હાઈ અને લો બ્લડપ્રેશરની છે તકલીફ? અજમાવો આ ૮ ઘરગથ્થું નુસખા જાણીને બનો તંદુરસ્ત

લસણ હાઈ બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ એલીસીન નામનું તત્વ લોહીની કોશિકાઓમાં નીટ્રીક ઓક્સાઈડ અને હાઈડ્રોજન સલ્ફાઈડ ને અટકાવીને બ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

મહત્વની વાતો :

હાઈ બ્લડપ્રેશરથી પરેશાન લોકો રોજના બે કેળા ખાવ. લસણ હાઈ બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે. ડુંગળી લો બ્લડપ્રેશર માટે સારી રહે છે.

ટેન્શનમાં આપણા બધાનું બ્લડપ્રેશર ઉપર નીચે થતું રહે છે. ઘણા લોકો બ્લડપ્રેશરથી પડી જવાથી પરેશાન છે તો કોઈ વારંવાર ઉપર આવતા ઝટકાથી દુખી છે. આ બેલેન્સ ના બગડવાથી બચાવવા માટે ઘણા લોકો નિયમિત રીતે દવાઓ ખાય છે. જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો નુકશાનકારક હોય છે. તમે દવાઓથી તમારા જીવનનો નાશ ન કરો એટલા માટે તમને સરળ ઘરગથ્થું રીતો જણાવી રહ્યા છીએ, જેનું પાલન કરીને તમે આ તકલીફોથી પોતાને બચાવી શકો છો.

હાઈ બ્લડપ્રેશર માટે :

(૧) કેળા :

હાઈ બ્લડપ્રેશર થી દુખી લોકો રોજનું એક કેળું ખાવ. પોટેશિયમથી ભરપુર આ ફળ આપણા શરીરમાં રહેલ સોડીયમ સામે લડવામાં મદદ કરે છે. સાથે જ તે કીડનીને પણ મજબુત બનાવે છે. કેળાના ઉપયોગથી તમે ઘરે બેઠા દુર કરી શકો છો ત્વચા સાથે જોડાયલ આ ૩ તકલીફો.

(૨) કાળા મરી :

જેમનું બ્લડપ્રેશર ઉપર નીચે થતું રહે છે તેમના માટે કાળા મરી ફાયદાકારક રહે છે. તેના લીધે જ તેમાં રહેલ વૈસોડિલેટર (નાની રક્તવાહીનીઓ ને મોટી કરનારી ઔષધી) તે ખાવાથી શરીરનો લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે. તે પ્લેટલેટ્સ ને એક બીજા સાથે મળતા પણ અટકાવે છે જેથી લોહીનું વહેવું સારું બની શકે છે.

(૩) મધ :

તેમાં રહેલ ઓલીગોસૈચુરાઈડ નામનું કાર્બોહાઈડ્રેટ બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે. તેની સાથે મધમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવતા એમીનો એસીડસ અને બીજા ન્યુટ્રીએન્ટસ પણ વધતા બ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરે છે.

(૪) લસણ :

ઘણા સંશોધનોમાં જાણવા મળેલ છે કે લસણ હાઈ બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ એલીસીન નામનું તત્વ રક્ત કોશિકાઓમાં નેટ્રીસ ઓક્સાઈડ અને હાઈડ્રોજન સલ્ફાઈડ ને અટકાવી બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તેને નિયમિત રીતે ખાવાથી બ્લડ ફલો સારું બનતું રહે છે, જેનાથી હ્રદયની તંદુરસ્તી પણ સારી થતી રહે છે.

આ બન્નેમાં સોડિયમનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે જેથી બ્લડપ્રેશર લો રાખવામાં મદદ મળે છે. કેમ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં રહેલ પોટેશિયમ અને ડાયટરી ફાઈબર બ્લડપ્રેશર હાઈ થવાથી અટકાવે છે.

(૧) ડુંગળી :

તેમાં રહેલ ક્વેરસેટીન નામનું એન્ટી ઓક્સીડેંટ લો બ્લડપ્રેશર ને વધવામાં મદદ કરે છે. તેની સાથે જ તેમાં કોમ્પાઉંડ પદાર્થ પણ રહેલ છે, જે ઓછા બ્લડપ્રેશર ને મેન્ટેન કરે છે. વિટામીન ‘સી’ થી ભરપુર લીંબુ ઓછા થતા બ્લડપ્રેશર ને વધવામાં મદદ કરે છે. તે લેવાથી રક્ત વાહિકાઓ કોમળ બની જાય છે. જેથી બ્લડપ્રેશર ઉપર નીચે થતું નથી. સાથે જ તે ફ્રી રેડીકલ્સની ખતરનાક અસરથી પણ શરીરનું રક્ષણ કરે છે.

(૩) તરબૂચ:

તેના બીજમાં કુકરબીટાસીન નામનું તત્વ મળી આવે છે, જેનાથી ઘટતું બ્લડપ્રેશર ને વધવામાં મદદ મળે છે. આ ફળમાં રહેલ એલ-સીટુલાઈન બ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરે છેતેમજ તેમાં રહેલ એમીનો એસીડ બ્લડપ્રેશર ને ઘટવા દેતું નથી.