેમણે 4 કલાકથી વધારે ઉપવાસ રાખ્યો તો તેમનું શુગર ઘટી પણ શકે છે. એટલે ડાયાબિટીસ વાળાએ વ્રત કરવું નહીં અને થોડું થોડું ખાવાનું વારંવાર ખાવું જોઈએ.

એ સત્ય છે કે, ઉપવાસથી ગ્લુકોઝ પર નિયંત્રણ સારું રહે છે, બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ નિયંત્રિત રહે છે. પણ જરૂર કરતા વધારે વ્રત કરવાથી વાળ ખરવા, તણાવ અને ઊંઘ ન આવવા જેવી સમસ્યા થઈ શકે છે. વ્રત આપણા ધર્મ અને સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો છે. હિંદુ કેલેન્ડરમાં પણ દરેક ઋતુ અને મહિનામાં ખાસ અંતરાળ પર વ્રતની પરંપરા છે.

એકાદશીનું વ્રત દર 15 દિવસે એક વાર કરવામાં આવે છે. એ રીતે ઘણા બધા લોકો મંગળવાર, ગુરુવાર અથવા રવિવારના દિવસે સાપ્તાહિક ઉપવાસ રાખે છે. નિર્જલા એકદાશી વ્રત, હરિ શયન વ્રત, હરિ તારિકા વ્રતથી લઈને નવરાત્રી, મહાશિવરાત્રી અને જન્માષ્ટમી સુધી આખા વર્ષમાં કોઈને કોઈ વ્રત જરૂર હોય છે. તમારે એટલું સમજવાથી જરૂર છે કે, ઉપવાસ કે વ્રતથી ઈશ્વર ખુશ થાય કે ન થાય, પણ તમારું શરીર જરૂર પ્રસન્ન થાય છે. અને નિરોગી કાયા દરેક જમાનામાં માણસની સૌથી મોટી સંપત્તિ રહી છે.

તો ઉપવાસ તમને માસનિક રૂપથી મજબૂત બનાવે છે. ભુખા રહેવાથી તમને એ વાતનો અનુભવ પણ થાય છે કે, ભૂખ અને તરસ અસલમાં શું હોય છે? આનાથી માણસ ભોજન અને પાણીના મહત્વને સમજે છે. તેને ભૂખ્યા તરસ્યા લોકોની પીડા સમજમાં આવે છે. અને આ જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં ઉપવાસ કર્યા પછી બીજા માટે ભંડારો રાખવાની પરંપરા છે. બધું મળીને ઉપવાસથી માણસમાં માણસાઈનો ભાવ વધે છે.

હિંદુ પરંપરામાં વ્રતનું આધ્યાત્મિક મહત્વ પણ જણાવવામાં આવ્યું છે, અને એવું માનવામાં આવે છે કે તેનાથી માણસનું મનોબળ વધે છે. અને આ કારણે તે પોતાની ભૌતિક જરૂરિયાતોથી ઉપર ઉઠીને પોતાની આત્માની નજીક પહોંચે છે. પૌરાણિક ગ્રંથોમાં એવા ઘણા ઉદાહરણ મળે છે, જયારે કોઈ ઋષિ અથવા કોઈ ભક્તની તપસ્યા સામે દેવતાઓએ પણ નમવું પડ્યું છે.

મહાત્મા ગાંધીએ તો અંગ્રેજો વિરુદ્ધ આંદોલનમાં પણ ઉપવાસને પોતાનું પ્રમુખ અસ્ત્ર બનાવી લીધું હતું. આઝાદી પછી પણ ઘણી વાર અલગ અલગ આંદોલનોમાં પોતાની માંગોનો સ્વીકાર કરાવવા માટે ઉપવાસનો સહારો લેવામાં આવ્યો છે. ઇસ્લામમાં પણ ઉપવાસને જ રોઝા રાખવા કહે છે. રમઝાનમાં આખો મહિનો રોઝા રાખવાની પરંપરા છે. બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ વ્રતની ઘણી અનુશાષિત પરંપરા રહી છે.

બૌદ્ધ ધર્મને માનવા વાળા લોકો બુદ્ધ પૂર્ણિમાના મહિનામાં પૂનમ સિવાય અમાસ અને ચોથના દિવસે પણ ઉપવાસ રાખે છે. તેના સિવાય ખ્રિસ્તીઓમાં પણ ઉપવાસની પરંપરા રહી છે. ઈસ્ટરના પહેલા 6 અઠવાડિયા દરમિયાન ખ્રિસ્તીઓના એક વર્ગ રોમન કેથલિક્સ સમુદાયના લોકો અમુક ખાસ વસ્તુ નથી ખાતા. ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપવાસ પણ રાખે છે. એટલે દુનિયાની અલગ અલગ પરંપરાઓમાં, અલગ અલગ દેશોમાં, ધર્મોમાં ઉપવાસનું ધાર્મિક મહત્વ રહ્યું છે.

હવે સવાલ ઉઠે છે કે, ઉપવાસને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? ભગવદ ગીતામાં મનુષ્યના ત્રણ વ્યવહારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે છે સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક આચરણમાં ભક્તિ અને અનુસાશનનો ભાવ જાગૃત થાય છે. રાજસિક વ્યવહારમાં મનુષ્યના મગજ પર લાલસા અને અતિ ઉત્સાહની અસર વધી જાય છે. જયારે તામસિક આચરણથી કુંઠા, ઈર્ષ્યા જેવી દુષ્ટતા માણસને પોતાના વશમાં કરી દે છે.

એટલે ગીતામાં કડવું, ખાટ્ટું, તળેલું-શેકેલું ખાવાથી પરેજી રાખવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાથી તામસિક વિચારોને પ્રોત્સાહન મળે છે. એવી રીતે વૈદિક ઉપવાસમાં જળ, ફળ, દૂધ, દહીં જેવા સાત્વિક આહાર ગ્રહણ કરવાની સલાહ આપવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થોના ત્યાગમાં મદદ કરે છે. આ પ્રક્રિયાને વેદોમાં વિષહરણ કહેવામાં આવી છે, જેને અંગ્રેજીમાં ડી ટૉક્સિફિકેશન કહેવામાં આવે છે.

આજનું ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ભારતના ફળાહાર આધારિત ઉપવાસ સાથે ઘણી સમાનતા ઘરાવે છે. પણ ભારતમાં માનસિક વિષહરણની પરંપરા પણ રહી છે. તેના માટે હિંસક અને ઉત્તેજક વિચારોથી પરેજી રાખવાની જરૂર છે. એ વિડંબના છે કે ભારતના લોકોએ પોતાના પારંપરિક દર્શન અને સદાચારને છોડીને પશ્ચિમની પરંપરાઓને ફેશન બનાવી દીધી છે.