હાર્ટ, ડાયાબિટીસ અને બ્લડપ્રેસર માટે અદભુત છે ગુવાર. ભલે ગુવારને ગણવામાં આવે ઢોરનો ચારો પણ એમાં પણ છે ઔષધીય ગુણ.

હાર્ટ, ડાયાબિટીસ અને બ્લડપ્રેસર માટે અદ્દભુત છે ગુવાર !!

ઘણા લોકો એવા હોય છે જેમને ગુવાર ખાવાનું પસંદ નથી હોતું. પણ તે ખાવાથી તેના આરોગ્ય લાભ વિષે તમે નથી જાણતા. તે ખાવાથી ઘણી ગંભીર બીમારીઓથી છુટકારો મળી જાય છે.

તેમાં વધુ પ્રમાણમાં ગ્લાઈસેમીક ઈંડેક્સ હોય છે જે ડાયાબીટીસ અને શરીરમાં ઉત્પન્ન થતા કોલેસ્ટ્રોલને ઓછું કરી દે છે.

ગુવારમાં પ્રોટીન, ભળીજાય એવું ફાઈબર, ઘણા પ્રકારના વિટામીન, જેવા કે વિટામીન કે અને એ અને પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. તે ઉપરાંત તેમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન અને પોટેશિયમ પણ મળી આવે છે. સૌથી સારી વાત તો એ છે કે તેમાં કોઈપણ જાતના કોલેસ્ટ્રોલ કે ચરબી નથી હોતા. તેને બળજબરીની દવા માનવામાં આવી શકે છે. જાણો તે ખાવાથી થતા ફાયદા વિષે.

૧) પાચનતંત્રને રાખે છે યોગ્ય :

ગુવારમાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે જેના કારણે પાચનને લગતી તકલીફોથી તમને બચાવી શકે છે. તેનું સેવન કરવાથી તે શરીરના તમામ પ્રકારના ઝેરી તત્વો બહાર કાઢી નાખે છે અને પાચનને લગતી તકલીફો દુર થઇ જાય છે.

૨) હ્રદયને રાખે તંદુરસ્ત :

ગુવાર તમારા હ્રદયને પણ તંદુરસ્ત રાખે છે, કેમ કે તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે. સાથે જ તેમાં ફાઈબર અને પોટેશિયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. જે પણ તમારા હ્રદય માટે ફાયદાકારક હોય છે.

૩) હાડકાને મજબુત કરે :

ગુવારમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. જે પણ તમારા હાડકાને મજબુત રાખવામાં મદદ કરે છે. સાથે જ તેને તંદુરસ્ત રાખે છે.

૪) ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક :

ગુવારનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીરમાં તમામ પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે. એમાં વિટામીન કે પૂરતા પ્રમાણમાં હોવાને કારણે તે હાડકાને મજબુત કરીને અને ગર્ભના વિકાસમાં મદદ કરે છે. તેમાં ફોલિક એસીડ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે શરીરને સ્વસ્થ જાળવી રાખવામાં મદદ કરે છે.

૫) ડાયાબીટીસને કરે કંટ્રોલ :

ગુવારમાં ગ્લાઈકોનુટીન્ટસ તત્વ હોય છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ઓછું ગ્લાઈસેમીક ઈંડેક્સ હોય છે. સાથે જ તે ઇન્સ્યુલીનના પ્રમાણમાં વધારો થાય છે. તેનો આહાર ફાઈબર ભોજનને પચાવવામાં ઘણી મદદ થાય છે. કાચી ગુવારને ચાવવાથી ડાયાબીટીસ રોગીઓ માટે ઘણું ફાયદાકારક પણ છે.

૬) બ્લડ સર્ક્યુલેશન વધારે :

ગુવારમાં રહેલ આયરનથી હોમોગ્લોબીન ઉત્પાદન વધે છે, જેથી શરીરમાં લોહીની જરૂરી પુરતી થાય છે. તેમાં રહેલ ફાઈટોકેમિકલ્સથી પણ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરવામાં મદદ મળે છે.

૭) બ્લડપ્રેશરને રાખે કન્ટ્રોલમાં :

હાઈપોગ્લાઇસેમિક અને હાઈપોલીપીડેમિક તત્વોને કારણે આ શાક હાઈપરટેન્શનથી પીડિત લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. તેમાં મળી આવતા યોગિક બ્લડપ્રેશર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર છે.