હાઇર્કોટનો ઐતિહાસિક નિર્ણય, આધારથી વધારે પ્રામાણિક બર્થડેટ સર્ટિફિકેટ અને દસમાનું સર્ટિફિકેટ.

પંજાબ હરિયાણા હાઇકોર્ટના એક મુખ્ય નિર્ણય જણાવતા સ્પષ્ટ કરી દીધું છે કે જન્મતિથિ વિવાદમાં આધાર કાર્ડથી વધારે પ્રામાણિક જન્મ પ્રમાણપત્ર અને દસમાનું સર્ટિફિકેટ છે. મામલો વૈવાહિક વિવાદથી જોડાયેલો છે, જેમાં પતિ-પત્નીએ પોતપોતાની સહમતીથી છુટાછેડા લેવા માટે આવેદન આપ્યું હતું.

જયારે મામલો લુધિયાણાની ફેમિલી કોર્ટ પહોચ્યો તો જણાવવામાં આવ્યું કે બંનેના લગ્ન 26 નવેમ્બર 2004ના રોજ થયા હતા. જજએ જોયું કે પત્નીનો જન્મ 15 ઓગસ્ટ 1987એ થયો હતો. આના અનુસાર વિવાહના સમય પત્ની 18 વર્ષની થઇ નહોતી. કોર્ટે આના આધાર પર લગ્નને માન્ય ના ગણાતા છૂટાછેડાની અરજીનો અસ્વીકાર કરી દીધો.

તેના પછી બંને એ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા જણાવ્યું કે આધાર કાર્ડ પર જે તિથિ લેખવામાં આવી છે, તેના અને અસલ તિથિમાં એક વર્ષનો અંતર છે.

જન્મ પ્રમાણપત્રમાં બીજી કોઈ નકલી તારીખ :

આવેદનમાં પોતાના જન્મ પ્રમાણ પત્ર અને દસમાનું સર્ટિફિકેટને પ્રસ્તુત કરતા ફેમિલી કોર્ટને તેના પ્રમાણે નિર્ણય લેવાનો નિર્દેશ જાહેર કરવાની અપીલ કરી. કોર્ટ જોયું કે આ બંને પ્રમાણ પાત્રો અનુસાર, 15 ઓગસ્ટ 1986એ આવેદનકર્તાનો જન્મ થયો છે.

હાઇકોર્ટે આ જોતા સ્પષ્ટ કરી દીધું છે કે જન્મ તિથિના પ્રામાણિકતા માટે આધાર કાર્ડથી વધારે પસંદગી જન્મ પ્રમાણપત્ર અને દસમાનું પ્રમાણપત્રને જ આપવી જોઈએ. કોર્ટ જણાવ્યું કે જન્મના સમયે જન્મ પ્રમાણ પત્ર જાહેર થાય છે, જયારે આધારકાર્ડ ઘણા સમય પછી બનાવવામાં આવે છે.

એવામાં જન્મ પ્રમાણ પત્ર જ ઉંમરનો સૌથી સચોટ પ્રમાણપત્ર છે. આ ટિપ્પણી સાથે જ હાઇકોર્ટે કેસને જન્મ પ્રમાણ પત્રના આધાર પર ચલાવવાનો આદેશ આપતા લુધિયાણા ફેમિલી કોર્ટમાં ટ્રાંસફર કરી દીધું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.