હિમાચલ પ્રદેશમાં ફરવા આવેલ ટુરિસ્ટની ગાડી પર પડ્યા પથ્થરો, અકસ્માતમાં 9 એ દુનિયામાંથી વિદાય લીધી.

અચાનક પહાડ પરથી આવવા લાગ્યા પથ્થરો, જોત જોતામાં તૂટી ગયો પુલ, જુઓ વિડીયો.

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં રવિવારે સાંજે લેન્ડસ્લાઈડની ઘટનામાં 9 લોકોએ દુનિયામાંથી વિદાય લીધી, જયારે ત્રણ ગંભીર રૂપથી ઇ જાગ્રસ્ત છે. આ ઘટના બટસેરીના ગુંસા પાસે મોટી વિશાળ શિલા/પથ્થરો પડવાથી થઈ, જેણે છીતકુલથી સાંગલા તરફ આવી રહેલા પર્યટકોની ગાડીઓને પોતાની ઝપેટમાં લઇ લીધી. જણાવી દઈએ કે, ટેમ્પો ટ્રાવેલરમાં યાત્રીઓ દેશના અલગ-અલગ ભાગોમાંથી હિમાચલ ફરવા આવ્યા હતા.

પથ્થરોને કારણે બટસેરી પુલ તૂટ્યો : ઘટનાની સૂચના મળતા જ પોલીસકર્મી ત્યાં પહોંચી ગયા અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યુ. બધા ઇ જાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. કિન્નૌર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં પથ્થરોની ઝપેટ આવવાથી બટસેરી પુલ તૂટી ગયો છે. ત્યાં આસપાસ બનેલા કેટલાક મકાનને પણ નુકશાન થયું છે. તે સિવાય કેટલાક સ્થાનીય લોકોએ પણ તેમના સફરજનના બાગમાં નુકશાન થવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગાડીમાં હતા 11 લોકો, 9 એ દુનિયામાંથી વિદાય લીધી : પોલીસ અનુસાર એક ટેમ્પો ટ્રાવેલર (નંબર HR 55 AC 9003) છીતકુલથી સાંગલા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન લેન્ડસ્લાઈડ થઇ અને મોટા મોટા પથ્થરો ગાડી પર આવીને પડ્યા.

તેમાં ચાલક સહીત 11 લોકો સવાર હતા. જેમાંથી 9 એ દુનિયામાંથી વિદાય લીધી અને 2 લોકો જખ્મી થઇ ગયા. તે સિવાય રસ્તા પર ચાલી રહેલ એક વ્યક્તિ પણ ઈ જાગ્રસ્ત થઇ ગયો. તેને પણ ગંભીર ઇ જા થઇ. પોલીસ હોમગાર્ડ અને આઇટીબીપીના જવાન ભેગા મળીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે, અને સાંગલા પોલીસની ક્યુઆરપીની ટીમ શ બકાઢવામાં જોડાયેલી છે.