ખજાના માટે એક મહિનાથી શેખાવાટીમાં ફરી રહ્યું છે હેલીકોપટર, અહીં મોટી માત્રામાં મળવાની સંભાવના છે

શેખાવાટીમાં હેલીકૉપટરની અવરજવરને લઈને છેલ્લા એક મહીનાથી ચાલી રહેલી શંકાના ફોટાને રાજસ્થાન પત્રિકાની ટીમે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધા છે. આ કોઈ પીવાના પાણીનું સર્વે નહિ પણ શેખાવાટીમાં યુરેનિયમની શોધ માટે (10 Thousand Tons of Uranium in Rajasthan Khandela) હવાઈ સર્વે છે. જે વધુ એક અઠવાડિયા માટે ચાલુ રહેવાની સંભાવના છે.

ખંડેલામાં યુરેનિયમ (Tunnel For Uranium in Rajasthan) ના અપાર ભંડાર પછી ઉત્સાહિત યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ (યુસીઆઈએલ) તરફથી શેખાવાટીમાં સતત હવાઈ સર્વે કરવામાં આવી રહ્યા છે. આ સર્વેને બેઝિક મેગ્નેટિક સર્વે નામ આપવામાં આવ્યું છે.

યુસીઆઈએલની ટીમના અધિકારીઓએ જણાવ્યું કે, 400 સ્કેવર કિલોમીટરમાં આ સર્વે થવાનો છે. શેખાવાટીમાં અન્ય ત્રણ જગ્યાઓ પર યુરેનિયમ હોવાની સંભાવના છે. તેના માટે જલ્દી જ વિભાગની ટીમ ડ્રિલની કવાયત શરૂ કરશે. તેમાં ઉદયપુરવાટી ક્ષેત્રનું જહાજ, નૃસિંહપુરી અને નીમકાથાના ક્ષેત્રના ત્રણ ગામ શામેલ છે. એક્સપર્ટનું કહેવું છે કે, જો આ ક્ષેત્રોમાં યુરેનિયમની વધારે માત્રા મળે છે, તો ખંડેલાના રોયલ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.

આનાથી રાજસ્થાનને સીધી રીતે આ ફાયદો થશે :

રોજગાર : ખંડેલા વિસ્તારમાં ખોદકામ શરુ થવા પર ત્રણ હજાર લોકોને સીધી રીતે રોજગાર મળશે. ત્રણ હજાર કર્મચારીઓને કારણે સ્થાનિક લોકોના રોજગારમાં વધારો થશે. પ્લાંટમાં અમુક પદો માટે સ્થાયી ભરતી પણ થશે. તેમાં તે વિસ્તારના લોકોને પ્રાથમિકતા મળશે.

ખોદકામ માટે દેશની અનન્ય સુરંગ હશે :

યુસીઆઈએલના માઇન્સ મેનેજર હેમન્ત કુમાર મણદાએ જણાવ્યું કે, ખંડેલા વિસ્તારમાં ખોદકામ માટે બનાવેલી સુરંગ ઘણી અનન્ય હશે. આ સુરંગને નવી ટેક્નોલાજીના આધાર પર તૈયાર કરવામાં આવી રહી છે. સુરંગના નિર્માણમાં લગભગ 22 કરોડનો ખર્ચ આવશે. અહીં દસ હજાર ટન યુરેનિયમ હોવાની પુષ્ટિ થયા પછી સરકારે પ્રોજેક્ટની દિશામાં કામ શરુ કર્યું છે.

ખાણ માટે સીકરમાંથી આવશે પાણી, એમઓયુ પર સાઈન :

ભારત સરકારના આ પ્રોજેક્ટ અંતર્ગત પાણી સીકરમાંથી આવશે. તેના માટે સીકર નગર પરિષદ અને યુસીઆઈએલ વચ્ચે કરાર થઈ ચુક્યો છે. તેના અંતર્ગત સીવરેજના પાણીને ભૂમિગત પીવાના પાણીની લાઈનો દ્વારા ખંડેલા સુધી મોકલવામાં આવશે. ટેક્નિકલ સ્વીકૃતિ મળી ચુકી છે, હવે જલ્દી જ નાણાકીય સ્વીકૃતિ પણ મળવાની સંભાવના છે.

દુનિયામાં ક્યાં-ક્યાં યુરેનિયમના ભંડાર છે?

ભારતમાં લગભગ 2 લાખ ટનથી વધારે યુરેનિયમનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. દુનિયાની વાત કરીએ તો સૌથી વધારે કઝાકિસ્તાનમાં યુરેનિયમ છે. તેના સિવાય કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં યુરેનિયમનો ભંડાર છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.