કરકરો ઢોસા બનાવવાની આ છે શાનદાર કુકીંગ ટિપ્સ, ફટાફટ જાણી લો સિક્રેટ ટિપ્સ

આ શાનદાર કુકીંગ ટિપ્સ વડે બનાવો ક્રીસ્પી ઢોસા, અને બની જાવ રસોડાની રાણી

જેવી રીતે અમે તમને હલાવો બનાવવા માટેની સામગ્રીનું માપ બતાવેલું, બસ એની જેમ ઢોસા બનવા માટે પણ ચોક્કસ ફોર્મ્યુલા છે. આ માપ પ્રમાણે સામગ્રી મેળવવાથી તમે કરકરા અને મજેદાર ઢોસા બનવી શકો છો.

કેટલું હોવું જોઈએ માપ

1 કપ અડદની ધોળેલી દાળ,

3 કપ ચોખા

1 નાની ચમચી મેથીના દાણા

2 નાની ચમચી ચણાની દાળ

બધી વસ્તુને 3 થી 4 કલાક ભીની કરીને મુકો.

પછી 2 ગ્લાસ પાણી ઉમેરીને અને પીસીને ઘટ્ટ ખીરું બનાવી લો. ધ્યાન રાખવું કે પાણી ધીરે ધીરે નાખવું.

આ ખીરુંમાં આથો આવતા 7-8 કલાક લાગે છે. એટલા માટે મિશ્રણને ગરમ સ્થાન ઉપર ઢાંકીને રાખવું, ખીરું વધુ જાડુ કે વધુ પાતળું ના હોવું જોઈએ. પકોડાના ખીરા કરતા થોડુ પાતળું ચાલશે.

ઢોસા બનાવતા પહેલા ગરમ તાવ ઉપર મીઠું નાખીને કપડાથી 2-4 મિનિટ સુધી ઘસીને સાફ કરો.

તાવ ઉપર ડોસા ચોંટી જતા હોય, તો કાંદાને વચ્ચેથી કાપીને, તાવ ઉપર થોડું તેલ લગાવીને કાંદાને ઘસો. આવું કરવાથી ઢોસાનું ખીરું તાવ ઉપર ચોંટશે નહિ.

ઢોસાનું ખીરું ફેલાવતા પહેલા તાવનું તાપમાન ચેક કરી લો, તાવો વધુ ગરમ કે ઠંડો ના હોવો જોઈએ, આ ચેક કરવા માટે તાવ ઉપર પાણીના છાંટા નાખો. અવાજ આવા સાથે પાણી જો સુકાઈ જાય, તો ઢોસા બનાવ માટે તાવો બરાબર ગરમ છે.

દરેક વખતે ઢોસા બનાવતા પહેલા તાવને ભીના જાડા કપડાથી લૂછી લો. તેનાથી તાવો સાફ પણ થશે અને વધુ ગરમ થઇ ગયેલો તાવો ઠંડો પણ થઇ જશે.

ઢોસાને પહેલા થોડા ગરમ તાવ ઉપર ફેલાવો, જયારે ઢોસો ફેલાવી લો એટલે ગેસની જ્યોત તેજ કરી નાખો. પરપોટા ઉઠવાનું બંધ થઇ જાય એટલે કિનારી ઉપર તેલ નાખી શકો છો.

ઢોસા ઉલટાવા માટે પહેલા નીચેની સપાટી સોનેરી થાય ત્યાં સુધી તેને શેકો, જો ઢોસાનું ખીરું વધુ બની ગયું છે, તેને કેટલાક દિવસ વધુ રાખવા માટે તેમાં એક ચમચી ખાંડ ભેળવી દો, એવું કરાવથી તેમાં આથો નહિ આવશે.

ઢોસામાં નવું ફ્લેવર લાવવા માટે તેના ખીરુંમાં થોડા મેથીના દાણા પીસીને ભેળવી દો.

વિડીયો :