છૂટાછેડા પછી સાવ ભાંગી પડી હતી આ 5 હિરોઈનો, હવે પિતા સાથે રહીને નિભાવે છે દીકરીની ફરજ

આ 5 હિરોઈનો છૂટાછેડા થયા પછી એકદમ ભાંગી પડી હતી, પછી પિતા સાથે રહીને ભજવી દીકરી હોવાની ફરજ

લગ્ન પછી છૂટાછેડા થવા ઘણી જ દુઃખદ બાબત હોય છે. ખાસ કરીને મહિલાઓને છૂટાછેડા પછી ઘણું સહન કરવું પડે છે. જો લગ્નથી કોઈ બાળક થયું હોય તો તેની જવાબદારી પણ એકલા જ ઉઠાવવી પડે છે. તેવામાં ઘણી મહિલાઓ છૂટાછેડા પછી મદદ માટે પોતાના પિયર એટલે પપ્પાના ઘરે રહેવા જતી રહે છે. તેવી સ્થિતિ બોલીવુડની પ્રસિદ્ધ સેલીબ્રેટીઓની પણ છે. તેની પાસે ભલે પૈસા હોય પરંતુ ઈમોશનલ સપોર્ટ માટે તેમને છૂટાછેડા પછી પોતાના પિતાના ઘરે રહેવું જ યોગ્ય લાગ્યું.

સુનૈના રોશન :

સુનૈના બોલીવુડની ફેમસ કલાકાર અને ડાયરેક્ટર રાકેશ રોશનની દીકરી છે. એટલે ઋત્વિક રોશનની બહેન છે. સુનૈનાએ અત્યાર સુધી બે લગ્ન કર્યા પરંતુ બંને જ ફેલ રહ્યા. પહેલા લગ્ન તેણે આશિષ સોની નામના વ્યક્તિ સાથે કર્યા હતા, પરંતુ વર્ષ ૨૦૦૦ માં બંનેના છૂટાછેડા થઇ ગયા. ત્યાર પછી સુનૈનાનું દિલ મોહન નાગર ઉપર આવ્યું અને બંનેએ ૨૦૦૯ માં લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં પણ તેને તકલીફો આવવાનુ શરુ થઇ ગયું, અને તે પતિને છોડી પોતાના પપ્પા રાકેશ રોશનને ત્યાં રહેવા લાગી.

સુઝૈન ખાન :

સુઝૈન બોલીવુડના ૭૦ ના દશકમાં હીરો રહેલા સંજય ખાનની દીકરી છે. સુજૈન અને ઋત્વિક રોશનના લગ્ન વર્ષ ૨૦૦૦ માં થયા હતા. આ લગ્નથી બંનેને બે વ્હાલા દીકરા પણ થયા. પાછળથી લગ્નમાં સમસ્યા આવવા લાગી અને ઋત્વિક સુઝૈને ૨૦૧૪ માં છૂટાછેડા લઇ લીધા. છૂટાછેડા પછી સુઝૈનના બંને દીકરા પપ્પા ઋત્વિક રોશન સાથે જ રહે છે. અને સુઝૈન પોતાના પપ્પા સંજય ખાનના ઘરમાં રહે છે. છૂટાછેડા પછી પણ સુઝૈન અને ઋત્વિક સારા દોસ્ત છે. આ બંનેએ આંતરીક સહમતીથી છૂટાછેડા લીધા હતા. સુઝૈન પોતાના બાળકોને મળવા ક્યારે ક્યારે જતી રહે છે.

સોંદર્યા રજનીકાંત :

સોંદર્યા સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી છે. રજનીકાંતને બે દીકરીઓ છે. તેમાં સોંદર્યાના લગ્ન વર્ષ ૨૦૧૦ માં અશ્વિન રાજકુમાર સાથે થયા હતા. લગ્નથી બંનેને એક બાળક પણ થયું. પાછળથી થોડા અંગત કારણોસર બંનેના ૨૦૧૭ માં છૂટાછેડા થઇ ગયા. છૂટાછેડા પછી સોંદર્યા પોતાના પપ્પા રજનીકાંતના ઘરે જ રહેવા લાગી.

પૂજા બેદી :

અભિનેત્રી પૂજા બેદી જુના જમાનાના જાણીતા અભિનેતા અને હાલના બિઝનેસમેન કબીર બેદીની દીકરી છે. પૂજાએ ૧૯૯૪ માં ફરહાન ફર્નીચરવાળા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી ૨૦૧૩માં બંનેના છૂટાછેડા થઇ ગયા. આ લગ્નથી તેને બે બાળકો અલાયા અને ઓમર ફર્નીચરવાળા થયા.

છૂટાછેડા પછી પૂજાનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું પરંતુ કોઈ સાથે પણ સંબંધો લગ્ન સુધી ન પહોંચી શક્યા. તેવામાં પૂજા પોતાના પિતા કબીર બેદી સાથે રહેવા લાગી છે. રસપ્રદ વાત એ છે કે પૂજાના પિતા કબીર બેદીના પણ બે વખત છુટાછેડા થઇ ચુક્યા છે. હાલ તે પોતાના ત્રીજા લગ્નમાં છે.

કરિશ્મા કપૂર :

૯૦ ના દશકની પ્રસિદ્ધ અને સુંદર હિરોઈન કરિશ્મા કપૂરનું નસીબ પણ લગ્નની બાબતમાં ઘણું ખરાબ રહ્યું છે. કરિશ્મા રણધીર કપૂરની દીકરી છે. કરિશ્માએ ૨૦૦૩ માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ૨૦૧૬ માં બંનેના છુટાછેડા થઇ ગયા. તેમના છુટાછેડાના સમાચાર મીડિયામાં ઘણા છવાયેલા હતા. આ લગ્નથી કરિશ્માને બે બાળકો સમીરા અને કિયાન રાજ કપૂર થયા. તે બંને જ માતા પિતાના છુટાછેડા થયા પછી કરિશ્મા સાથે રહે છે. અને કરિશ્મા પોતાના પિતા રણધીર કપૂર સાથે રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.