9 વર્ષથી રિલેશનમાં છે હિમાંશી ખુરાના, અસીમ ને સંભળાવી દીધું – મારી સાથે ફ્લર્ટ ન કરો

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને પૂરતી જાણકારી નથી હોતી. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. આ બધા વિષે લોકો એકદમથી અજાણ હોય છે. અને આજે અમે ટેલીવિઝન ઉપરની એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે કિસા વિષે વિસ્તૃતમાં.

બીગ બોસ ઘણો વિવાદિત અને ચર્ચિત શો છે. ઘણા બધા લોકોને આ શો ગમતો હોય છે, પણ કામ ધંધામાં વ્યસ્ત હોવાને કારણે તેની હાઈલાઈટ જોઈ શકાય છે, એ કારણે તેઓ શો ના કન્ટેસ્ટન્ટની અમુક વાતોથી અજાણ રહી જાય છે. એવી જ એક વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. હાલમાં જ બીગ બોસમાં બળાપો કાઢવા વાળા ટાસ્ક દરમિયાન હિમાંશી ખુરાનાએ કાંઈક એવું કહ્યું, જે સાંભળીને દર્શક આશ્ચર્યચકિત રહી ગયા, પરંતુ તેમને ઘણું ઈંટરટેનિંગ પણ લાગ્યું.

બીગ બોસ ૧૩ માં રવિવારનો એપિસોડ ઘણો ઈંટરટેનિંગ રહ્યો. વીકએંડના વાર એપિસોડમાં રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઘરમાં એન્ટ્રી કરી અને તમામ કંટેસ્ટેન્ટને મજાનો ટાસ્ક આપ્યો. આ ટાસ્કમાં તમામ ઘરવાળાએ બીજા કંટેસ્ટેન્ટ ઉપર પોતાનો ગુસ્સો કાઢવાનો હતો.

ગુસ્સો કાઢવા વાળા ટાસ્ક દરમિયાન હિમાંશી ખુરાનાએ કાંઈક એવું કહ્યું, જે સાંભળીને દર્શક આશ્ચર્યચકિત થઇ ગયા. ખાસ કરીને આ ટાસ્ક દરમિયાન જ્યાં તમામ કંટેસ્ટેન્ટસ એક બીજાને ખરું ખોટું સંભળાવી રહ્યા હતા, એવામાં વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટેન્ટ હિમાંશુ ખુરાનાએ પોતાના જ ગ્રુપમાંથી અસીમ રિયાજને પોતાનો ગુસ્સો કાઢવા માટે બોલાવ્યો.

હિમાંશી ખુરાનાએ અસીમ રિયાજને શું કહ્યું?

હિમાંશીએ અસીમને કહ્યું કે, તે તેની સાથે ફલર્ટ ન કરે કેમ કે તેની સગાઈ થઇ ચુકી છે. જો તેના સગા અસીમને હિમાંશી સાથે ફલર્ટ કરતા જોશે તો તેને સારું નહિ લાગે.

હિમાંશી ખુરાના છેલ્લા 9 વર્ષોથી રીલેશનશીપમાં છે. TOI ને આપેલા ઈન્ટરવ્યુંમાં હિમાંશીએ જણાવ્યું હતું કે, ‘જ્યારે પ્રેમની વાત થાય છે તો હું થોડી કંઝર્વેટીવ છું, એક મહિનાનું કોઈ પણ કનેક્શન મારી ૯ વર્ષની રીલેશનશીપ ખરાબ નથી કરી શકતું.

બીગ બોસના ઘરમાં હિમાંશીનો સેફાલી જરીવાલા અને હિન્દુસ્તાની ભાઉ સાથે સૌથી મજબુત બોન્ડ છે. તે વાતને પોતે હિમાંશીએ શો માં સ્વીકારી છે. તે ઉપરાંત સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાજ પણ હિમાંશીના સારા મિત્ર બની ગયા છે. હિમાંશી ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લાના ગ્રુપની સાથે જ જોવા મળે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.