હેલને મનાવ્યો પોતાનો 80 મોં જન્મદિવસ, ઘરવાળા સિવાય પાર્ટીમાં જોવા મળ્યા આ લોકો

૨૧ નવેમ્બરના રોજ હેલનનો જન્મ દિવસ હતો, તે દિવસે હેલન ૮૦ વર્ષની થઇ ગઈ. હેલન પોતાના સમયની નંબર વન ડાંસર હતી. હેલનનું ગીત ફિલ્મમાં હોવું સફળતાની ગેરંટી માનવામાં આવતું હતું. આ ખાસ દિવસને સેલીબ્રેટ કરવા માટે સોહેલ ખાન અને તેની પત્ની સીમાએ એક ગ્રેંડ બર્થડે પાર્ટી આપી, જેમાં બોલીવુડના ઘણા જાણીતા કલાકારો પણ જોડાયા હતા. હેલન સલમાન ખાનના પિતા સલીમ ખાનની બીજી પત્ની છે. આવો જાણીએ તેમના વિષે.

ખાસ કરીને સલીમ ખાનની પહેલી પત્નીનું નામ સલમા ખાન છે. વર્ષ ૧૯૮૪ માં સલીમ ખાને સુશીલા ચરક સાથે પ્રેમ થઇ ગયો હતો, ત્યાર પછી સુશીલા અને સલીમના લગ્ન થઇ ગયા. લગ્ન પછી સુશીલાએ પોતાનું નામ બદલીને સલમા રાખી લીધું. સલીમ અને સલમાને ત્રણ દીકરા સલમાન, અરબાજ અને સોહેલ ખાન અને એક દીકરી અલવીરા છે.

પરંતુ આ બંનેના આ પ્રેમ વચ્ચે વર્ષ ૧૯૬૨ માં એન્ટ્રી થઇ હેલનની. ખાસ કરીને ફિલ્મ ‘કાબિલ ખાન’ દરમિયાન સલીમ અને હેલેનની મુલાકાત થઇ હતી. હેલેનને જોતા જ સલીમ તેની ઉપર દિલ હારી બેઠા હતા. અને તે સમયે ફિલ્મો ન મળવાને કારણે જ હેલન ઘણી દુઃખી હતી. તેવામાં સલીમ ખાને તેની મદદ કરી અને હેલનને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી લીધી.

સલીમની જેમ હેલનના પણ આ બીજા લગ્ન હતા. વર્ષ ૧૯૫૭ માં હેલને પોતાનાથી ૨૭ વર્ષ મોટા ડાયરેક્ટર પીએન અરોડા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ૧૬ વર્ષ પછી બંને એક બીજાથી અલગ થઇ ગયા. તમે જુવો હેલનના બર્થડે સેલીબ્રેશનના થોડા ફોટા.

પાર્ટીના ફોટા :

સોહેલ, અર્પિતા, હેલન, અલવીરા અને સલમાન ખાન :

આશા પારેખ, હેલન અને વહીદા રહેમાન :

ગાડી માંથી ઉતરતા વહીદા રહેમાન :

સોહેલ, સીમા, હેલન, સલમાન, અર્પિતા, અલવીર અને આયુષ :

બલુજા દુસુજા :

લુલીયા વંતુર :

અર્પિતા ખાન શર્મા દીકરા આહીલ સાથે :

સોહેલ ખાન બહેન અલવીરા સાથે :

સલીમ ખાન પાર્ટીમાં આવતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.