મિત્રો સાથે ‘High Five’ તો ઘણી વખત કર્યું હશે, હવે જાણો તેની શરુઆત ક્યારે અને કેવી રીતે થઇ હતી.

લોકો ખુશ થાય ત્યારે હાઈ ફાઈવ કરે છે, પણ તેની શરૂઆત ક્યારથી થઈ હતી તે નથી જાણતા, અહીં જાણો તેનો ઈતિહાસ.

મિત્રો સાથે ખુશી મનાવતા સમયે આજકાલ High Five આપવી સામાન્ય વાત બની ગઈ છે. હવે તો પેરેન્ટ્સ પણ એટલા મોર્ડન થઇ ગયા છે કે તે પણ વધુ ખુશ થવા ઉપર પોતાના બાળકોને High Five આપી દે છે. ઘણા લોકો હિન્દીમાં પણ બોલે છે ‘દે તાલી’. તમે પણ ઘણી વખત આ બંને માંથી કાંઈને કાંઈ રોજ કહેતા જ હશો. ભારતમાં લોકો માત્ર ખુશ થવા પર High Five અને ‘દે તાલી’ કહે છે, પણ અમેરિકામાં દર વર્ષે 21 એપ્રિલના રોજ નેશનલ હાઈ ફાઈવ ડે ઉજવવામાં આવે છે.

તમારી પાસે આ High Five મોમેન્ટ સાથે જોડાયેલા ઘણા કિસ્સા હશે, પણ શું તમે જાણો છો કે High Five ક્યાંથી આવ્યો? કોણે તેને મંજુરી આપી? આજે આપણે તેના વિષે જાણીશું. બિઝ નેસ ઇનસાઈડરના રીપોર્ટ મુજબ, હાઈ ફાઈવ શબ્દનું હોવું બેસબોલ સાથે જોડાયેલું છે. આવો જાણીએ શું છે તે કિસ્સો?

High Five ની શરુઆત કેવી રીતે થઇ? આજકાલ સામાન્ય બની ગયેલા હાઈ ફાઈવ શબ્દની શરુઆત 1977 માં લોસ એંજલીસ ડોજર્સ (Los Angeles Dodgers) અને હ્યુસ્ટન એસ્ટ્રોજ (Houston Astros) ની ટીમ વચ્ચે રમાયેલી બેસબોલ મેચ દરમિયાન થઇ હતી.

આ ટીમની ચેમ્પિયનશીપની છઠ્ઠી પાળી ચાલી રહી હતી અને છેલ્લો દિવસ હતો ત્યારે એક ટીમે પોતાના સ્કોરને જોયો જે જીતની ઘણો નજીક પહોંચી ગયો હતો. સ્કોર જોયા પછી એક ખેલાડીએ ખુશીથી હાથ હવામાં ઉંચો કર્યો તો બીજા ખેલાડીઓએ પણ તેના હાથ ઉપર પોતાના હાથ આપી દીધો. બસ આ નાની એવી અને સુંદર પળ દરમિયાન પહેલા હાઈ ફાઈવની શરુઆત થઇ.

બીજો કિસ્સો બાસ્કેટબોલ સાથે જોડાયેલો છે : એક રીપોર્ટ મુજબ હાઈ ફાઈવની શરુઆતનો એક બીજો કિસ્સો બાસ્કેટબોલ સાથે પણ જોડાયેલો છે. જે 1978 અને 1979 સીઝનની કાર્ડીનલ્સ બાસ્કેટબોલ પ્રેક્ટીસ દરમિયાન અમેરિકાની લુઈસવિલે યુનીવર્સીટીમાં જોવા મળ્યો હતો. બન્યું એવું કે મેચ દરમિયાન ખેલાડી વિલે બ્રાઉન પોતાના સાથી ડેરેક સ્મિથને લો ફાઈવ આપવા ગયા હતા, ત્યારે સ્મિથે બ્રાઉનને જોયો અને કહ્યું કે લો નહિ હાઈ ફાઈવ, બસ પછી શું હતું ત્યારથી જ થઇ ગઈ હાઈ ફાઈવની શરુઆત.

ધીમે ધીમે તેનું ચલણ દરેક જગ્યાએ શરુ થયું : હાઈ ફાઈવ શબ્દનો જન્મ ભલે રમતના મેદાન ઉપર થયો હોય, પણ બદલાતા સમયની સાથે આ શબ્દએ તેનું સ્થાન નાની નાની ખુશીઓ વચ્ચે બનાવી લીધું છે. આજે લોકો ખુશ થાય છે ત્યારે હાઈ ફાઈવ આપે છે. તેનો ઉપયોગ વર્કપ્લેસ, પાર્ટીઓ અને આનંદની ક્ષણોમાં થવા લાગ્યો છે. આમ તો ભારત માટે તેનું અંગ્રેજી નામ નવું હોઈ શકે છે કેમ કે 80 અને 90 ના દશકમાં લોકો હાઈફાઈવને ‘દે તાલી’ કહેતા હતા.

તમને જણાવી આપીએ કે અમેરિકી કેલેન્ડર મુજબ, 2002 માં વર્જીનીયા યુનિવર્સીટી (The University of Virginia) ના વિદ્યાર્થીઓએ નેશનલ હાઈ ફાઈવ ડે ની શરુઆત કરી હતી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.