અહીં મહિલાઓ કઢાવી રહી છે ગર્ભાશય, એનું કારણ તમને ચકિત કરી દેશે

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં શેરડીનો પાક કાપવાવાળી ઘણી મહિલાઓ ગર્ભાશય કઢાવી રહી છે. જણાવવામાં આવે છે કે, આ મહિલાઓ એવું એટલા માટે કરી રહી છે કે જેથી તે રોજ ખેતરમાં કામ કરી શકે. મહિલાઓનું કહેવું છે કે, પીરિયડ્સ એટલે કે માસિક ધર્મના દિવસોમાં તે ખેતી નથી કરી શકતી એટલા માટે તેમણે ગર્ભાશય કઢાવી નાખ્યું.

પણ આ બાબતે બીજું પાસું છે આર્થિક તંગી. શેરડીના ખેતરમાં પાક કાપવાવાળી મહિલાઓનું કહેવું છે કે, માસિકના દિવસોમાં કામ પર નહિ જવા પર એમને કામ આપનાર લોકો એમના પૈસા કાપી લે છે. એટલા માટે મજબુર થઈને તેમણે પોતાનું ગર્ભાશય કઢાવવું પડ્યું છે.

સાથે જ મહિલાઓએ માસિકના દિવસોમાં ઘણા પ્રકારની બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. એ કારણે એમનો ખર્ચ દર મહિને વધી જાય છે. એનાથી બચવા માટે મહિલાઓ વચ્ચે ગર્ભાશય કઢાવવાની હોડ મચી છે.

તેમજ જાણકારોનું કહેવું છે કે, ગર્ભાશય કાઢવાનો ગોરખધંધો ખુબ જોરમાં ચાલી રહ્યો છે. અમુક ડોક્ટર પૈસાની લાલચમાં મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખે છે. એ પણ સામે આવ્યું છે કે, જે મહિલાઓના ગર્ભાશય કાઢવામાં આવ્યા છે, તે પરિણીત છે અને એમના બે ત્રણ બાળકો છે.

વળી જિલ્લાના ડોક્ટરનું કહેવું છે કે, મજૂરી કરવાને કારણે મહિલાઓ પોતાની સાફ-સફાઈનું ધ્યાન નથી રાખી શકતી. એ કારણે તેમણે ગર્ભાશયની બીમારીઓનો સામનો કરવો પડે છે.

બીડની સામાજિક કાર્યકર્તા મનીષા તોકલેએ જણાવ્યું કે, ‘માસિક દરમ્યાન કાપડનો ઉપયોગ કરવાને કારણે ઘણી મહિલાઓને ગર્ભાશયનું ઇન્ફેક્શન થઈ જાય છે. જે થોડા સમય પછી કેન્સરનું રૂપ પણ લઈ લે છે. કેન્સરનો ઈલાજ કરાવવા જયારે મહિલાઓ હોસ્પિટલમાં પહોંચે છે, તો અહીંના અમુક ડોક્ટર રૂપિયાની લાલચમાં બીમારીનો યોગ્ય ઈલાજ કરવાની જગ્યાએ કેન્સરથી મૃત્યુનો ડર બતાવી મહિલાઓનું ગર્ભાશય જ કાઢી નાખે છે. અને મહિલાઓ મૃત્યુના ડરથી પોતાનું ગર્ભાશય કઢાવવા માટે મજબુર થઈ જાય છે.’

– ફોટો સૈયદ મોહસીન ખાન

આમ તો ગર્ભાશય કાઢવાના સમાચાર સામે આવ્યા પછી મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ (MSCW) કેસની તપાસ કરી રહી છે. સાથે જ ઘણી એનજીઓ પણ મહિલાઓ સાથે થઈ રહેલા આ ખોટા કામને રોકવા માટે કામ કરી રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.