હિમાલયના સાધુઓ ની આ ‘અદ્દભુત શક્તિઓ’ એ હાવર્ડ ના વેજ્ઞાનિકોને પણ મૂકી દીધા અચરજમાં

ઘણી પ્રાચીન ઘટનાઓ દ્વારા તે જાણી શકાય છે કે જુદી જુદી ક્રિયા-કલાપો ના સતત પ્રયત્નો થી મનુષ્ય અસાધારણ શક્તિઓ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ ધટના ઉપર આધારિત ઘણી ઘટનાઓ આજે પણ આપણા સાહિત્યમાં રહેલ છે, પરંતુ વાચકો માટે આ માત્ર વાર્તાઓ છે. આ કડી માં હિમાલય અને ત્યાના સાધુઓ ની અદ્દભુત ચમત્કારિક શક્તિઓએ વેજ્ઞાનિકોનું પણ ધ્યાન દોર્યું છે. પ્રોફેસર હર્બટ બેન્સન ની દેખરેખમાં હાર્વટ સ્કુલ ઓફ મેડીસીન ના સંશોધકોએ આ રહસ્યમયી વાતોને ખુલ્લી પાડવા માટે હિમાલય તરફ નીકળી પડ્યા. ઠીક છે આ વાત 20 વર્ષ પહેલાની છે પણ તેના પરિણામ ખરેખર નવાઈ પમાડનાર છે.

એટલું જ નહિ વેજ્ઞાનિકોના સંશોધને હિંદુ ધર્મ એન બોદ્ધ ધર્મ વચ્ચે ઉત્તમ ધર્મ ને લઈને એક નવો વિવાદ ઉભો કરી દીધો છે. આમ તો બીજા ધર્મોની જેમ આ બન્ને ઘર્મ ની પણ મહાનતા અને શ્રેષ્ઠતા ઉપર ટીકા કરવી જરાપણ ઉચિત ન ગણાય. સાચું તે પણ છે કે બોદ્ધ ધર્મ ની ઉત્પતી હિંદુ ધર્મમાંથી જ થયેલ છે. પણ પશ્ચિમી દુનિયા માં તેને લઈને એક જુદો જ દ્રષ્ટિકોણ છે. આખી ઘટના વાચો, પછી તમારા વિચાર અમને રજુ કરશો. તેને લઈને તમારો દ્રષ્ટિકોણ શું છે ?

સિક્કિમમાં વેજ્ઞાનિકો ની ટુકડીએ ઉત્તમ ગુણો દર્શાવતા ઘણા ભિક્ષુકો ને જોયા. ઊંડી સાધના દરમિયાન આ ભિક્ષુકો ના શીરીર નું તાપમાન એટલું વધુ હતું કે અનુયાયીઓએ ભીની ચાદર થી તેને વીટી રાખ્યા હતા. ભિક્ષુકો ના શરીર માં આગ પકડવાના ભયને દુર કરવા માટે તેમના અનુયાયીઓ આવું કરતા હતા. એકાગ્રતા અને શ્વાસ લેવાની ટેકનીક દ્વારા આ ભિક્ષુકો એ પોતાના શરીર ની ચયાપચય દર ને 64 થી ઓછી કરી દે છે જે શરીર ના તાપમાન ને ખુબ વધારી દે. આમ તો ભિક્ષુકો માટે 15000 ફૂટ ની ઉંચાઈ ઉપર હિમાલયની વધુ ઠંડીમાં જીવતું રહેવા માટે તે સામાન્ય વાત છે.

ભિક્ષુકો ની આ અદ્દભુત શક્તિ ઓ ઉપર જાણકારી મેળવવા માટે જ હાવર્ડ ની ટુકડી એ ઉત્તર ભારત ના એક મઠ માં થોડા તિબેટી ભિક્ષુકો ને એક રૂમમાં બેસાડી દીધા, જ્યાં નું તાપમાન લગભગ 40 ડીગ્રી સેન્ટીગ્રેડ હતું. પછી એક વિશેષ યોગ ટેકનીક ‘જી-તુમ-મો’ ની મદદથી ભિક્ષુકો એ ઊંડા ધ્યાનમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. ત્યાં પછી ઠંડા પાણી (49 ડીગ્રી) માં પલાળેલા કપડાને સાધકના ખભા ઉપર મૂકી દીધું. આવી પરિસ્થિતિ માં શરીર નું તાપમાન ઘટી જવાથી મૃત્યુ નક્કી જ છે પણ થોડી જ વારમાં ભીના કપડામાંથી અગ્નિ નીકળવાની શરુ થઇ ગઈ. ધ્યાન દરમિયાન ભિક્ષુકો એ પોતાના શરીરનું તાપમાન એટલું વધારી દીધું કે ભીના કપડા એક કલાકમાં સુકાઈ ગયા.

હવે પ્રશ્ન એ છે કે ભિક્ષુકો આવું શામાટે કરે છે? કોઈ તે કેમ કરે ?

હર્બટ બેન્સન, જે ૨૦ વર્ષથી ‘જી-તુમ-મો’ ઉપર સંશોધન કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે ”બુદ્ધીસ્થ અનુભૂતિ કરીએ છીએ કે અને લોકો જે વાસ્તવિકતા માં રહીએ છીએ, તે ખરેખર વાસ્તવિકતા થી જુદી છે. એક એવી હકીકત છે જે આપણી ભાવનાઓ સાથે જોડાયેલી છે, આપણી હાલની દુનિયા તેને સમજવામાં અસમર્થ છે. તેમનું માનવું છે મનની આવી અવસ્થા બીજાનું કલ્યાણ અને ધ્યાન થી જ પ્રાપ્ત કરી શકાય છે. ધ્યાન દરમિયાન શક્તિ ‘જી-તુમ-મો’ ટેકનીક નો માત્ર એક ઉપ-ઉત્પાદ છે.”

બેન્સન સંપૂર્ણ રીતે માને છે કે ધ્યાન ની આ અનન્ય રૂપના અભ્યાસ થી પોતાની શક્તિઓ ને ઉત્તમ રીતે બહાર લાવી શકાય છે. એટલું જ નહિ તેનાથી તણાવ સબંધી બીમારીઓ થી પણ છુટકારો મળે છે. શરીર ની સ્વસ્થતા નું અનુમાન તેની મેટાબોલીજ્મ દર માં ઉણપ ઉભી કરવી, શ્વાસ લેવાની ઝડપ, હ્રદયની ઝડપ અને લોહીના દબાણ ની વિશેષતા ઉપર આધારિત છે. આમ કરવાથી માનવ શરીરમાં ઉમરમાં પણ વધારો થાય છે.

આ વૈજ્ઞાનિકો સિક્કિમ જ્યાં બૌદ્ધ ભિક્ષુ ઓ રહે છે ત્યાં ની વાત કરી બીજા આર્ટીકલ માં ભારત નાં હિમાલય વિસ્તાર નાં ઉંચાઈ પર રહેતા સાધકો ની વાત કરીશું