બીપી એટલે કે બ્લડપ્રેશર જેવી બીમારીઓથી મેળવો છુટકારો બસ આ ઘરેલુ ઉપચારની મદદથી

બીપીનું નામ તો તમે સાંભળ્યું જ હશે,બીપી એટલે કે બ્લડપ્રેશર તેને રક્તચાપ પણ કહે છે. ઉંચુ રક્તચાપ એટલે કે હાઇપરટેંશન, આ એક ખુબ જ ખતરનાક બીમારી છે, જેમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. જો રોગીને સમયસર સાચી સારવાર ન મળે તો તેનાથી હાર્ટએટેક, બ્રેનહેમરેજ પણ થવાનો ડર રહે છે.

હાઇબ્લડપ્રેશર તે રોગ છે , જેમાં હ્રદયનું સંકોચન માં અવ્યવસ્થા થી રક્તવાહિનીઓમાં લોહી નું દબાણ પારાનું 140 mm થી વધુ થાય છે, જેનાથી હૃદય દ્વારા નસોમાં લોહી મોકલવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે, બ્લડપ્રેશર થવાનું સૌથી મુખ્ય કારણ છે. શારીરિક ફેરફારો ના લીધે મોટાપા,તનાવ,ધુમ્રપાન,નશો વગેરે. આગળ અમે તમને તેનાથી બચવાના ઉપાયો બતાવીશું.

લસણ : જો તમે લસણ ખાતા હોય તો લસણ Hig BP Control કરવામાં ઉપયોગી છે. રોગીને સવારે ભૂખ્યા પેટે લસણ ની 3 કળી ચાવીને ખાવી જોઈએ.

આંબળા અને મધ :આંબળા અને મધ ભેળવીને પીવો તે પણ એક હાઈબ્લડપ્રેશરનો ઈલાજ છે. ૧ ચમચી આંબળા અને ૧ ચમચી મધ ભેળવીને દિવસમાં ૨ વાર સવાર સાંજ લો,તમને આરામ મળશે.

ભૂરા ચોખા : ભૂરા ચોખા (BrownRice) ખાવામાં લો, તેનાથી ફાયદો એ છે કે તેમાં વસા(ખરાબ કોલેસ્ટ્રોલ) નથી હોતી જો હાઈ બીપીના પીડિતો માટે સારું છે.

ઘયું અને ચણા : ઘયું અને ચણાનો લોટ બાંધીને તેની રોટલી ખાવ,તેનાથી પણ X High BP કંટ્રોલ કરવા માં મદદ મળે છે.

વરીયાળી, જીરું અને સાકર આ ત્રણેને સરખા પ્રમાણમાં લઈને વાટી લો. હવે આ મિશ્રણને ૧ ગ્લાસ પાણીમાં હલાવી અને સવાર સાંજ સેવન કરો.

આદુ: આદુ માં હાઈ બીપી ને ઠીક કરવા માં એક ચમત્કારી ચીજ છે, તેમાં ઘણા એવા ગુણ છે જેનાથી હાઈ બીપી (High BP) ઓછું થઇ જાય છે.

તુલસી અને લીંબડાના પાંદડા : તુલસી અને લીંબડા ના પાંદડા હાઈ બીપી ના ઉપચાર માં કારગર ઉપાય છે. આપણે કરવાનું એ છે કે ૩ લીંબડા ના પાંદડા અને ૫ તુલસીના પાંદડા ને વાટીને પાણીમાં ભેળવી લો હવે તેને સવારના સમયે ખાલી પેટ પીવાનું છે ૧૦-૧૨ દિવસમાં જ હાઈ બીપીમાં આરામ થતો જોવા મળશે.

હાઈ બ્લડ પ્રેશરથી બચવાના ઉપાય :

સિગરેટ પીવાનું છોડી દો,ફળ,લીલા શકભાજી વધુ લો ફેટ ખાવાનું સેવન કરો,તનાવમુક્ત રહો,ચિંતા ન કરો,તમ્બાકુ ગુટકા ખાવાનું બંધ કરો, ભોજનમાં મીઠું ઓછામાં ઓછું કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.