આ જગ્યાએ FD પર મળી રહ્યું છે 9% વ્યાજ, તમારી પાસે છે તક આ ફાયદો ઉઠાવવાની

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કપાત કર્યા પછી બેંક પણ લોન ઉપરના વ્યાજ દરોની સાથે ડીપોઝીટ ઉપરના વ્યાજ દરો ઘટાડવા જઈ રહી છે. તેવામાં ફાઇનેંસ કંપનીઓમાં એફડી કરાવી શકાય છે, જ્યાં ૯ ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ભારતીય રીઝર્વ બેંક રેપો રેટમાં સતત ઘટાડો કરી રહી છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી એક તરફ બેંક લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરી રહ્યા છે, સાથે જ જમા રકમ ઉપર મળતા વ્યાજના દરોમાં પણ ઘટાડો કરવા જઈ રહ્યા છે.

હાલમાં દેશની સૌથી મોટી બેંક એવી ભારતીય સ્ટેટ બેંક ૨ વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીના ફિક્સ્ડ ડીપોઝીટ (FD – એફડી) ઉપર ૬.૨૫ ટકાના દરે વ્યાજ આપી રહી છે. બીજી બેંકોએ પણ એફડી ઉપર મળતા વ્યાજ દરો ઘટાડ્યા છે. તેવામાં ઘણી એવી પ્રોડક્ટ્સ છે જેમાં તમને વર્ષના ૯ ટકાના દરે વ્યાજ મળી શકે છે.

અહિયાં એફડી ઉપર મળી રહેશે બેંકોથી વધુ વ્યાજ :

ખાસ કરીને બેંકો ઉપરાંત થોડી નાણાકીય કંપનીઓ પણ ફિક્સ્ડ ડીપોઝીટ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. આ કંપનીઓ મૂડી એકઠી કરવા માટે ૯ ટકાના દરે વ્યાજ આપવાની રજૂઆત કરી રહી છે. મહિન્દ્રા એંડ મહિન્દ્રા ફાઇનેંસ સર્વિસીસ લીમીટેડ પાંચ વર્ષ માટે એફડી ઉપર ૮.૨૫ ટકાના દરે વ્યાજ આપી રહી છે.

આ કંપની ૪ વર્ષ અને 3 વર્ષ માટે પણ આ દર ઉપર વ્યાજ આપી રહી છે. અને બે વર્ષ માટે આ કંપની તરફથી ૭.૬ ટકાથી લઈને ૭.૯ ટકાના દરે વ્યાજ મળશે. તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, એફડી માટે તમે ઓછામાં ઓછા ૧૦ હજાર રૂપિયા રોકાણ કરી શકો છો.

પીએનબી હાઉસિંગ કોર્પોરેટ ડીપોઝીટ સ્કીમ ૮.૪૫ ટકાના દરે વ્યાજ આપી રહી છે :

પીએનબી હાઉસિંગ કોર્પોરેટ દ્વારા ડીપોઝીટ સ્કીમ હેઠળ ૫ વર્ષ માટે ફિક્સ્ડ ડીપોઝીટ ઉપર ૮.૪૫ ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તેમાં તમે ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરી શકો છો. અને ૪ વર્ષ માટે આ વ્યાજ દર ૮.૪૫ ટકા, 3 વર્ષ માટે તે ૮.૨૦ ટકા, ૨ વર્ષ માટે તે ૮.૧૦ ટકા અને ૧ વર્ષ માટે ૮ ટકા છે. તે ઉપરાંત પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ પણ તમને સમાન સમયગાળા માટે સમાન વ્યાજ દર આપવાની જાહેરાત કરી રહી છે.

આ કંપની આપી રહી છે ૯ ટકાના દરે વ્યાજ :

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની ૫ વર્ષ માટે ફિક્સ્ડ ડીપોઝીટ ઉપર ૯ ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ કંપની ૧ વર્ષ માટે એફડી ઉપર ૮ ટકાના દરે વ્યાજ આપી રહી છે, તેમજ ૨ વર્ષ માટે એફડી ઉપર ૮.૨૫ ટકાના દરે, 3 વર્ષ માટે એફડી ઉપર ૮.૭૫ ટકાના દરે અને ૪ વર્ષ માટે એફડી ઉપર ૮.૮૫ ટકાના દરે વ્યાજ આપી રહી છે. શ્રીરામ સીટી યુનિયન ફાઇનાન્સ લીમીટેડ પણ સમાન સમયગાળા માટે આ દરો ઉપર ફિક્સ્ડ ડીપોઝીટ માટે વ્યાજ આપી રહી છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.