ઘરની પ્રગતીમાં અડચણ ઉભી કરે છે આ 4 છોડ, તેને ઘરમાં ઉછેરવાની ભૂલ ન કરો.

છોડને ઘરના આંગણામાં લગાવવામાં આવે તો માં લક્ષ્મી નારાજ થઇ જાય છે, જાણો તે છોડો વિષે

હિંદુ ધર્મમાં ઝાડ છોડને પણ પૂજનીય માનવામાં આવે છે. તેને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પણ છે. કહે છે કે આ છોડ આપણા જીવનની સકારાત્મકતા અને નકારાત્મકતા ઉપર અસર કરે છે. ઝાડ છોડને વાસ્તુ સાથે જોડીને જોવામાં આવે છે. વસ્તુ શાસ્ત્રનું માનીએ તો આપણા ઘરની આસપાસ કેટલાક એવા છોડ લગાવવાથી દુર રહેવું જોઈએ. આ છોડને ઘરના આંગણામાં લગાવવામાં આવે તો માં લક્ષ્મી નારાજ થઇ જાય છે. તેનાથી પૈસાની તંગી છવાઈ જાય છે. સાથે જ કુટુંબમાં ઝગડાની શક્યતા વધી જાય છે. તો આવો જાણીએ કે ક્યા ક્યા છોડને ઘરની આસપાસ ન લગાવવા જોઈએ.

બાવળનું ઝાડ : બાવળના ઝાડમાં ઘણા બધા આયુર્વેદિક ગુણ હોય છે, પણ વાસ્તુના માનવા મુજબ તેને ઘર કે આસપાસ લગાવવા ન જોઈએ. બાવળમાં કાંટા હોય છે, જે વાસ્તુની દ્રષ્ટિએ ઘરમાં ઝગડાનું કારણ બની શકે છે. તેનાથી ઘરની પ્રગતી અટકી પણ શકે છે. એટલા માટે બાવળ કે કોઈ પણ કાંટાવાળા ઝાડ છોડ ઘરમાં ન લગાવવા જોઈએ. તેનાથી નુકશાન જ થાય છે. ગુલાબનો છોડ અપવાદ છે. તેનું કારણ એ છે કે ગુલાબ માં લક્ષ્મીનો પ્રિય હોય છે. એટલા માટે તમે તે ઘરના આંગણામાં લગાવી શકો છો.

બોરનું ઝાડ : બોરના ઝાડને ઘણા લોકો વિઘ્નકારી ઝાડ પણ કહે છે. માન્યતા છે કે બોરનું ઝાડ જ્યાં પણ હોય છે ત્યાં નકારાત્મક શક્તિ વાસ કરે છે. તેનાથી તમારા ઘર ઉપર ખરાબ અસર પડે છે. તમે જે પણ કામ કરો છો તેમાં અડચણ ઉભી થવા લાગે છે. એટલા માટે ઘર કે આસપાસમાં બોરના ઝાડ લગાવવા ન જોઈએ. જો તે તમારા ઘરની પાસે હોય તો તેને કપાવી દેવા જોઈએ.

ખજુરનુ ઝાડ : દેખાવમાં ખજુરનું ઝાડ ઘણું જ સુંદર હોય છે. તે જે પણ ઘરના આંગણામાં લગાવો છો, તો સુંદરતા ઘણી વધી જાય છે. પણ વાસ્તુ મુજબ તેને તમારા ઘરની આસપાસ ન લગાવવું જોઈએ. માન્યતા છે કે ખજુરનું ઝાડ જે ઘરની પાસે હોય છે ત્યાં પૈસા પાણીની જેમ વહે છે. ત્યાંની આર્થિક સ્થિતિ નબળી થઇ જાય છે.

બોનસાઈનો છોડ : બોનસાઈ એક જાપાની શબ્દ છે. તેનો હિન્દીમાં અર્થ થાય છે બોને છોડ. આ છોડની લંબાઈ ઘણી ઓછી હોય છે. એટલા માટે લોકો ઘરમાં તેને સુશોભન તરીકે લગાવવાનું પસંદ કરે છે. પણ વાસ્તુ મુજબ તમારે એ ન લગાવવા જોઈએ. આ છોડ લગાવવાથી સફળતામાં અડચણ ઉભી થાય છે. તેનું કારણ એ છે કે આ છોડને વધતા પહેલા કાપી નાખવામાં આવે છે. તેનાથી આ બોડા થઇ જાય છે. તે કારણે તેનાથી નેગેટીવ એનર્જી વધુ નીકળે છે.

આ દિશામાં ન લગાવો છોડ

ઘરમાં જયારે પણ છોડ લગાવો તો દિશાનું પણ ધ્યાન રાખો. ઘરના મેઈન ગેટની બરોબર સામે કોઈ પણ ઝાડ કે છોડ ન લગાવવા જોઈએ. ઘરના બ્રહ્મસ્થાન ઉપર પણ ઝાડ ન લગાવો. આ સ્થાનને સ્વચ્છ રાખવું જોઈએ. ઘરની દીવાલ સાથે પણ છોડ ન લગાવો. તેનાથી ઘરના પાયા નબળા પડે છે.